Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મકાનનો ભાડા કરાર કરાવી લઈ ધમકી આપતા ફરિયાદ નોંધાઇ:વેપારી પાસેથી રૂપિયા 21 લાખનું 35 લાખ વ્યાજ વસુલનાર ત્રિપુટી પકડાઈ, જેલ હવાલે

    21 hours ago

    શહેરના એક વેપારી પાસેથી 21 લાખનું 35 લાખ વ્યાજ વસૂલી મકાનનો ભાડા કરાર કરાવી લઇ ધમકી આપનાર વ્યાજખોર ત્રિપુટીને પોલીસે ઝડપી લઇ જેલ હવાલે કરી હતી. દોલતપરામાં ઈન્દ્રેશ્વર મંદિર રોડ પર રહેતા અને કાળવા ચોકમાં ડાયમંડ ગલીમાં મોબાઇલ રીપેરીંગની દુકાન ધરાવતા 42 વર્ષીય વેપારી જીતુભાઈ મંગાભાઈ ગોહેલે ધંધાના રોકાણ અને માલસામાનની ખરીદી માટે ઝાંઝરડા રોડ વિસ્તારમાં રહેતા પંકજભાઈ મોતીલાલ ઓંધીયા પાસેથી રૂપિયા 7 લાખ માસિક 10 ટકાના વ્યાજે લીધા હતા. જેનું જીતુભાઈએ 15 લાખ વ્યાજ ચૂકવી આપ્યું હતું. તેમજ પંકજની મધ્યસ્થીથી ઝાંઝરડા રોડ પર રહેતા કામિનીબેન તથા તેના પતિ વસંતભાઈ મહેતા પાસેથી વેપારી વેપારીએ રૂપિયા 14 લાખ માસિક 10 ટકાના વ્યાજે લીધા હતા. જેની સામે રૂપિયા 20 લાખ વ્યાજ પેટે ચૂકવ્યા હતા. વ્યાજખોરોએ જીતુભાઈ પાસેથી બેન્કના 7 કોરા ચેક મેળવી લીધા હતા. તેમજ શહેરના મધુરમ વિસ્તારમાં મુંડિયા સ્વામી વાળી શેરીમાં આવેલ જીતુભાઈનું મકાન રૂપિયા 4.25 લાખ ડિપોઝિટ પેટે 11 માસના કરારથી ભાડે આપ્યાનું લખાણ વેપારી પાસેથી બળજબરીપૂર્વક કરાવી લીધું હતું. એટલું જ નહીં ત્રણેય વ્યાજખોરે વ્યાજની અવારનવાર પઠાણી ઉઘરાણી કરી વેપારીની દુકાને જઈ ગાળો કાઢી જાનથી મારી નાખવાની ગમતી આપી હતી અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી હડધૂત કર્યા હતા. વેપારીએ 19 જૂનના રોજ ફરિયાદ કરતા બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે ટેકનીકલ ફોર્સ અને બાતમીદારોની મદદથી વ્યાજખોર ત્રિપુટીને તેના ઘરેથી દબોચી લીધી હતી. કોર્ટે ગુનાની ગંભીરતા જોઈ ત્રણેયને જે લવલે કરવાનો હુકમ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ‎:ચોબારી ફાટક પાસે મહિલાએ ધસમસતી ટ્રેન હેઠળ પડતુ મુકતા જ ડ્રાઇવરે બ્રેક મારી, 108ને કોલ કર્યો
    Next Article
    જોષીપરાના રહીશે 1.12 લાખનો ગાંજો પોસ્ટ દ્વારા મંગાવ્યો‎:અકરમ પકડાયો હવે સપ્લાયર ઉપેન્દ્રને પકડવાના ચક્રોગતિમાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment