Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મણિનગર કુમકુમ મંદિરમાં કેરીનો ભવ્ય મનોરથ યોજાયો:21 મેંગો આઇટમ્સનો અન્નકૂટ, 200 વર્ષ જૂની પરંપરા જીવંત થઈ

    12 hours ago

    અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે ભગવાન સમક્ષ ભવ્ય 'કેરીનો મનોરથ' યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સમક્ષ ૨૧ પ્રકારની અવનવી કેરીની વાનગીઓ તૈયાર કરીને આકર્ષક અન્નકૂટ ધરાવાયો હતો. હજારો ભક્તોએ આ દર્શનનો લાભ લીધો હતો. આ મનોરથના શુભ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, ભગવાનને કેરી ધરાવવાની આ પરંપરા ૨૦૦ વર્ષ જૂની છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા અને વડતાલમાં બિરાજમાન હતા ત્યારે દેશ-વિદેશના ભક્તો તેમના માટે ઉત્તમ કેરીઓ મોકલતા હતા. ભગવાન તે કેરીઓનો રસ કરાવીને સંતો અને હરિભક્તોને પીરસીને પ્રસન્ન કરતા હતા. આજે કુમકુમ મંદિરમાં તે દિવ્ય સ્મૃતિઓ તાજી થઈ છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ કેરીના માધ્યમથી માનવ જીવનને સુધારવાનો સંદેશ આપતાં ઉમેર્યું હતું કે, જેમ કાચી કેરી તુરી કે કડવી હોય છે અને પાકતાં મીઠી બને છે, તેમ માણસના જીવનમાં પણ શરૂઆતમાં ક્રોધ, અહંકાર કે કડવાશ હોઈ શકે છે. પરંતુ, ભગવાનનો આશરો લેવાથી, સત્સંગ કરવાથી અને સંતોના સમાગમમાં આવવાથી જીવનની કડવાશ દૂર થાય છે. સત્સંગરૂપી ગરમાવો મળતાં જ માણસ પાકી કેરી જેવો મધુર બને છે અને તેના જીવનમાં દયા, નમ્રતા અને પ્રેમ જેવા સદ્ગુણોની મીઠાશ ભરાય છે. આ મનોરથને સફળ બનાવવા માટે મંદિરના સંતો અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. અન્નકૂટના દર્શન પૂર્ણ થયા બાદ તમામ હરિભક્તોને કેરીની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સુજલામ સુફલામ જળ અભિયાન 2.0ની પોલ ખૂલી:મુદ્દત વધારવા છતાં 46.64% કામગીરી અધૂરી, મોરબીમાં સૌથી નબળું કામ, રાજકોટ-અરવલ્લીમાં પણ ધીમી ગતિ
    Next Article
    વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનો પ્રારંભ:હર્ષ સંઘવીએ કહ્યું, ગુજરાત સરકાર તમારા સાથી તરીકે કામ કરે છે, મધ્ય ગુજરાતને ગ્લોબલ હબ બનાવવા મહામંથન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment