Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં આસ્થા અને પર્યાવરણનો સમન્વય:21 કૃત્રિમ તળાવો અને ઓવારા પર 71,938 શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન, સ્વસહાય જૂથની બહેનો દ્વારા આભૂષણ-વાઘાનો પુનઃઉપયોગ

    16 hours ago

    સુરત મહાનગરમાં ગણેશોત્સવ નિમિત્તે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તથા સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની માર્ગદર્શિકા મુજબ પર્યાવરણની જાળવણી સાથે ઈકો-ફ્રેન્ડલી વિસર્જન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના તાપી નદી તેમજ કુદરતી જળાશયોમાં શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે શહેરના તમામ 8 ઝોન વિસ્તારમાં કુલ 21 કૃત્રિમ તળાવોની વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ હતી. શહેરમાં કુલ 71,938 શ્રી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન પાલિકાના અહેવાલ મુજબ, તા. 25 સપ્ટેમ્બરના રોજ સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં વિવિધ કૃત્રિમ તળાવો ખાતે હજારો ભક્તોએ વિઘ્નહર્તાને ભાવભીની વિદાય આપી હતી. આ સમયગાળા દરમિયાન વિવિધ ઝોનમાં સમાવિષ્ટ કૃત્રિમ તળાવો તથા મગદલ્લા, ડુમ્મસ અને હજીરા ઓવારા ખાતે મળીને કુલ 62,519 શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન નોંધાયું હતું. અગાઉ ગૌરી ગણેશ વિસર્જન તા. 14 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર દરમિયાન વિસર્જિત થયેલી 9,419 મૂર્તિઓ સહિત તા. 14 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સાંજે 6 વાગ્યા સુધીમાં શહેરમાં કુલ 71,938 શ્રી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન સંપન્ન થયું છે. કૃત્રિમ તળાવોમાંથી એકત્રિત થયેલી મૂર્તિઓને હજીરા સ્થિત AM/NS જેટી ખાતે આદરપૂર્વક અંતિમ વિસર્જન માટે મોકલવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. સ્વસહાય જૂથની મહિલાઓ દ્વારા આભૂષણો-વાઘાઓનો પુનઃઉપયોગ આ સમગ્ર મહાઅભિયાનમાં મહાનગરપાલિકાના તમામ ઝોન, પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેલ, ફાયર બ્રિગેડ તેમજ સિક્યુરીટી વિભાગના અધિકારી-કર્મચારીઓ વહેલી સવારથી ખડેપગે જોડાયા હતા. સુરત શહેર પોલીસ દ્વારા વિસર્જન રૂટ, કુદરતી જળાશયો અને કૃત્રિમ તળાવો પર ચુસ્ત કાયદો-વ્યવસ્થાનો બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો. એક પ્રશંસનીય પહેલ રૂપે, પાલિકાના યુ.સી.ડી. વિભાગ દ્વારા અમલીકૃત DAY-NULM અને D-JAY(S) યોજના અંતર્ગત સ્વસહાય જૂથની મહિલાઓ દ્વારા શ્રીજીની પ્રતિમાઓ પર ચઢાવાયેલા આભૂષણો અને વાઘાઓનો પુનઃઉપયોગ કરી રોજગારી સર્જન માટે સન્માનપૂર્વક સ્વીકાર કરાયો હતો. વિસર્જન પૂર્ણ થતાંની સાથે જ રાત્રિ દરમિયાન સફાઈકર્મીઓએ ઘનિષ્ઠ સફાઈ ઝુંબેશ હાથ ધરી માર્ગોને પુનઃ સ્વચ્છ કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણી કમિશનર પર મમતાનો કટાક્ષ- તેઓ જ્ઞાનેેશ નહીં, ગાયબ કુમાર:મતદારોના નામ કાપ્યા, તેમને જવું પડશે; રાહુલનો આરોપ- ચૂંટણીમાં ફિક્સિંગ કર્યું
    Next Article
    અબડાસામાં ટ્રેક્ટરની ટ્રોલીમાં મહિલાની સફળ પ્રસૂતિ:108 ટીમે માતા-બાળકને આપ્યું નવજીવન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment