Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છ સરહદે પાકિસ્તાનની નાપાક હિલચાલ:દાવો- PAKએ સર ક્રીક નજીક નવા ડ્રોન સહિતની નવી ટેક્નોલોજી તૈનાત કરી; ચીન-તુર્કીની લીધી મદદ

    14 hours ago

    પાકિસ્તાન સર ક્રીક નજીક પોતાના નૌસૈનિક અને લશ્કરી માળખાનો વિસ્તાર કરી રહ્યું છે. આ કચ્છ અને પાકિસ્તાનના સિંધ પ્રાંત વચ્ચેની 96 કિલોમીટર લાંબી સંવેદનશીલ ખાડી છે, જે અરબ સાગરમાં મળે છે. CNN-ન્યૂઝ 18ના રિપોર્ટ અનુસાર, આ વિસ્તાર 'અબાબીલ- ધ ડિવાઇન સ્ટ્રાઇક' નામના એક નવા પ્રોજેક્ટનો હિસ્સો છે. આ હેઠળ પાકિસ્તાની નૌસેનાએ સર ક્રીકમાં પોતાના નૌસેના સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (SSG-N) કમાન્ડો તૈનાત કર્યા છે. હોવરક્રાફ્ટથી લઈને ડ્રોન સુધી કર્યા તૈનાત રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન તુર્કીના ડ્રોન, ચીનના આધુનિક હોવરક્રાફ્ટ અને ઝડપી ગતિથી ચાલતી નૌસૈનિક નૌકાઓની સાથે-સાથે નવીનતમ રોકેટ અને વાયુ રક્ષણ પ્રણાલીઓને આ વિસ્તારમાં તૈનાત કરી રહ્યું છે. રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું કે તુર્કીના ડ્રોન વિસ્ફોટક સામગ્રી લઈ જવામાં સક્ષમ છે અને તેનો ઉપયોગ દેખરેખ માટે પણ થઈ શકે છે. આ પ્રણાલીનો ઉદ્દેશ્ય બહારના ખતરાઓને નિયંત્રિત કરવાનો છે. ચીન અને તુર્કી કરી રહ્યા છે ટેકનિકલ અને લશ્કરી મદદ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને સર ક્રીક અને અરબ સાગરમાં ભારતની નૌસૈનિક ઉપસ્થિતિને પડકારવાના ઉદ્દેશ્યથી પોતાના દરિયાઈ અભિયાનોમાં માનવરહિત હવાઈ અને દરિયાઈ ડ્રોનને સામેલ કર્યા છે. એક આંતરિક સૂત્રએ જણાવ્યું કે ચીન અને તુર્કી બંને આધુનિક લશ્કરી ઉપકરણો અને ટેકનોલોજી પૂરી પાડીને પાકિસ્તાનના સશસ્ત્ર દળોના આધુનિકીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. અબાબીલ પ્રોજેક્ટમાં એક આધુનિક વાયુ રક્ષણ પ્રણાલી સામેલ છે. અસીમ મુનીર પર સેનાના આધુનિકીકરણની જવાબદારી રિપોર્ટ મુજબ, ચીને પાકિસ્તાનને પહેલી હેંગોર કેટેગરીની સબમરીન સોંપી દીધી છે. આનાથી અરબ સાગરમાં પાકિસ્તાનની ક્ષમતામાં વધારો થશે. સાથે જ પાકિસ્તાને પોતાના નૌસૈનિક બેડાના આધુનિકીકરણ કાર્યક્રમ હેઠળ આધુનિક ચીની તુગરીલ કેટેગરીના ફ્રિગેટ પણ સામેલ કર્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફીલ્ડ માર્શલ અસીમ મુનીર એકીકૃત કમાન હેઠળ પાકિસ્તાનની સેના, નૌસેના અને વાયુસેનાના વ્યાપક આધુનિકીકરણની દેખરેખ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    'દાળમાં કંઈક કાળું નથી, પણ દાળ જ કાળી છે':રાહુલ ગાંધીએ કારની ટાંકી ખોલી E20 પેટ્રોલ પર સવાલો ઉઠાવ્યા, કહ્યું- આ કાર-સ્કૂટર ખરાબ કરી રહ્યું છે
    Next Article
    આનંદીબેન પટેલ યોગી સરકારનો ક્લાસ લીધો!:ગોરખપુર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં શિક્ષણ-હોસ્ટેલ મુદ્દે પોલ ખોલી, કહ્યું- રાજ્યપાલ નહીં એક મા તરીકે ખામી તો કહેવી જ પડશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment