Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોષીપરાના રહીશે 1.12 લાખનો ગાંજો પોસ્ટ દ્વારા મંગાવ્યો‎:અકરમ પકડાયો હવે સપ્લાયર ઉપેન્દ્રને પકડવાના ચક્રોગતિમાન

    19 hours ago

    ઓડિસાથી પોસ્ટ મારફત મંગાવેલ 1.12 લાખના ગાંજા સાથે જોષીપરાના શખ્સને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ પકડી પાડી ગાંજો, બાઇક, મોબાઈલ સહિત 1,62,500નો મુદ્દામાલ કબ્જે લઈ ઓડિસાના શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. જોષીપરા, આદિત્ય નગરમાં ગુરુકુળ પાસે રહેતો અકરમ રફીક દોમાન નામનો શખ્સ ગાંજાનો જથ્થો લઈને જીજે 32 એસી 2726 નંબરની બાઈક પર અગ્રાવત ચોકથી નંદનવન શાકમાર્કેટ તરફ નીકળવાનો છે એવી બાતમી એસઓજીના કોન્સ્ટેબલ રોહિત ધાધલને મળી હતી. આ બાતમીના આધારે બુધવારે સાંજે એસઓજીની ટીમે અગ્રાવત ચોક થી નંદનવન શાકમાર્કેટ વચ્ચે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન શખ્સ બાઈક પર નીકળતા તેને રોકી પકડી લીધો હતો અને તેની તલાશી લેતા બાઈકની ટાંકી પર રાખેલા પાર્સલ બોક્સમાંથી રૂપિયા 1,12,500ની કિંમતના 2.250 કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો. પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. પકડાયેલા 24 વર્ષીય અકરમે નશીલા પદાર્થનો જથ્થો ઓડિસાના ઉપેન્દ્ર સાહુ પાસેથી પોસ્ટ મારફતે મંગાવ્યો હતો. પાર્સલ પોસ્ટમેન આપી ગયો હતો. પોલીસે ગાંજાના જથ્થા ઉપરાંત શખ્સ પાસેથી 10,000ની કિંમતના બે મોબાઈલ ફોન, 30,000ની કિંમતનું બાઈક અને સેલોટેપ વિંટેલા બોક્સ સહિત કુલ રૂપિયા 1,62,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અકરમ દોમાન સામે એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી સપ્લાયર ઉપેન્દ્ર સાહુને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. પોસ્ટમાં આવેલા ​પાર્સલ બોક્સ ઉપર કાજુ ડ્રાયફ્રૂટનું સ્ટીકર માર્યું'તુ ગાંજા સાથે ​પકડાયેલા અકરમ દોમાને કબૂલાત કરી હતી કે તેને ગાંજાનો જથ્થો ઓડિસાના ઉપેન્દ્ર સાહુ નામના શખ્સે પાર્સલ દ્વારા મોકલ્યો હતો. પાર્સલ બોક્સ ઉપર કાજુ ડ્રાયફ્રૂટનું સ્ટીકર મારીને પોલીસને છેતરવાનો પ્લાન ઘડાયો હતો. આરોપી અગાઉ લૂંટના ગુનામાં પકડાયો'તો નશીલા પદાર્થો સાથે ઝડપાયેલો અકરમ દોમાન અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યો હતો તેની સામે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો નોંધાયો હતો. જેમાં તેની ધરપકડ થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    મકાનનો ભાડા કરાર કરાવી લઈ ધમકી આપતા ફરિયાદ નોંધાઇ:વેપારી પાસેથી રૂપિયા 21 લાખનું 35 લાખ વ્યાજ વસુલનાર ત્રિપુટી પકડાઈ, જેલ હવાલે
    Next Article
    બંદર પર પાર્કિગનો અભાવ:માછીમારો લાખો કરોડોની બોટ રસ્તા પર રાખવા મજબૂર બન્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment