Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણી કમિશનર પર મમતાનો કટાક્ષ- તેઓ જ્ઞાનેેશ નહીં, ગાયબ કુમાર:મતદારોના નામ કાપ્યા, તેમને જવું પડશે; રાહુલનો આરોપ- ચૂંટણીમાં ફિક્સિંગ કર્યું

    1 day ago

    SIR વિવાદ અને ચૂંટણી પંચના કમિશનરો વચ્ચે મતભેદો સામે આવ્યા બાદ મુખ્ય ચૂંટણી કમિશનર સતત વિપક્ષના નિશાના પર છે. બંગાળના પૂર્વ CM મમતા બેનર્જીએ તેમને 'વેનિશ' કુમાર એટલે કે ગાયબ કુમાર કહી દીધા છે. તેમણે જ્ઞાનેશ કુમાર પર SIR દરમિયાન મતદાર યાદીમાંથી મતદારોનાં નામ 'ગાયબ' કરવાનો આરોપ લગાવ્યો છે. હૂગલીમાં શનિવારે પાર્ટીની રેલી દરમિયાન મમતાએ માગ કરી છે કે જ્ઞાનેશને જવું પડશે. જ્યાં સુધી આ મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી પાર્ટી તેમનો વિરોધ કરતી રહેશે. મમતાની પાર્ટીના સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યું છે કે માત્ર 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) જ CEC જ્ઞાનેશ કુમારને હટાવી શકે છે. આ તરફ, રાહુલ ગાંધીએ પણ X પર લખ્યું- જ્ઞાનેશ કુમારને મોદી અને શાહે અમ્પાયર બનાવીને ભારતની ચૂંટણીઓમાં મેચ ફિક્સિંગની જવાબદારી સોંપી દીધી છે. વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન INDIA બ્લોકે 30 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં તમામ પાર્ટીઓની બેઠક બોલાવી છે. કોંગ્રેસ, મમતા બેનર્જીની TMC, CPIM સહિત અનેક પાર્ટીઓ તેમાં સામેલ થવાની સંભાવના છે. ભટ્ટાચાર્યએ કહ્યું હતું- બંગાળમાં લોકોએ નિર્ભય બનીને મતદાન કર્યું ઉત્તર 24 પરગણાના પાણીહાટીમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ભટ્ટાચાર્યએ કહ્યું કે પશ્ચિમ બંગાળના લોકોએ લાંબા સમય બાદ એવી ચૂંટણી જોઈ, જેમાં ભય અને હિંસાનું વાતાવરણ નહોતું. તેમના જણાવ્યા અનુસાર, લોકોને સ્વતંત્ર રીતે મતદાન કરવાની તક મળી અને ચૂંટણી દરમિયાન હત્યાની ઘટનાઓ બની નહોતી. તેમણે કહ્યું કે સરહદ સાથે જોડાયેલા રાજ્ય પશ્ચિમ બંગાળમાં જ્ઞાનેશ કુમારે મતદાર યાદીમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોનાં નામ દૂર કરવાની પહેલ કરી. ભટ્ટાચાર્યએ કહ્યું કે રાજ્યની જનતા CECના કામથી ખુશ છે અને તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરે છે. સમિક ભટ્ટાચાર્યના નિવેદન પર વિપક્ષી નેતાઓનો પલટવાર શિવસેના (UBT) નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું- સમિક ભટ્ટાચાર્ય જેવા પરિપક્વ નેતા પાસેથી આવી ટિપ્પણીની અપેક્ષા નહોતી. કદાચ પશ્ચિમ બંગાળમાં BJPની મોટી જીત બાદ તેઓ વિશેષરૂપે આભાર વ્યક્ત કરવા માંગતા હોય. RJD સાંસદ મનોજ ઝાએ ભટ્ટાચાર્યના નિવેદન પર કટાક્ષ કરતાં કહ્યું- હું તેમની બુદ્ધિમત્તાને નમન કરું છું. ચોરી-લૂંટના આરોપોના પુરાવાઓ વચ્ચે આવી વિચારસરણી માટે સમિકને સૌથી પહેલાં ભારત રત્ન મળવો જોઈએ. ત્યાર બાદ જ કોઈ અન્ય વિશે વિચારવું જોઈએ. મમતા બેનર્જી અને એમએ બેેબી વચ્ચે 30 વર્ષ બાદ ફોન પર વાતચીત આ દરમિયાન, જ્ઞાનેશ કુમારને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પશ્ચિમ બંગાળનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી અને CPI(M) મહાસચિવ એમએ બેેબીએ ફોન પર વાતચીત કરી. લગભગ ત્રણ દાયકામાં બંને વચ્ચે થયેલી આ પ્રથમ સીધી વાતચીત હોવાનું કહેવાય છે. વાસ્તવમાં, એમએ બેેબીએ 23 સપ્ટેમ્બરે બિન-NDA પક્ષોને પત્ર લખીને ચૂંટણી પંચ અને SIRના મુદ્દે વિપક્ષી પક્ષોની બેઠક બોલાવવાની અપીલ કરી હતી. તેમાં DMK, TVK, BRS, BJD અને AAP જેવા I.N.D.I.A. બ્લોકની બહારના પક્ષોને પણ સામેલ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, મમતાએ પહેલાં બેબીના પત્રનો જવાબ આપ્યો અને ત્યારબાદ તેમની સાથે ફોન પર વાત કરી. તેમણે રાહુલ ગાંધી સાથે થયેલી પોતાની વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો અને I.N.D.I.A. બ્લોકની બેઠક વહેલી તકે બોલાવવાની જરૂરિયાત જણાવી. CPI(M) અને TMC પશ્ચિમ બંગાળની રાજનીતિમાં લાંબા સમયથી એકબીજાના વિરોધી રહ્યા છે. બંને પક્ષો I.N.D.I.A. બ્લોકમાં સાથે છે, પરંતુ રાજ્યમાં રાજકીય મતભેદોને કારણે મમતા અને બેબી વચ્ચે સીધા સંપર્કથી બંને પક્ષો દૂર રહ્યા છે. I.N.D.I.A. બ્લોકમાં બેઠકને લઈને ચર્ચા ચાલુ વિપક્ષી દળોનો એક વર્ગ I.N.D.I.A. બ્લોકની તાત્કાલિક બેઠક બોલાવવાના પક્ષમાં છે. તેમાં ચૂંટણી પંચના મુદ્દે સાથે મળીને આગળની રણનીતિ નક્કી કરવાની વાત થઈ રહી છે. જોકે, અત્યાર સુધી ગઠબંધને કોઈ સંયુક્ત એક્શન પ્લાન જાહેર કર્યો નથી. CPI(ML) લિબરેશનના મહાસચિવ દીપાંકર ભટ્ટાચાર્ય પણ રાહુલ ગાંધીને SIRના મુદ્દે I.N.D.I.A. બ્લોકની બેઠક બોલાવવાની વાત કહી ચૂક્યા છે. બીજી તરફ, એમ.એ. બેબી 27 સપ્ટેમ્બરે AAP પ્રમુખ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરવાના છે. SIR મામલે વિવાદ, કોંગ્રેસે દેશભરમાં પ્રદર્શન કર્યું આ મામલો ચૂંટણી પંચના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સામે આવ્યો છે.વિપક્ષ ચૂંટણી પંચના કાર્યો પર સવાલ ઉઠાવી રહ્યો છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બે ચૂંટણી કમિશનરોએ SIR સાથે સંબંધિત કેટલાક એવા નિર્ણયોને લઈને વાંધો ઉઠાવ્યો, જે કથિત રીતે તેમના નામે લેવામાં આવ્યા હતા. કોંગ્રેસે જ્ઞાનેશ કુમારને હટાવવાની અને તેમની ધરપકડની માંગને લઈને શુક્રવારે દેશભરમાં પ્રદર્શન કર્યું. ચૂંટણી સાથે જોડાયેલા કેટલાક આદેશો અને કથિત સોફ્ટવેર ફેરફારોને લઈને સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરવામાં આવી છે. રાહુલ ગાંધીના નિવેદન પર પણ ભટ્ટાચાર્યનો પલટવાર રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને CEC જ્ઞાનેશ કુમાર પર ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવતા તેમને “દેશદ્રોહી” કહ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ લોકો ચૂંટણીમાં ચેડાં કરીને લોકશાહીના પાયાને નુકસાન પહોંચાડી રહ્યા છે. ભટ્ટાચાર્યએ રાહુલ ગાંધીના આ નિવેદનને ફગાવી દેતાં કહ્યું કે કોંગ્રેસ પોતે તેમની વાતો પર ધ્યાન આપતી નથી અને તેમની પોતાની પાર્ટી પણ તેમને ગંભીરતાથી લેતી નથી. બે ચૂંટણી કમિશનરોએ 4 મોટા સવાલો ઉઠાવ્યા 1. ફોર્મ-6માં ફેરફાર: નવા મતદારો પાસેથી અગાઉની SIR યાદીમાં પોતાનું અથવા પરિવારના સભ્યનું નામ હોવાની માહિતી માંગવા પર બંનેએ સવાલ ઉઠાવ્યો. ચૂંટણી કમિશનર સંધૂએ તેને ગેરકાયદેસર ગણાવીને દૂર કરવાની માંગ કરી હતી. 2. મતદાર ડેટાનો કન્ટ્રોલ: બંનેએ સવાલ કર્યો કે મતદાર ડેટાબેઝનો કન્ટ્રોલ દિલ્હીમાં કેમ વધી રહ્યો છે અને રાજ્યોની પહોંચ કેમ મર્યાદિત થઈ રહી છે. 3. બંગાળમાં 16 લાખ અપીલો: સંધૂએ પૂછ્યું કે દૂર કરવામાં આવેલા નામોને લઈને આશરે 16 લાખ અપીલો કોણે અને કોની મંજૂરીથી દાખલ કરી. 4. ગોવાના 97 મતદારો: તપાસમાં યોગ્ય ઠરેલા 97 મતદારોને સોફ્ટવેરની સમસ્યાને કારણે અંતિમ યાદીમાં ઉમેરી શકાયા નહીં.
    Click here to Read More
    Previous Article
    स्किन पर 5 तरह के मुंहासे होते हैं? जानिए ठीक करने के आसान घरेलू उपाय
    Next Article
    સુરતમાં આસ્થા અને પર્યાવરણનો સમન્વય:21 કૃત્રિમ તળાવો અને ઓવારા પર 71,938 શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન, સ્વસહાય જૂથની બહેનો દ્વારા આભૂષણ-વાઘાનો પુનઃઉપયોગ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment