Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં 12થી 18 નવેમ્બર સુધી ઉજવણી કરાશે:'જનજાતીય ગૌરવ દિવસ-2026'ના કાર્યક્રમો પાંચ વિધાનસભા વિસ્તારોમાં યોજાશે

    3 days ago

    પંચમહાલ જિલ્લામાં 12થી 18 નવેમ્બર સુધી ‘જનજાતીય ગૌરવ દિવસ-2026’ની સાત દિવસીય ઉજવણી કરાશે. પાંચ વિધાનસભા વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે આ ઉજવણી કરાશે. આયોજનની માહિતી આપવા મોરવા-હડફનાં ધારાસભ્ય નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. નિમિષાબેન સુથારે જણાવ્યું કે મુખ્ય કાર્યક્રમ મોરવા-હડફના મોરા સુલિયાત ખાતે યોજાશે. આ ઉપરાંત ઘોઘંબાના સ્વામિનારાયણ મંદિર, કાલોલની ગેગડીયા ચોકડી, ગોધરાના છબનપુર અને શહેરાના કેશવ ગ્રાઉન્ડ ખાતે પણ કાર્યક્રમો યોજાશે. ઉજવણીમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અપાશે. પરંપરાગત વાજિંત્રો, વસ્ત્રો અને નૃત્ય સાથે 1થી 2 કિલોમીટરની શોભાયાત્રા પણ યોજાશે. વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. વન અધિકાર અધિનિયમ-2006 હેઠળ લાભાર્થીઓને અધિકારપત્રો અને રેકોર્ડ ઓફ રાઇટ્સ સર્ટિફિકેટ અપાશે. જિલ્લાના 284 આદિવાસી લાભાર્થીઓને કુલ 86 લાખ રૂપિયાના ખર્ચે આવાસ મંજૂરી, દૂધાળા પશુ સહાય, મંડપ યોજના અને કુંવરબાઈનું મામેરું સહિતની સરકારી યોજનાઓના લાભ અપાશે. ધારાસભ્યએ જણાવ્યું કે ઉજવણીનો ઉદ્દેશ આદિવાસી સમાજની સંસ્કૃતિ, કલા-કૌશલ્ય અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી મહાનાયકોના યોગદાનને લોકો સુધી પહોંચાડવાનો છે.
    Click here to Read More
    Previous Article
    21 નવેમ્બરથી 27 માર્ચ, 2027 ગુજરાતમાં અનોખો મ્યુઝિક ફેસ્ટિવલ:દિલજીત, અરિજીત, શ્રેયા અને એ.આર. રહેમાન સહિતના કલાકારો ડોલાવશે, જાણો કઈ તારીખે કોણ ક્યાં પરફોર્મ કરશે
    Next Article
    બરડા જંગલ સફારીમાં પ્રવાસીઓને સિંહોના ટોળાનાં દુર્લભ દર્શન:પ્રવાસીઓ સિંહોને નજીકથી જોઈ રોમાંચિત થયા; સ્થાનિક નેસ સંસ્કૃતિની માહિતી મેળવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment