Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાનમાં સ્કૂલની છત ધરાશાયી થતાં 21નાં મોત:20 બાળકો અને મહિલા ટીચરનો જીવ ગયો, 40થી વધુ ઘાયલ

    8 hours ago

    પાકિસ્તાનના પેશાવરમાં ગુરુવારે એક પ્રાઈવેટ સ્કૂલની છત ધરાશાયી થતાં 21 લોકોનાં મોત થયા છે. તેમાં 20 વિદ્યાર્થીઓ અને એક મહિલા ટીચર સામેલ છે. તમામ બાળકોની ઉંમર 13 વર્ષ અથવા તેનાથી ઓછી છે. આ અકસ્માત દીર કોલોની વિસ્તારમાં થયો હતો. તેમાં 40થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. તેમની સારવાર માટે હોસ્પિટલમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. દુર્ઘટના બાદના 3 ફોટા છેલ્લા 6 મહિનામાં સ્કૂલો ધરાશાયી થવાની 4 મોટી દુર્ઘટનાઓ પાકિસ્તાનમાં છત અને ઇમારતો ધરાશાયી થવાની ઘટનાઓ ઘણીવાર બને છે. તેનું સૌથી મોટું કારણ સુરક્ષા ધોરણોની અવગણના કરવી અને બાંધકામમાં હલકી ગુણવત્તાવાળી સામગ્રીનો ઉપયોગ કરવો છે. ઉમરકોટ- જુલાઈમાં એક સરકારી સ્કૂલની બહારની દીવાલ ધરાશાયી થતાં 3 બાળકીઓનાં મોત થયા હતા. લાહોર- જુલાઈમાં જ બાગબાનપુરા વિસ્તારમાં નિર્માણાધીન ખાનગી સ્કૂલોની છત ધરાશાયી થતાં એક બાળકનું મોત થયું હતું. લાહોર- જૂનમાં કહના વિસ્તારમાં એક ટ્યુશન સેન્ટરની છત ધરાશાયી થતાં 14 બાળકોનાં મોત થયા હતા. ડેરા ગાઝી ખાન- મે મહિનામાં સ્કૂલની છત ધરાશાયી થઈ હતી. તેમાં ચાર બાળકોનાં મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા. વધુ અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    'રામાયણ'ના પ્રોમોમાં રામને ભગવાન નહીં, માણસ ગણાવાયા!:નવો ઇન્ટરનેશનલ પ્રોમો વાયરલ, દેવરાજ ઇન્દ્ર અને રાવણના યુદ્ધની ઝલક; આજે બીજું ટ્રેલર રિલીઝ થશે
    Next Article
    ભાવનગર ક્રાઇમ બ્રાન્ચે દારૂની 422 બોટલ જપ્ત કરી:ઘોઘારોડ લાખાજીનગરમાં મકાનમાં દરોડો પાડ્યો; ₹72,066 મુદ્દામાલ કબજે કર્યો;ફરાર આરોપી સામે પ્રોહિબિશનનો ગુનો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment