Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ સરપંચ-તલાટીને 21 વર્ષ જૂના ઉચાપત કેસમાં સજા:55,500ની ઉચાપતમાં 6 વર્ષની સખત કેદ, કોર્ટે કસ્ટડીનો આદેશ આપ્યો

    3 days ago

    પાટણના સરસ્વતી તાલુકાના વઘાસર ગ્રામ પંચાયતમાં 2004-2005 દરમિયાન થયેલી રૂ. 55,500ની ઉચાપતના 21 વર્ષ જૂના કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સરસ્વતી કોર્ટે પૂર્વ સરપંચ અને તત્કાલીન તલાટીને ત્રણ-ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે, જે એક પછી એક ભોગવવાનો આદેશ કરાયો છે. આમ, દોષિતોને કુલ છ વર્ષની સખત કેદ ભોગવવી પડશે. સરસ્વતી કોર્ટના ન્યાયાધીશ મેઘાબેન નવધરેએ આ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. જેમાં ગામના પૂર્વ સરપંચ બાબુભાઈ શંકરભાઈ મકવાણા અને તત્કાલીન તલાટી-કમ-મંત્રી ભરતકુમાર પરસોત્તમદાસ સોલંકીને દોષિત ઠેરવવામાં આવ્યા છે. કોર્ટે બંને આરોપીઓને તાત્કાલિક કસ્ટડીમાં લેવાનો આદેશ આપ્યો હતો અને તેમના જામીન રદ કર્યા હતા. આરોપીઓને ભારતીય દંડ સંહિતાની કલમ 409 અને 114 તેમજ 467 અને 114 હેઠળ દોષિત ઠેરવી દરેક કલમ હેઠળ ત્રણ-ત્રણ વર્ષની સખત કેદ અને રૂ. 2500-2500ના દંડની સજા ફટકારવામાં આવી છે. જો દંડની રકમ નહીં ભરાય તો વધુ ચાર-ચાર માસની સખત કેદ ભોગવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. અદાલતે બંને સજાઓ એક પછી એક ભોગવવાનો આદેશ આપતાં દોષિતોને કુલ છ વર્ષની સખત કેદ ભોગવવી પડશે. ચુકાદામાં નોંધાયેલી વિગતો મુજબ, વર્ષ 2004થી 2005 દરમિયાન વઘાસર ગ્રામ પંચાયતમાં વિવિધ વિકાસ કામો અને સરકારી યોજનાઓના ખર્ચના નામે ખોટા બિલો, બનાવટી વાઉચરો અને રોજમેળમાં ખોટી નોંધો કરીને કુલ રૂ. 55,500ની સરકારી રકમની ઉચાપત કરવામાં આવી હતી. બંને આરોપીઓએ સરપંચ અને તલાટી તરીકે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને સરકારી નાણાંનો ગેરઉપયોગ કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ફરિયાદના આધારે તાલુકા વિકાસ અધિકારીએ તપાસ શરૂ કરાવી હતી. તપાસ દરમિયાન પંચાયતના રોકડ રોજમેળ, બિલો, વાઉચરો, બેંક રેકોર્ડ, ઠરાવપોથી સહિતના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હતા અને હસ્તાક્ષરની વૈજ્ઞાનિક તપાસ પણ કરાવવામાં આવી હતી. આ તમામ પુરાવાઓના આધારે બંને સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ સમગ્ર કેસમાં સરકાર પક્ષ તરફથી પબ્લિક પ્રોસિક્યુટર ડી.એમ. ઠક્કરએ દસ્તાવેજી અને મૌખિક પુરાવાના આધારે અસરકારક દલીલો રજૂ કરી હતી, જેને અદાલતે સ્વીકારી હતી. જોકે, અદાલતે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે ભારતીય દંડ સંહિતાની કલમ 476(ક)ના ગુનાના જરૂરી તત્ત્વો ફરિયાદ પક્ષ પુરવાર કરી શક્યો નહોતો, તેથી બંને આરોપીઓને આ કલમ હેઠળ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં પાણીના તેજ પ્રવાહમાં યુવક ફસાયો, બોટથી રેસ્ક્યૂ:અમરેલીનો ધાતરવડી ડેમ ઓવરફ્લો; ગીર પંથકમાં પૂરની સ્થિતિ, આજે 8 જિલ્લામાં રેડ એલર્ટ
    Next Article
    સરેરાશ એક ઈંચ વરસાદમાં AMCની કામગીરીની પોલ ખુલી:હેલમેટ સર્કલ પાસે રસ્તો બેસી ગયો, પાણી ભરાતા 3 અંડરપાસ કલાકો સુધી બંધ રાખવા પડ્યા, સ્ટ્રીટલાઈટના કરંટથી એકને ઈજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment