Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિદ્ધપુરમાં મહર્ષિ સ્વામી તેજાનંદજીની 676મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી:શોભાયાત્રાનું નગરજનો દ્વારા ઠેર-ઠેર સ્વાગત;જગતગુરુ મહેન્દ્રાનંદગિરી બાપુ,સંતો-મહંતોએ આશીર્વચન પાઠવ્યા

    3 days ago

    પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે બાવન ગોળ તેજાનંદ બ્રાહ્મણ વિકાસ ટ્રસ્ટ દ્વારા મહર્ષિ સ્વામી તેજાનંદજીની 676મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા અને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી અંદાજે 5,000 જેટલા ગુરુ બ્રાહ્મણ સમાજના સભ્યો, સંતો-મહંતો અને રાજકીય-સામાજિક આગેવાનો ઉત્સાહભેર જોડાયા હતા. સિદ્ધપુરના મુખ્ય જાહેર માર્ગો પર નીકળેલી નગરયાત્રામાં સંતો-મહંતો બગીમાં બિરાજીને જોડાયા હતા, જ્યારે સ્વામી તેજાનંદજીના જીવન અને આધ્યાત્મિક કાર્યો દર્શાવતો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. નગરજનો દ્વારા સ્વાગત અને સેવા કેમ્પનું આયોજન શોભાયાત્રાના સમગ્ર રૂટ પરના ચોક અને જાહેર સ્થળોએ સુંદર રંગોળી કરવામાં આવી હતી તેમજ નગરજનો દ્વારા ઠેર-ઠેર યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રામાં જોડાયેલા ભાવિકોની સુવિધા માટે સમાજના કાર્યકરો દ્વારા વિવિધ સ્થળોએ સેવા કેમ્પ પણ ઊભા કરવામાં આવ્યા હતા. નગરયાત્રા સંપન્ન થયા બાદ ભવ્ય ધર્મસભા યોજાઈ હતી, જેમાં જગતગુરુ મહેન્દ્રાનંદગિરી બાપુ, ઓમ આશ્રમ (પાલી, રાજસ્થાન) ના મહામંડલેશ્વર ફૂલપુરી સ્વામી અને વેદાંતાચાર્ય રાજેન્દ્રપુરી બાપુ સહિત અનેક સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. સમાજમાં શિક્ષણ, સંસ્કાર અને સંગઠન મજબૂત કરવા અપીલ ધર્મસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયા, ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને અંત્યોદય વિકાસ નિગમના પૂર્વ ચેરમેન પ્રવીણભાઈ પંડ્યા સહિત અધિકારીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. સંતો-મહાત્માઓએ સ્વામી તેજાનંદજીના જીવન અને તપસ્યાને યાદ કરી સમાજમાં એકતા, શિક્ષણ, સંસ્કાર અને સંગઠન મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના અંતે બાવન ગોળ તેજાનંદ બ્રાહ્મણ વિકાસ ટ્રસ્ટ દ્વારા સહયોગ આપનાર યુવાનો, મહિલાઓ, દાતાઓ, વહીવટી તંત્ર અને નગરજનોનો આભાર માનવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ટેક મહિન્દ્રાના પૂર્વ એશિયા હેડને ધડાધડ ગોળીઓ મારવાનો VIDEO:પાર્કિંગ વિવાદમાં હુમલાખોરે 15 રાઉન્ડ ફાયરિંગ કર્યું, બચાવવા આવેલી મહિલાને કહ્યું- દિવાળી મુબારક વિધવા
    Next Article
    અમરેલીમાં 15 નવેમ્બરે જનજાતિય ગૌરવ દિવસ ઉજવાશે:બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે શાંતાબા મેડિકલ કોલેજમાં વિવિધ કાર્યક્રમો યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment