Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં 15 નવેમ્બરે જનજાતિય ગૌરવ દિવસ ઉજવાશે:બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે શાંતાબા મેડિકલ કોલેજમાં વિવિધ કાર્યક્રમો યોજાશે

    3 days ago

    અમરેલીમાં 15 નવેમ્બર, 2026ના રોજ જિલ્લા કક્ષાએ જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી થશે. શાંતાબા મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં સવારે 10:30 વાગ્યે કાર્યક્રમ શરૂ થશે. તેમાં 1,000થી વધુ લોકો આવવાની સંભાવના છે. કાર્યક્રમની માહિતી આપવા જિલ્લા વિકાસ અધિકારી રાજેશ કુમાર મૌર્યના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. તેમણે આદિવાસી સમાજના ઇતિહાસ, સંસ્કૃતિ અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેના યોગદાન વિશે વાત કરી હતી. ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે 15 નવેમ્બરે જનજાતિય ગૌરવ દિવસ ઉજવાય છે. ભારત સરકારે 2021માં આ દિવસને રાષ્ટ્રીય સ્તરે ઉજવવાની જાહેરાત કરી હતી. આ વર્ષે બિરસા મુંડાની 151મી જન્મજયંતિ ઉજવાશે. રાજેશ કુમાર મૌર્યએ જણાવ્યું કે રાજ્ય સરકાર વનબંધુ કલ્યાણ યોજના સહિતની યોજનાઓ દ્વારા આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, આવાસ, રોજગારી, કૌશલ્ય વિકાસ અને માળખાકીય સુવિધાઓ માટે કામ કરી રહી છે. છોટાઉદેપુરમાં યોજાનારા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રૂ. 1,032 કરોડના વિકાસ પ્રકલ્પો અને યોજનાના લાભ 27,767 લાભાર્થીઓને આપવાનું આયોજન છે. અમરેલીના કાર્યક્રમમાં બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરાશે અને સરકારી યોજનાઓના લાભનું વિતરણ થશે. આદિવાસી સમાજના વિકાસમાં વિશેષ યોગદાન આપનારા લોકોનું સન્માન પણ કરાશે. કાર્યક્રમમાં છોટાઉદેપુર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનારા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ થશે. પત્રકાર પરિષદના અંતે જિલ્લા વિકાસ અધિકારીએ જનજાતિય ગૌરવ દિવસને માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રાખતાં આદિવાસી સમાજના શૌર્ય, બલિદાન, સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનને જન-જન સુધી પહોંચાડવાનો અવસર ગણાવ્યો હતો. આદિવાસી સમાજના ગૌરવવંતા ઇતિહાસને નવી પેઢી સુધી પહોંચાડવા તેમજ સરકારની વિવિધ યોજનાઓના લાભો અને લાભાર્થીઓની સફળતાની ગાથાઓને વ્યાપક જનસમુદાય સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. આ પત્રકાર પરિષદમાં આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ જયવીર ગઢવી, નિવાસી અધિક કલેક્ટર એ.એ. ડોડિયા, ડી.આર.ડી.એના નિયામક કે.જે. જાડેજા, પ્રાંત અધિકારી અમરેલી જાડેજા, એ.ટી.ડી.ઓ માલદેવસિંહ ગોહિલ,સહીત ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સિદ્ધપુરમાં મહર્ષિ સ્વામી તેજાનંદજીની 676મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી:શોભાયાત્રાનું નગરજનો દ્વારા ઠેર-ઠેર સ્વાગત;જગતગુરુ મહેન્દ્રાનંદગિરી બાપુ,સંતો-મહંતોએ આશીર્વચન પાઠવ્યા
    Next Article
    21 નવેમ્બરથી 27 માર્ચ, 2027 ગુજરાતમાં અનોખો મ્યુઝિક ફેસ્ટિવલ:દિલજીત, અરિજીત, શ્રેયા અને એ.આર. રહેમાન સહિતના કલાકારો ડોલાવશે, જાણો કઈ તારીખે કોણ ક્યાં પરફોર્મ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment