Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અર્બુદા માતાજીની અખંડ જ્યોત રથયાત્રા પાટણ પહોંચી:21-23 ઓગસ્ટે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, આંજણા કેળવણી મંડળ દ્વારા આયોજન

    2 days ago

    પાટણના આદર્શ વિદ્યાસંકુલ ખાતે અખિલ આંજણા કેળવણી મંડળ દ્વારા આયોજિત અર્બુદા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આબુ અધરદેવીથી પ્રસ્થાન થયેલી અખંડ જ્યોત રથયાત્રા વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ પૂર્ણ કરી પાટણ આવી પહોંચી હતી. અહીં તેનું સામૈયા અને આરતી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અર્બુદા માતાજીના મૂળ ધામ આબુ અધરદેવી ખાતેથી 12 ઓગસ્ટના રોજ પ્રગટાવવામાં આવેલી આ અખંડ જ્યોત રથયાત્રા વિવિધ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પરિભ્રમણ કરીને 14 ઓગસ્ટના રોજ પાટણના આદર્શ વિદ્યાસંકુલ ખાતે આવી પહોંચી હતી. રથ પાટણ પહોંચતા સમાજની દીકરીઓ દ્વારા સામૈયું કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને પૂર્વ મહામંત્રી કે. સી. પટેલે રથ ખેંચી માતાજીની જ્યોતની આરતી ઉતારી હતી, જેમાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. બટુકબાપુના માર્ગદર્શન હેઠળ આયોજિત આ અભિયાનનો મુખ્ય હેતુ સમાજમાં એકતા, શિક્ષણ અને સંસ્કૃતિનો પ્રસાર કરવાનો છે. આદર્શ વિદ્યાસંકુલ ખાતે નિર્માણ પામેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિક્રમ સંવત 2082ના શ્રાવણ સુદ-9 થી 11 એટલે કે 21 થી 23 ઓગસ્ટ દરમિયાન કર્મકાંડ આચાર્ય અજયકુમાર બી. જોશીના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રોક્ત વિધિઓ સંપન્ન થશે. મહોત્સવના કાર્યક્રમ અનુસાર, 21 ઓગસ્ટના રોજ કરમકુટીર, પ્રાયશ્ચિત વિધાન અને અગ્નિ સ્થાપના વિધિ યોજાશે. 22 ઓગસ્ટના રોજ સવારે પ્રાતઃ પૂજન બાદ નગર શોભાયાત્રા, શોધન હોમ અને સાંજે સાયં આરતી યોજાશે. મહોત્સવના અંતિમ દિવસે 23 ઓગસ્ટના રોજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, ઉત્તર પૂજન અને મહા આહુતિ સાથે પૂર્ણાહુતિ કરવામાં આવશે. આ દિવ્યજ્યોત સાથે સમાજ દ્વારા કેટલાક સંકલ્પો લેવામાં આવ્યા છે, જેમાં દરેક હૃદયમાં ભક્તિ, દરેક હાથમાં સેવા, દરેક ઘરમાં શિક્ષણ, દરેક પેઢીમાં સંસ્કૃતિ અને સમગ્ર સમાજમાં એકતાનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    80મા સ્વાતંત્ર્ય પર્વે મોરબી રોશનીથી ઝળહળી ઉઠ્યું:સરકારી કચેરીઓ, ભવનો રંગબેરંગી લાઈટિંગથી શણગારાયા, દેશભક્તિનો માહોલ
    Next Article
    ROB બ્રિજની દુર્દશા, રસ્તા પર ખાડા મુદ્દે ધારાસભ્યો આક્રમક:કલેકટરે તપાસના આદેશ આપ્યા, અનાજ ચોરી અને જળસંચયની ગુણવત્તા પર સંકલન સમિતિની બેઠકમાં સવાલો ઉઠાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment