Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણ હવામહેલ ખાતે બે દિવસીય મિલેટ્સ મહોત્સવ:21-22 માર્ચે આયોજન, 30 હજાર મુલાકાતીઓ અપેક્ષિત

    20 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના ઐતિહાસિક વઢવાણ હવામહેલ ખાતે 21 અને 22 માર્ચના રોજ બે દિવસીય 'મિલેટ્સ મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના સુચારુ સંચાલન અને પૂર્વતૈયારીઓ માટે મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકા સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કમિશનરે કાર્યક્રમની રૂપરેખા અને વ્યવસ્થા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ મહોત્સવ માત્ર એક પ્રદર્શન ન બની રહેતા, સામાન્ય નાગરિકોના દૈનિક આહારમાં પૌષ્ટિક ધાન્યના વપરાશને પ્રોત્સાહન આપવાનું માધ્યમ બનવો જોઈએ. મહોત્સવનો મુખ્ય હેતુ 'ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ'ની સાતત્યતા જાળવી ખેડૂતોને જાડા ધાન (મિલેટ) અંગે વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડવાનો છે. આ ઉપરાંત, પ્રાકૃતિક ખેતીને વેગ આપી મિલેટ્સના મૂલ્યવર્ધન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચવાયું હતું. આ મહોત્સવમાં અંદાજે 25,000 થી 30,000 જેટલા મુલાકાતીઓ ઉમટી પડે તેવી શક્યતા છે. આને ધ્યાનમાં રાખીને કમિશનરે હવામહેલ ખાતે જરૂરી તમામ માળખાકીય સુવિધાઓ, સુરક્ષા અને બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. મેળામાં બાજરી, જુવાર, રાગી અને કાંગ જેવા વિવિધ મિલેટ્સમાંથી બનતી પૌષ્ટિક વાનગીઓના સ્ટોલ્સ સાથે સ્થાનિક ખેડૂતો અને મહિલા સંચાલિત સ્વસહાય જૂથો (SHGs) દ્વારા તૈયાર કરાયેલી મિલેટ્સ આધારિત પ્રોડક્ટ્સનું પ્રદર્શન અને વેચાણ પણ કરવામાં આવશે. મહોત્સવ દરમિયાન પ્રાકૃતિક કૃષિ, મિલેટ આધારિત 'રેડી ટુ ઈટ' વાનગીઓ, લાઈવ ફૂડ આઈટમ્સ અને હસ્તકલા સહિત જુદાજુદા 20 જેટલા વિશેષ સ્ટોલ્સ ઊભા કરાશે. આ ઉપરાંત, સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધો સેતુ સ્થાપિત કરશે. આ મહોત્સવ થકી આજની ભાગદોડભરી જીવનશૈલીમાં ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા ગંભીર રોગો સામે રક્ષણ મેળવવા માટે મિલેટ્સ અત્યંત ઉપયોગી છે, તેવો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનું આયોજન છે. સમીક્ષા બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમકુમાર મકવાણા, જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી જી.ડી. શિરોયા, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) એસ. એ. સિણોજીયા સહિત સમિતિના સંબંધિત વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં 16 પોલીસકર્મીઓની બદલી:જિલ્લા પોલીસવડાએ વહીવટી અનુકૂળતા માટે બદલીનો આદેશ કર્યો
    Next Article
    ઈરાન યુદ્ધની અસરથી દમણમાં પ્લાસ્ટિક થેલી, પેકેજ્ડ વોટરના ભાવ વધ્યા:પેટી ઉપર રૂ.20નો વધારો થતાં વેપારીઓને નફામાં નુક્શાની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment