Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'રામાયણ'ના પ્રોમોમાં રામને ભગવાન નહીં, માણસ ગણાવાયા!:નવો ઇન્ટરનેશનલ પ્રોમો વાયરલ, દેવરાજ ઇન્દ્ર અને રાવણના યુદ્ધની ઝલક; આજે બીજું ટ્રેલર રિલીઝ થશે

    7 hours ago

    રણબીર કપૂર અને યશ સ્ટારર ફિલ્મ 'રામાયણ'નું આજે 15 ઓક્ટોબરથી સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય પ્રમોશન શરૂ કરવામાં આવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે 'રામાયણઃ ધ રાઇઝ ઓફ અ લેજન્ડ' ટાઇટલ સાથે રિલીઝ થનારી આ ફિલ્મનો વિદેશમાં લાંબો ટીવી સ્પોટ રિલીઝ કરવામાં આવ્યો. મેકર્સ આજે આ ફિલ્મનું બીજું ટ્રેલર બેંગલુરુમાં એક ભવ્ય કાર્યક્રમ યોજીને રિલીઝ કરશે. દેવરાજ ઇન્દ્રની પહેલી ઝલક બુધવારે રિલીઝ થયેલા ટીવી સ્પોટમાં દેવરાજ ઇન્દ્રના રૂપમાં કુણાલ કપૂરની પહેલી ઝલક જોવા મળે છે. તે રાવણ સામે ટકરાય છે, તે દરમિયાન રાવણ તેમનો દિવ્ય એરાવત (હાથી)ને જમીન પર પટકે છે. વાયરલ વીડિયોમાં કહેવામાં આવે છે કે, એવા સમયમાં જ્યારે મનુષ્યો દેવો વચ્ચે રહેતા હતા, ત્યારે અંધકારમાંથી એક અધર્મનો ઉદય થયો. ઇન્દ્ર અને રાવણનું યુદ્ધ ત્યારબાદ ઇન્દ્ર અને રાવણ વચ્ચે યુદ્ધ દર્શાવવામાં આવે છે, જેમાં રાવણ એરાવતને જમીન પર પટકતા કહે છે કે, 'મારી સમક્ષ દરેક મસ્તક નમશે.' આ દરમિયાન વોઇસ ઓવર સંભળાય છે કે, 'માનવતા પાસે એક જ આશા હતી. કોઈ દેવ નહીં, પણ એક માનવ- રામ.' 'હું નહીં રોકું તો આખી દુનિયાનો વિનાશ થશે' ત્યારબાદ એન્ટ્રી થાય છે રણબીર કપૂર એટલે કે ભગવાન રામની. તેઓ કહે છે, 'જો હું તેને નહીં રોકું, તો આખી દુનિયાનો વિનાશ થઈ જશે.' વીડિયોના અંતમાં વોઇસ ઓવર સંભળાય છે કે, 'આ તો માત્ર શરૂઆત છે. રામાયણઃ રાઇઝ ઓફ અ લેજન્ડ.' નોંધનીય છે કે, મેકર્સે અગાઉ ફિલ્મના પ્રમોશન માટે લોસ એન્જલસમાં કાર્યક્રમો યોજ્યા હતા. જોકે, સોની પિક્ચર્સ ઇન્ટરનેશનલે 'રામાયણ'ના વિશ્વવ્યાપી વિતરણ અધિકારો (ગ્લોબલ ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ) ખરીદ્યા હતા, તેથી ફિલ્મના ગ્લોબલ રિલીઝના 3 અઠવાડિયા પહેલાં બીજા ટ્રેલરના રિલીઝ સાથે તેનું ઇન્ટરનેશનલ કેમ્પેઇન શરૂ થશે. બેંગલુરુમાં બીજા ટ્રેલર લોન્ચની ભવ્ય ઇવેન્ટ 'રામાયણ'ને નોર્થ ઇન્ડિયાની સાથે સાથે સાઉથ ઇન્ડિયાના દર્શકોને પણ આકર્ષવા માટે ફિલ્મનું બીજું ટ્રેલર સાઉથ સ્ટાર અને 'રાવણ'ની ભૂમિકા ભજવનાર યશના હોમ ટાઉન બેંગલુરુમાં થશે. જુલાઈ મહિનામાં નવી દિલ્હીમાં ભારે ધામધૂમથી પહેલું ટ્રેલર રિલીઝ કર્યા બાદ હવે બેંગલુરુમાં પણ ભવ્ય ટ્રેલર લોન્ચ ઇવેન્ટ યોજાશે. આ કાર્યક્રમમાં યશ ઉપરાંત રણબીર કપૂર, સાઇ પલ્લવી, ડિરેક્ટર નિતેશ તિવારી, પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા સહિતના સ્ટાર્સ અને મેકર્સ હાજર રહેશે. જોકે, ટ્રેલર કેટલા વાગ્યે રિલીઝ થશે, તે અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી. પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા ભાવુક બીજા ટ્રેલરના રિલીઝની પૂર્વ સંધ્યાએ પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું, 'જ્યારે અમે રામાયણ બનાવવાનું શરૂ કર્યું, ત્યારે અમારું સપનું હંમેશાં ભારતની આ મહાન કથાઓમાંથી એકને વિશ્વ સમક્ષ લઈ જવાનું હતું. આવતીકાલે, તે સપનું વધુ એક મોટું કદમ આગળ વધારી રહ્યું છે. સોની પિક્ચર્સ રામાયણ માટે તેનું આંતરરાષ્ટ્રીય અભિયાન શરૂ કરી રહ્યું છે, જે આ કાલાતીત કથાને વિશ્વભરના દર્શકો સમક્ષ રજૂ કરશે, જેમાંથી ઘણા લોકો તેને પહેલીવાર જાણશે.'
    Click here to Read More
    Previous Article
    Neha Bora, the angriest person in town: A profile of rage
    Next Article
    પાકિસ્તાનમાં સ્કૂલની છત ધરાશાયી થતાં 21નાં મોત:20 બાળકો અને મહિલા ટીચરનો જીવ ગયો, 40થી વધુ ઘાયલ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment