Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુજલામ સુફલામ જળ અભિયાન 2.0ની પોલ ખૂલી:મુદ્દત વધારવા છતાં 46.64% કામગીરી અધૂરી, મોરબીમાં સૌથી નબળું કામ, રાજકોટ-અરવલ્લીમાં પણ ધીમી ગતિ

    13 hours ago

    ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ થાય, ભૂગર્ભ જળસ્તરમાં વધારો થાય, જળાશયોની સંગ્રહ ક્ષમતા વધે અને ખેતી-સિંચાઈને વેગ મળે તે હેતુથી રાજ્ય સરકારે ફેબ્રુઆરીથી મે-2026 દરમિયાન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 શરૂ કર્યું હતું. બાદમાં સરકારે અભિયાનની મુદત 15 જૂન સુધી લંબાવી હતી. જોકે મુદત વધારવા છતાં રાજ્યભરમાં મંજૂર કરાયેલા તમામ કામો પૂર્ણ થઈ શક્યા નથી અને અભિયાનના દાવાઓ સામે સરકારી આંકડાઓ જ સવાલો ઉભા કરી રહ્યા છે. 19,064માંથી 5,749 કામો હજુ બાકી રાજ્યના માસ્ટર પ્લાન મુજબ કુલ 19,064 કામો મંજૂર કરવામાં આવ્યા હતા. તેમાંથી 13,315 કામો પૂર્ણ થયા છે, જ્યારે 5,749 કામો હજુ બાકી છે. એટલે કે કુલ મંજૂર થયેલા કામોની સરખામણીએ 46.64 ટકા કામગીરી પૂર્ણ થઈ નથી, જેના કારણે ચોમાસા પૂર્વે જળસંગ્રહ માટે હાથ ધરાયેલા અભિયાનની અસરકારકતા અંગે પ્રશ્નો ઊભા થયા છે. મોરબી જિલ્લામાં સૌથી નબળી કામગીરી જિલ્લાવાર કામગીરીમાં અનેક જિલ્લાઓમાં સંતોષકારક પ્રગતિ જોવા મળી નથી. મોરબી જિલ્લામાં સૌથી નબળી કામગીરી નોંધાઈ છે, જ્યાં માત્ર 1.86 ટકા કામ પૂર્ણ થતાં તંત્રની બેદરકારી ખુલ્લી પડી છે. અરવલ્લીમાં 352 કામ પૈકી માત્ર 9.66 ટકા કામગીરી થઈ છે, જ્યારે રાજકોટમાં 541 કામો સામે માત્ર 139 કામ પૂર્ણ થતાં કામગીરીનો દર 14.05 ટકા રહ્યો છે. મહીસાગર, કચ્છ, પાટણ, અમરેલી સહિતના જિલ્લાઓમાં પણ કામગીરી ધીમી રહી છે. આણંદ જિલ્લામાં સૌથી સારૂ કામગીરી બીજી તરફ કેટલાક જિલ્લાઓએ અભિયાનમાં નોંધપાત્ર કામગીરી કરી છે. આણંદ જિલ્લામાં 1,266માંથી 1,251 કામ પૂર્ણ થતાં 98.82 ટકા કામગીરી સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ખેડા જિલ્લામાં 741માંથી 694 કામ પૂર્ણ થતાં બીજા ક્રમે, જ્યારે સાબરકાંઠામાં 1,549માંથી 1,420 કામ પૂર્ણ થતાં 91.67 ટકા કામગીરી સાથે ત્રીજા ક્રમે સ્થાન મળ્યું છે. ગાંધીનગર, બનાસકાંઠા, નર્મદા, પોરબંદર અને સુરત જેવા જિલ્લાઓમાં પણ કામગીરીનો દર ઊંચો રહ્યો છે. ભૂગર્ભ જળસ્તરમાં સુધારો કેમ આવશે? રાજ્ય સરકારના આ અભિયાનનો હેતુ નદીઓ, તળાવો, ચેકડેમ, કેનાલો અને અન્ય જળાશયોમાંથી ગાદ દૂર કરવી, ઊંડાણ વધારવું, જળસંગ્રહ ક્ષમતા વધારવી, વરસાદી પાણીનો વધુમાં વધુ ઉપયોગ કરવો અને ભૂગર્ભ જળસ્તરમાં સુધારો લાવવાનો હતો. પરંતુ ચોમાસા શરૂ થઈ ચૂક્યા હોવા છતાં રાજ્યમાં હજારો કામો અધૂરા રહેતા હવે અભિયાનના અમલીકરણ અને દેખરેખ સામે અનેક સવાલો ઊભા થયા છે.
    Click here to Read More
    Previous Article
    ભગવાન જગન્નાથનો જળાભિષેક પૂર્ણ, થોડીવારમાં ગજવેજના દર્શન થશે:સાંજે 4 વાગ્યે ભગવાન વાજતે-ગાજતે પોતાના સરસપુર મોસાળમાં જશે, 15 દિવસ સુધી ત્યાં જ રોકાશે
    Next Article
    મણિનગર કુમકુમ મંદિરમાં કેરીનો ભવ્ય મનોરથ યોજાયો:21 મેંગો આઇટમ્સનો અન્નકૂટ, 200 વર્ષ જૂની પરંપરા જીવંત થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment