Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ખાસ:206 મહિલા સામે માત્ર 1 પુરુષ નસબંધી કરાવે છે 10 વર્ષમાં કુંટુંબ નિયોજન પાછળ 875 કરોડ ખર્ચ!

    1 day ago

    ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 33.71 લાખ મહિલાઓએ નસબંધી કરાવી છે, તેની સામે પુરુષોની સંખ્યા માત્ર 16 હજાર છે. એટલે કે દર 206 મહિલાઓએ એક જ પુરુષ નસબંધી કરાવે છે. તાજેતરમાં જાહેર થયેલા નેશનલ ફેમિલી હેલ્થ સરવે-6 મુજબ, ગુજરાતમાં પરિણીત મહિલાઓમાંથી 33.9%એ નસબંધી કરાવી છે અને તેની સામે પુરુષોનું પ્રમાણ માત્ર 0.2% છે. શહેરી મહિલાઓમાં આ પ્રમાણ 24% અને ગામડાંમાં 41% છે. નર્મદા, ડાંગ, નવસારી જેવા દક્ષિણના જિલ્લાની મહિલાઓમાં નસબંધીનું પ્રમાણ 50%થી વધુ છે. જ્યારે રાજકોટ, અમદાવાદ, વડોદરાની મહિલાઓમાં નસબંધીનું પ્રમાણ 32% કે તેથી ઓછું છે. કેન્દ્ર સરકારે સંસદમાં આપેલી માહિતી મુજબ, ગુજરાતમાં 2015-16થી 2024-25 દરમિયાન કુટુંબ નિયોજન પાછળ કુલ 875 કરોડ રૂપિયા ખર્ચ કરાયા છે. નસબંધીની સંખ્યા રાજ્ય સરકારના સામાજિક-આર્થિક સરવેના આધારે લખેલી છે. સૌથી વધુ 40-49ના વયજૂથમાં નસબંધી | નેશનલ ફેમિલી હેલ્થ સરવે મુજબ, ગુજરાતમાં 40-49 વર્ષની પરણિત મહિલાઓમાં નસબંધી પ્રમાણ સૌથી વધુ 57% છે. જ્યારે 30-39 વર્ષની મહિલાઓમાં આ પ્રમાણ 40% છે. 25-29 વર્ષની મહિલાઓમાં આ પ્રમાણ 18.1% અને 20-24 વયજૂથમાં 5.5% મહિલા નસબંધી કરાવે છે. ગુજરાતમાં જેટલી મહિલા નસબંધી કરાવે છે, તેમાં 53.6% મહિલાઓએ સ્કૂલનું શિક્ષણ મેળવ્યું હોતું નથી. દર ચોથી મહિલા પુરુષ નસબંધી વિશે અજાણ | નેશનલ ફેમિલી હેલ્થ સરવે મુજબ, ગુજરાતમાં 26% મહિલાઓ પુરુષોમાં પણ નસબંધી થાય છે, તે વાતથી અજાણ હોય છે. શહેરોમાં 81% પરણિત મહિલાઓ પુરુષ નસબંધીથી વાકેફ હોય છે. ગામડાંમાં 68% મહિલા પુરુષ નસબંધીની જાણકાર હોય છે. રિપોર્ટ મુજબ, પરણિત પુરુષોમાં 12% પોતાનામાં નસબંધી થાય છે, તે વાતથી અજાણ હોય છે. મહિલા નસબંધીમાં ગુજરાત 10મા, પુરુષોમાં 20મા ક્રમે | મહિલાઓમાં 34% નસબંધી મામલે ગુજરાત દેશમાં 10મા ક્રમે છે. સૌથી વધુ આંધ્ર પ્રદેશમાં 70% મહિલા નસબંધી કરાવે છે. તેલંગાણા 62.5% સાથે ત્રીજા ક્રમે છે. કર્ણાટકમાં 56.9% અને તમિલનાડુ 56.6%, મહારાષ્ટ્ર 49% મહિલા નસબંધી કરાવે છે. પુરુષોમાં સૌથી વધુ 3.6% લોકો તેલંગાણામાં નસબંધી કરાવે છે. આ મામલે ગુજરાત 0.2% સાથે 20મા ક્રમે છે. દેશમાં એકદંરે 36.5% મહિલા અને 0.5% પુરુષો નસબંધી કરાવે છે. ઓપરેશન કરાવનાર મહિલાને રૂ.1400, પુરુષને 2000 મળે છે | કેન્દ્ર સરકારના કુટુંબ કલ્યાણ કાર્યક્રમ હેઠળ નસબંધીનું ઓપરેશન કરાવનાર મહિલાને 1400 રૂપિયા અને પુરુષને 2000 રૂપિયા મળે છે. ઓપરેશન માટે પ્રોત્સાહન આપનાર વ્યક્તિને પણ અમુક રકમ અપાય છે. લાભાર્થી બી.પી.એલ. શ્રેણીનો હોય તો અલગથી પ્રોત્સાહનની રકમ ચુકવવામાં આવે છે. આ યોજના સરકારી હૉસ્પિટલમાં ઓપરેશન કરાવનારને લાગુ પડે છે. નસબંધીમાં ટોપ-5 જિલ્લા (પરણિત મહિલાઓ સામેલ) કેમ પુરુષોમાં નસબંધીનું ઓછું પ્રમાણ? આ પાંચ કારણને જાણો કુલ નસબંધીમાં પુરુષો માત્ર 0.48% જ છે
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં સંત રવિદાસજીની 650મી જન્મજયંતિ ઉજવણીની બેઠક:કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ ઉપસ્થિત રહ્યા
    Next Article
    1 કરોડ યુવાનોને AI ટ્રેનિંગ મળશે:PMએ લાલ કિલ્લા પર કહ્યું- આત્મનિર્ભર ભારત પર એસીમાં બેઠેલા લોકોએ સવાલો ઉઠાવ્યા, હવે તેઓ દેખાતા નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment