Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ROB બ્રિજની દુર્દશા, રસ્તા પર ખાડા મુદ્દે ધારાસભ્યો આક્રમક:કલેકટરે તપાસના આદેશ આપ્યા, અનાજ ચોરી અને જળસંચયની ગુણવત્તા પર સંકલન સમિતિની બેઠકમાં સવાલો ઉઠાવ્યા

    1 day ago

    સુરત જિલ્લા કલેકટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત ધારાસભ્યોએ પ્રજાલક્ષી સમસ્યાઓનો પટારો ખોલ્યો હતો. ધારાસભ્ય વિનુભાઈ મોરડીયાએ અંજની ઈન્ડસ્ટ્રીઝ પાસેના ખખડધજ ROB બ્રિજ, નવા બનેલા રોડ પર પડેલા ખાડા અને કતારગામમાં સસ્તા અનાજની દુકાનોમાં ચાલતી ગેરરીતિ અંગે રજૂઆત કરી હતી. જ્યારે ધારાસભ્ય અરવિંદ રાણાએ ગ્રાન્ટમાંથી બનેલા જળસંચય સ્ટ્રક્ચર્સના ઉદ્દેશ્ય અને ગુણવત્તા પર સવાલ ઉઠાવી થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શનની માંગ કરી હતી તેમજ ધારાસભ્ય મનુભાઈ પટેલે પ્રોપર્ટી કાર્ડની કામગીરી ઝડપી બનાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. એજન્સીને નોટિસ આપવા કલેકટરનો આદેશ ધારાસભ્ય વિનુભાઈ મોરડીયાએ અમરોલીથી નેશનલ હાઇવે-8 તરફ જતા અંજની ઈન્ડસ્ટ્રીઝ પાસે બનેલા બ્રિજની જર્જરિત હાલત બાબતે રજૂઆત કરી હતી. કલેકટરે તુરંત પાલિકાના અધિકારીઓને એમ-પેનલ દ્વારા બ્રિજનું તાત્કાલિક ઈન્સ્પેક્શન કરાવવા આદેશ આપ્યો હતો. આ ઉપરાંત, રાજ હોટલથી રંગોલી ચોકડી સુધીના નવા માર્ગ પર મોટા ખાડા પડી જવા અંગે માર્ગ અને મકાન વિભાગને જવાબદાર એજન્સી વિરુદ્ધ તાત્કાલિક નોટિસ ફટકારવા કડક સૂચના આપી હતી. સસ્તા અનાજના કટકીબાજો પર તવાઈ વિનુભાઈ મોરડીયાએ કતારગામ વિસ્તારમાં સસ્તા અનાજના અમુક દુકાનદારો દ્વારા ગ્રાહકોને ઓછું અનાજ આપવા અને દુકાન બહાર જરૂરી માહિતી બોર્ડ ન લગાવવાની ગંભીર ફરિયાદ કરી હતી. તેમણે આવા સંચાલકો સામે કડક ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જેને પગલે કલેકટરે જિલ્લા પુરવઠા અધિકારીને આ મામલે સ્થળ તપાસ કરી કસૂરવારો સામે સત્વરે કડક પગલાં ભરવા સ્પષ્ટ આદેશ આપ્યો હતો. જળસંચય સ્ટ્રક્ચર્સ, પ્રોપર્ટી કાર્ડની પારદર્શિતા પર ભાર ધારાસભ્ય અરવિંદ રાણાએ પોતાની ગ્રાન્ટમાંથી બનેલા જળસંચય સ્ટ્રક્ચરોમાં પાણી જમીનમાં ઉતરવાનો મૂળ ઉદ્દેશ પૂરો ન થતો હોવાથી થર્ડ પાર્ટી તપાસની માંગણી મૂકી હતી. તેની સાથે ધારાસભ્ય મનુભાઈ પટેલે સામાન્ય નાગરિકો માટે મહત્વપૂર્ણ એવા પ્રોપર્ટી કાર્ડ બનાવવાની ધીમી ગતિની કામગીરીને વેગ આપવા રજૂઆત કરી હતી. કલેકટરે લોકપ્રતિનિધિઓના તમામ પ્રશ્નોને ગંભીરતાથી લઈ સંબંધિત વિભાગોને ઉકેલ લાવવા તાકીદ કરી હતી. પેન્શન, નાગરિક અધિકારપત્રના કેસ ઝડપથી ઉકેલવા નિર્દેશ બેઠકના બીજા તબક્કામાં નાગરિક અધિકારપત્રના પેન્ડિંગ પ્રશ્નો, બાકી પેન્શન કેસો અને એ.જી.ના પારાઓના ઝડપી નિકાલ માટે જે તે વિભાગોને સૂચના અપાઈ હતી. આ બેઠકમાં સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર પ્રકાશ મીના, જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા, નિવાસી અધિક કલેકટર વિજય રબારી, સંયુક્ત માહિતી નિયામક અરવિંદ મંછાર તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અર્બુદા માતાજીની અખંડ જ્યોત રથયાત્રા પાટણ પહોંચી:21-23 ઓગસ્ટે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, આંજણા કેળવણી મંડળ દ્વારા આયોજન
    Next Article
    અર્બુદા માતાજીની અખંડ જ્યોત રથયાત્રા પાટણ પહોંચી:અખિલ આંજણા કેળવણી મંડળ 21 થી 23 ઓગસ્ટે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment