Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    21 નવેમ્બરથી 27 માર્ચ, 2027 ગુજરાતમાં અનોખો મ્યુઝિક ફેસ્ટિવલ:દિલજીત, અરિજીત, શ્રેયા અને એ.આર. રહેમાન સહિતના કલાકારો ડોલાવશે, જાણો કઈ તારીખે કોણ ક્યાં પરફોર્મ કરશે

    3 days ago

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ટરનેશનલ બેન્ડ 'કોલ્ડ પ્લે'નો ભવ્ય કોન્સર્ટ યોજાયો હતો. જેણે ગુજરાતના એન્ટરટેઇનમેન્ટ જગતમાં એક નવો ઈતિહાસ રચ્યો હતો. આ મેગા ઈવેન્ટની સફળતા બાદ ગુજરાતનું ઓડિયન્સ હવે ગ્લોબલ અને લાર્જર-ધેન-લાઈફ મ્યુઝિક ઈવેન્ટ્સ માટે સંપૂર્ણપણે તૈયાર છે, ત્યારે ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં 21 નવેમ્બર, 2026થી 27 માર્ચ, 2027 દરમિયાન એક પછી એક લાઈવ કોન્સર્ટનો જાણે રાફડો ફાટ્યો હોય એવો માહોલ જોવા મળશે. નવેમ્બર મહિનાના અંતથી મોટેરા સ્થિત દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લઈને ગિફ્ટ સિટી અને શહેરની જાણીતી ક્લબોમાં દેશ-વિદેશના ટોચના સિંગર્સ અને આર્ટિસ્ટ્સ બેક-ટુ-બેક લાઈવ પર્ફોર્મન્સ આપવાના છે. મ્યુઝિક લવર્સ માટે તો આગામી ચાર મહિના કોઈ મ્યુઝિક ફેસ્ટિવલથી કમ નહીં હોય. એક જ દિવસમાં બે સિંગરનો લાઈવ પર્ફોર્મન્સનો ધમાકો 21 નવેમ્બર, 2026ના રોજ પંજાબી સિંગર અને સુપરસ્ટાર દિલજીત દોસાંઝ પોતાની 'રૂપે ઓરા ઈન્ડિયા ટૂર' સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પરફોર્મ કરી અમદાવાદમાં યોજાનારી મ્યુઝિકલ ઈવેન્ટ્સનું બ્યુગલ ફૂંકશે. જોકે, આ કોન્સર્ટનો રંગ ઉતરે તે પહેલાં જ બીજા દિવસે એટલે કે 22 નવેમ્બરે શહેરમાં ડબલ ધમાકો થશે. એક તરફ રાજપથ ક્લબમાં પાપોન તો બીજી તરફ સવાના પાર્ટી લોનમાં ગુજરાતના જ હાર્ટથ્રોબ દર્શન રાવલ પોતાની 'લવ લેટર્સ ઈન્ડિયા ટૂર'થી યુવા હૈયાઓને ડોલાવશે. બોલિવૂડના સુરીલા બાદશાહ ગિફ્ટ સિટીનું સ્ટેજ ગજવશે ડિસેમ્બરની ગુલાબી ઠંડીમાં સંગીતની ગરમાહટ ઉમેરવા ગુજરાતની શાન એવી સચિન-જીગરની જોડી 5 ડિસેમ્બરે વિવેન્ઝા ખાતે સ્ટેજ ગજવશે. ત્યારબાદ 21 ડિસેમ્બરે બોલિવૂડના સુરીલા બાદશાહ સોનુ નિગમ ગિફ્ટ સિટીના આધુનિક માહોલમાં પોતાના મખમલી અવાજનો જાદુ પાથરીને વર્ષ 2026ને એક શાનદાર વિદાય આપશે. અરિજીત સિંહ પોતાના અવાજથી લાખો ચાહકોને મંત્રમુગ્ધ કરશે નવું વર્ષ 2027 પણ મ્યુઝિક લવર્સ માટે કંઈ ખાલી જવાનું નથી. 9 જાન્યુઆરીએ યુવાનોના દિલની ધડકન એવા સિંગર અરિજીત સિંહ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પોતાના રોમેન્ટિક અને ઈમોશનલ અવાજથી લાખો ચાહકોને મંત્રમુગ્ધ કરશે. ત્યારબાદ 27 ફેબ્રુઆરીના સુપ્રસિદ્ધ સિંગર શ્રેયા ઘોષાલ શંકુઝ ફાર્મ ખાતે પોતાના સૂરોની વર્ષા કરશે. ગિફ્ટ સિટીમાં એ.આર. રહેમાનનું લાઈવ પરફોર્મ જ્યારે 27 માર્ચ, 2027ના રોજ ઓસ્કાર વિજેતા લિજેન્ડરી સિંગર એ.આર. રહેમાન પોતાની 'ધ વન્ડરમેન્ટ ટૂર લાઈવ' અંતર્ગત ગિફ્ટ સિટીમાં એક એવો માહોલ ઊભો કરશે જે ગુજરાતીઓ વર્ષો સુધી નહીં ભૂલી શકે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં 15 નવેમ્બરે જનજાતિય ગૌરવ દિવસ ઉજવાશે:બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે શાંતાબા મેડિકલ કોલેજમાં વિવિધ કાર્યક્રમો યોજાશે
    Next Article
    પંચમહાલમાં 12થી 18 નવેમ્બર સુધી ઉજવણી કરાશે:'જનજાતીય ગૌરવ દિવસ-2026'ના કાર્યક્રમો પાંચ વિધાનસભા વિસ્તારોમાં યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment