Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર ક્રાઇમ બ્રાન્ચે દારૂની 422 બોટલ જપ્ત કરી:ઘોઘારોડ લાખાજીનગરમાં મકાનમાં દરોડો પાડ્યો; ₹72,066 મુદ્દામાલ કબજે કર્યો;ફરાર આરોપી સામે પ્રોહિબિશનનો ગુનો

    9 hours ago

    ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુપ્ત બાતમીના આધારે ઘોઘારોડ વિસ્તારમાં આવેલા લાખાજીનગરમાં એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે મકાનની તલાશી લેતા વિદેશી દારૂની નાની-મોટી કુલ 422 બોટલો મળી આવી હતી, જેની કુલ અંદાજિત કિંમત ₹72,066 થવા જાય છે. બાતમીના આધારે મકાનમાં સઘન તપાસ કરાઈ મળતી માહિતી મુજબ, ભાવનગર એલસીબીની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન અજય ઉર્ફે પીટર મકવાણા પોતાના ઘોઘારોડ ખાતેના મકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો રાખીને વેચાણ કરતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મકાનમાં રૂમની અંદર તપાસ કરતા સેટીની બાજુમાં મૂકેલા કોથળામાંથી અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી. રેઇડ દરમિયાન આરોપી સ્થળ પર ન મળ્યો પોલીસની આ દરોડાની કામગીરી દરમિયાન બુટલેગર અજય ઉર્ફે પીટર મકવાણા સ્થળ પર મળી આવ્યો ન હતો. આથી પોલીસે સ્થળ પરથી મળી આવેલો ₹72,066 ની કિંમતનો તમામ દારૂનો જથ્થો સત્તાવાર રીતે કબ્જે કરીને આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી હતી. ઘોઘારોડ પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો દાખલ આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્થળ પરથી ફરાર થઈ ગયેલા આરોપી વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. પોલીસે દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં તપાસ ચલાવીને નાસતા-ફરતા આરોપીને પકડી પાડવા ચક્રગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાનમાં સ્કૂલની છત ધરાશાયી થતાં 21નાં મોત:20 બાળકો અને મહિલા ટીચરનો જીવ ગયો, 40થી વધુ ઘાયલ
    Next Article
    'કોઈ લઘુમતી સમાજના હોય તો બહાર નીકળી જજો':અમદાવાદમાં આદિત્ય ગઢવીના ગરબામાં સ્ટેજ પરથી જાહેરાત સાથે VHPના હેલ્પલાઈન નંબર જાહેર; સંઘવીએ કહ્યું-પોલીસનો આભાર માનજો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment