Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનો પ્રારંભ:હર્ષ સંઘવીએ કહ્યું, ગુજરાત સરકાર તમારા સાથી તરીકે કામ કરે છે, મધ્ય ગુજરાતને ગ્લોબલ હબ બનાવવા મહામંથન

    11 hours ago

    વડોદરાના GSFC યુનિવર્સિટી ખાતે બે દિવસીય-વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનો આરંભ થયો હતો. કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ સમિટનો પ્રારંભ થયો હતો. GSFC યુનિવર્સિટીમાં આયોજિત આ સમિટમાં વિવિધ ઉદ્યોગોના અગ્રણીઓ વિવિધ સેમિનારમાં જોડાશે. મધ્ય ગુજરાતના ઔદ્યોગિક, આર્થિક અને તકનીકી વિકાસને વેગ આપવા માટે એક વૈશ્વિક મંચ તૈયાર કરવામાં આવ્યો છે. આ બે દિવસીય આયોજનમાં વિવિધ ક્ષેત્રના 151 દેશ-વિદેશના વિષય નિષ્ણાતો, નીતિ નિર્ધારકો, કેબિનેટ મંત્રીઓ, વરિષ્ઠ આઈએએસ (IAS) અધિકારીઓ અને અગ્રણી ઉદ્યોગપતિઓ એકઠા થઈને 19 વિવિધ સેમિનારોમાં ગહન મંથન કરશે. આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ સરકાર કોઈ મુખ્યંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રી જેવા વ્યવહારથી કામ નથી કરતી. આ સરકાર તમારા સાથી તરીકે કામ કરી રહી છે. મુખ્યમંત્રી હંમેશા પ્રેરણા આપે છે. કોઈ પણ પોલિસી લાવવામાં આવે તો નાના ઉદ્યોગપતિ પણ મુખ્યમંત્રીને મળીને નાનું સજેશન આપે તો પણ અમારી સરકારી એ વિચારીને કામ નથી કરતી કે અમે જે લાવ્યા એ જ સાચું છે. પરંતુ અમે એ વિચારીને કામ કરીએ છીએ કે તમારા નવા વિચારો સાથે કેવી રીતે નવું કામ કરી શકીએ. અમે તમારી સાથે ઉભા રહીને તમારા સાથી બનીને તમને રેડ કાર્પેટની જેમ ઈન્ડસ્ટ્રીઝ માટે તમારી સાથે છીએ. AI, ગ્રીન એનર્જી સહિતના વિષયો પર ચર્ચા આ સમિટ દરમિયાન ભવિષ્યની ટેક્નોલોજી અને પરંપરાગત ક્ષેત્રોના આધુનિકીકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પરિષદમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, ક્વોન્ટમ ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ગ્રીન એનર્જી, સ્પેશિયાલિટી કેમિકલ્સ, અને ઇન્ડસ્ટ્રી 4.0 જેવા અત્યાધુનિક વિષયો પર વિસ્તૃત ચર્ચાઓ હાથ ધરાશે. ઉપરાંત પ્રાદેશિક સ્તરે રોજગારી વધારવા અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વિશેષ પેનલ ડિસ્કશન ગોઠવવામાં આવ્યા છે. ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વડાઓ આગામી દાયકાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને માનવ સંસાધનને સજ્જ કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડશે. આ ચર્ચાઓથી સ્થાનિક સ્તરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત રોજગારીની નવી તકોનું સર્જન થશે. મંત્રીની ઉપસ્થિતિમાં CEO રાઉન્ડ ટેબલ બેઠક આઇટી અને બાયોટેક્નોલોજી જેવા ઉભરતા ક્ષેત્રોમાં ગુજરાતને ગ્લોબલ હબ બનાવવાની નેમ સાથે આઇબીએમ ઇન્ડિયા, ઇસરો અને આઇઆઇટી ગાંધીનગર જેવા પ્રતિષ્ઠિત સંસ્થાનોના નિષ્ણાતો પોતાના વિચારો રજૂ કરશે. બાયોટેક્નોલોજી સેક્ટરમાં સેન્ટ્રલ ગુજરાતને વૈશ્વિક સ્તરે સ્થાપિત કરવા માટે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં સીઈઓ રાઉન્ડ ટેબલ બેઠક યોજાશે. બીજી તરફ, સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે મજબૂત લોજિસ્ટિક્સ ઈકોસિસ્ટમ તૈયાર કરવા સિંગાપોર અને બેલ્જિયમના વૈશ્વિક પ્રતિનિધિઓ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરનું આદાન-પ્રદાન થશે. જેનાથી રાજ્યમાં વિદેશી મૂડીરોકાણ વધવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    મણિનગર કુમકુમ મંદિરમાં કેરીનો ભવ્ય મનોરથ યોજાયો:21 મેંગો આઇટમ્સનો અન્નકૂટ, 200 વર્ષ જૂની પરંપરા જીવંત થઈ
    Next Article
    CBSE Class 10 Second Board Result 2026 Live Updates: Results by June end at cbseresults.nic.in

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment