Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અડધું ગુજરાત વરસાદ વિહોણું, ખેડૂતો પર સંકટ:કૃષિ પાકને 45થી 55 હજાર કરોડના નુકસાનનો કોંગ્રેસનો દાવો, સહાય આપવા માગ

    8 hours ago

    ગાંધીનગરમાં કોંગ્રેસે રાજ્યમાં વરસાદની અછતને લઈને સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરીએ આક્ષેપ કર્યો છે કે અડધું ગુજરાત વરસાદ વિહોણું રહ્યું છે અને 11 જિલ્લા તથા 108 તાલુકામાં વરસાદ થયો નથી. વરસાદ ખેંચાઈ જવાના કારણે કૃષિ પાકોને અંદાજે ₹45થી ₹55 હજાર કરોડનું નુકસાન થયું હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. પાક નુકસાનનો સર્વે કરીને સહાય આપવા માગ ડો. તુષાર ચૌધરીએ જણાવ્યું કે, ખેડૂતોને થયેલા નુકસાન અંગે વિધાનસભામાં નિયમ 116 હેઠળ નોટિસ પાઠવવામાં આવી છે અને મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક પાક નુકસાનનો સર્વે કરાવવાની માગ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે માત્ર સર્વે નહીં, પરંતુ સરકાર દ્વારા ખેડૂતોને તાત્કાલિક આર્થિક સહાય પણ આપવામાં આવવી જોઈએ. વિનામૂલ્યે ઘાસચારો ઉપલબ્ધ કરાવવા રજૂઆત કોંગ્રેસે ખેડૂતો માટે લોનના વ્યાજની માફી કરવાની પણ માગ કરી છે. ઉપરાંત, વરસાદના અભાવે પશુધન માટે સર્જાયેલી ઘાસચારાની સમસ્યાને ધ્યાનમાં રાખીને વિનામૂલ્યે ઘાસચારો ઉપલબ્ધ કરાવવા તથા જ્યાં પાણીની અછત છે ત્યાં પાણીના ટેન્કર મારફતે પાણી પહોંચાડવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આવતીકાલે ગાંધીનગર ખાતે આક્રોશ સભા યોજાશે આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી અને રાહત બંને મળી રહે તે માટે મનરેગા યોજના હેઠળ તાત્કાલિક રાહતનાં કામો શરૂ કરવા પણ કોંગ્રેસે માંગ કરી છે. વરસાદની અછત અને ખેડૂતોના નુકસાનના મુદ્દે કોંગ્રેસ દ્વારા આવતીકાલે ગાંધીનગર ખાતે આક્રોશ સભા યોજવામાં આવશે. આ સભામાં અસરગ્રસ્ત ખેડૂતો પણ ઉપસ્થિત રહેશે. કોંગ્રેસે સરકાર તાત્કાલિક પગલાં ભરે તેવી માગ સાથે આ મુદ્દે આંદોલન વધુ ઉગ્ર બનાવવાના સંકેત આપ્યા છે.
    Click here to Read More
    Previous Article
    દુલીપ ટ્રોફી ફાઇનલ- કેપ્ટન તિલક અડધી સદી ફટકારી અણનમ:ત્રીજા દિવસે સાઉથ ઝોન 242/6, ઈસ્ટ ઝોનથી 466 રન પાછળ; પડિક્કલે 62 રન બનાવ્યા
    Next Article
    પાટણના 21 વર્ષીય મિલિંદ ત્રિવેદીએ વકીલો માટે AI પ્લેટફોર્મ બનાવ્યું:પિતાને રાત્રે રિસર્ચ કરતા જોઈને આવ્યો વિચાર, LawBot Expressથી સમય બચશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment