Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં મિલેટ એક્ષ્પો બનશે આરોગ્યનો મહોત્સવ:21-22 માર્ચ દરમિયાન હવેલી વાડીમાં 50 સ્ટોલ્સ પર પીરસાશે પૌષ્ટિક વાનગીઓનો ખજાનો

    15 hours ago

    આજના આધુનિક યુગમાં વિસરાતા જતા પૌષ્ટિક આહારને ફરી લોકોની થાળી સુધી પહોંચાડવા માટે જૂનાગઢ તૈયાર છે. રાજ્ય સરકાર અને વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આગામી 21 અને 22 માર્ચના રોજ શહેરના સરદાર બાગ સ્થિત ઝાંસીની રાણી સર્કલ પાસે આવેલી હવેલી વાડીના ગ્રાઉન્ડમાં ભવ્ય 'મિલેટ એક્ષ્પો'નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ષ્પો માત્ર પ્રદર્શન નહીં, પરંતુ આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવનારો એક ઉત્સવ બની રહેશે. તૈયારીઓની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક આ મિલેટ એક્ષ્પોના સુચારું આયોજન માટે મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારના અધ્યક્ષ સ્થાને એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં એક્ષ્પોની વ્યવસ્થા, સ્ટોલ્સનું વિતરણ અને લોકો સુધી આ માહિતી પહોંચાડવા સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં ડેપ્યુટી કમિશનર ડી.જે. જાડેજા, જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટ, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર દિપક રાઠોડ અને પ્રોગ્રામ ઓફિસર ચેતન સોજીત્રા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાણી-પીણી અને કલાનો સંગમ બે દિવસીય આ મેળામાં કુલ 50 જેટલા સ્ટોલ્સ રાખવામાં આવશે. અહીં મુલાકાતીઓને બાજરી, જુવાર, રાગી અને કાંગ જેવા જાડા ધાન્યમાંથી બનતી 'રેડી ટુ ઇટ' પ્રોડક્ટ્સ અને લાઈવ ફૂડ આઈટમ્સ માણવા મળશે. આ ઉપરાંત, સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલી હસ્તકલાની વસ્તુઓનું પણ પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ., આયુર્વેદ અને કૃષિ યુનિવર્સિટી જેવા વિભાગો પણ જોડાશે. તંદુરસ્ત જીવનનો સંકલ્પ આંતરરાષ્ટ્રીય મિલેટ યર-2023 અને મિલેટ ડેવલપમેન્ટ યોજનાના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યની 17 મહાનગરપાલિકાઓમાં આવા એક્ષ્પો યોજાઈ રહ્યા છે, જેનો મુખ્ય હેતુ લોકોને કુદરતી ખેતી અને પૌષ્ટિક આહાર તરફ વાળવાનો છે. જૂનાગઢના નાગરિકો માટે આ એક સુવર્ણ તક છે જ્યાં તેઓ સ્વાદની સાથે સ્વાસ્થ્યનો મંત્ર પણ મેળવી શકશે.
    Click here to Read More
    Previous Article
    ‘શ્રી કમલમ’ ખાતે બેઠકોનો ધમધમાટ:કમલમ ખાતે સંગઠનાત્મક આયોજન અને રણનીતિ ઘડવા દિગ્ગજ નેતાઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
    Next Article
    જૂનાગઢમાં 45 નવા યોગ ટ્રેનરો તૈયાર:ગાંધીગ્રામ સ્પોર્ટ્સ સંકુલમાં પરીક્ષા યોજાઈ, હવે ઘરે-ઘરે જઈને લોકોને યોગનું મહત્વ સમજાવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment