Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    209 કરોડના ખર્ચે સરગાસણમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ:નવી એમ્બ્યુલન્સ, બગીચાઓના મેઈન્ટેનન્સ સહિતને લીલીઝંડી, મનપાની સ્થાયી સમિતિએ 37થી વધુ એજન્ડા મંજૂર કર્યા

    10 hours ago

    ગાંધીનગર મનપાની સ્થાયી સમિતિની 64મી મહત્વની બેઠક આજે 13 માર્ચે ચેરમેનની અધ્યક્ષતામાં મળી હતી. આગામી ચૂંટણીઓના ધમધમાટ વચ્ચે શાસક પક્ષ દ્વારા પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના વિકાસ કામોને ગણતરીના કલાકમાં જ લીલી ઝંડી આપી દેવામાં આવી હતી. આ બેઠકમાં શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને ટેકનોલોજીને લગતા મહત્વના એજન્ડાઓ પર ઔપચારિક ચર્ચા કરી મંજૂરીની મહોર મારવામાં આવી હતી. ખાસ કરીને ફ્લાવર શોના આયોજન માટે અગાઉ બહાર પાડવામાં આવેલ ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ અને ફેરફારને પગલે તેને પરત કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટર્મિનલ સુએજ પમ્પિંગ સ્ટેશન માટે ઓડોર કંટ્રોલ સિસ્ટમ આ બેઠકમાં લેવાયેલા મુખ્ય નિર્ણયોમાં શહેરમાં પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડિંગ માસ્ટરપ્લાન તૈયાર કરવાના કરારની સમયમર્યાદા લંબાવવાની ભલામણને પણ ગ્રાહ્ય રાખવામાં આવી હતી. પર્યાવરણ અને સ્વચ્છતાના ભાગરૂપે ટર્મિનલ સુએજ પમ્પિંગ સ્ટેશન માટે ઓડોર કંટ્રોલ સિસ્ટમ બેસાડવા અંદાજે રૂ. 4.57 કરોડના કામની સામે નીચા ભાવે આવેલ રૂ. 3.78 કરોડના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી હતી. ગિફ્ટ સિટી રોડ પર નિર્માણાધીન 26 દુકાનોની ફાળવણી પ્રક્રિયા ગુજરાત ટુરિઝમ ઓપોચ્યુનિટી લિમિટેડને સોંપવાનો નિર્ણય પણ લેવાયો હતો. નવી એમ્બ્યુલન્સ વાન, બગીચાઓના મેઈન્ટેનન્સ સહિતને લીલીઝંડી જ્યારે આરોગ્ય અને સુવિધા ક્ષેત્રે આરોગ્ય શાખા માટે રૂ. 15.52 લાખના ખર્ચે નવી એમ્બ્યુલન્સ વાન ખરીદવા અને ફાયર શાખાના કર્મચારીઓ માટે ગણવેશની ખરીદીના જથ્થામાં વધારો કરવાના એજન્ડા મંજૂર કરાયા હતાં. પાયાની જરૂરિયાતોને ધ્યાને રાખી કુડાસણ ગામતળના ગ્રામ પંચાયત ભવનના રીનોવેશન માટે રૂ. 12.10 લાખના ટેન્ડરને બહાલી અપાઈ હતી. શહેરના બગીચાઓના મેઈન્ટેનન્સ અને મુક્તિધામોમાં અંતિમવિધિની કામગીરી માટેના ચાલુ ઇજારાદારોની મુદત નવા ટેન્ડર ન થાય ત્યાં સુધી લંબાવવામાં આવી હતી. 209 કરોડથી વધુના ખર્ચે 72 MLD સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે એજ રીતે શહેરી વિકાસના અન્ય કામોમાં સરગાસણ ખાતે 72 MLD સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના નિર્માણ માટે રૂ. 209 કરોડથી વધુના તોતિંગ ખર્ચના ટેન્ડરને મંજૂરી અપાઈ હતી. મિલકતવેરાના ચોકસાઈભર્યા સર્વે માટે જીઆઈએસ બેઝ રીસર્વેની રૂ. 8.99 કરોડની કામગીરી પણ સોંપવામાં આવી હતી. ઈવી ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા માટે નવી એજન્સી સાથે નેગોશિયેશન આ ઉપરાંત ઈવી ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા માટે અગાઉની એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી નવી એજન્સી સાથે નેગોશિયેશન કરી કામગીરી સોંપવાનો નિર્ણય લેવાયો હતો. આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન ગૌરાંગ વ્યાસે કહ્યું કે, મોટાભાગે તમામ દરખાસ્તો મંજૂર કરી દેવાઈ છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકાનો દાવો- ઈરાનમાં 15 હજાર ઠેકાણાઓ પર હુમલા કર્યા:રક્ષામંત્રી બોલ્યા- આજે સૌથી વધુ હવાઈ હુમલા થશે, ઈરાનની સૈન્ય ક્ષમતા ખતમ કરીશું
    Next Article
    AC કેબિન છોડો અને ફિલ્ડમાં ઉતરો:મિલિંદ તોરવણે:સુરત મનપાનો ચાર્જ સંભાળતા જ વહીવટદાર એક્શન મોડમાં, અધિકારીઓમાં ફફડાટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment