Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘શ્રી કમલમ’ ખાતે બેઠકોનો ધમધમાટ:કમલમ ખાતે સંગઠનાત્મક આયોજન અને રણનીતિ ઘડવા દિગ્ગજ નેતાઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

    16 hours ago

    ગાંધીનગરના કોબા સ્થિત ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ગરમાવો જોવા મળ્યો હતો. પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપે પાયાના સ્તરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ અને માર્ગદર્શન આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં પ્રદેશ મહામંત્રીઓ, વિવિધ મોરચાના પ્રદેશ પ્રમુખો તેમજ પ્રભારીઓએ હાજરી આપી હતી. આ ઉપરાંત, પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિના સભ્યોએ પણ મંથન કર્યું હતું. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી પહેલા સંગઠનને વધુ મજબૂત બનાવવાનો અને કાર્યકરોને યોગ્ય દિશા-નિર્દેશ આપવાનો હતો. તમામ પાંખના વડાઓ સાથે આગામી દિવસોના કાર્યક્રમો અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો. સંગઠનાત્મક આયોજન પર ભાર બેઠક દરમિયાન આગામી ચૂંટણી જીતવા માટેના સંગઠનાત્મક આયોજન અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. દરેક સ્તરે જવાબદારીઓની સોંપણી અને જનસંપર્ક અભિયાનને વેગ આપવા પર ભાર મુકાયો હતો. ભાજપે 01 પણ કચાસ ન રહે તે રીતે પાયાના કાર્યકરો સુધી પહોંચવાની રણનીતિ તૈયાર કરી છે. આ બેઠક આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપના વિજય રથને આગળ ધપાવવા માટે નિર્ણાયક સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    'સુરત ક્રાઇમ કેપિટલ બની રહ્યું છે':બે વર્ષમાં 3146 કિલો ડ્રગ્સ ઝડપાતા AAP નેતા પાયલ સાકરીયાનો સરકારને સવાલ, આંદોલનની આપી ચીમકી
    Next Article
    જૂનાગઢમાં મિલેટ એક્ષ્પો બનશે આરોગ્યનો મહોત્સવ:21-22 માર્ચ દરમિયાન હવેલી વાડીમાં 50 સ્ટોલ્સ પર પીરસાશે પૌષ્ટિક વાનગીઓનો ખજાનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment