Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં સંત રવિદાસજીની 650મી જન્મજયંતિ ઉજવણીની બેઠક:કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ ઉપસ્થિત રહ્યા

    20 hours ago

    નવસારીના કમલમ ખાતે સંત શિરોમણી રવિદાસજી મહારાજની ૬૫૦મી જન્મજયંતિની ઉજવણીના આયોજન માટે એક વિશેષ બેઠક યોજાઈ હતી. આ બેઠક નવસારી જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના નેતૃત્વ હેઠળ યોજાઈ હતી. બેઠકની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત મહાનુભાવો જોડાયા હતા. જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી એડવોકેટ અમિત સોલાએ બેઠકનું સંચાલન કર્યું હતું. આ પ્રસંગે મોરચાના પ્રમુખ ભરતભાઈ વાઘેલાએ નવસારી જિલ્લા ભાજપ અધ્યક્ષ ભુરાલાલ શાહનું ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. સંત રવિદાસજી મહારાજ જન્મજયંતિના સંયોજક સુરેશભાઈ મકવાણાએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. નવસારી જિલ્લા ભાજપ મહામંત્રી જીગરભાઈ નાયકે માહિતી આપી હતી કે કળશ યાત્રા ૧૬ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ગાંધીનગરથી પ્રસ્થાન કરશે. આ યાત્રા નવસારીના વીરવાડી હનુમાનજી મંદિર ખાતે પહોંચશે અને ત્યારબાદ સમગ્ર નવસારી જિલ્લામાં ફરશે. જિલ્લા ભાજપ અધ્યક્ષ ભુરાલાલ શાહે ત્રણ દિવસીય કળશ યાત્રાના વિવિધ રૂટ અને તેના સંપૂર્ણ આયોજન અંગે કાર્યકર્તાઓને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા, મનપાના કારોબારી ચેરમેન મુકેશભાઈ અગ્રવાલ, જિલ્લા મહામંત્રી લોચનભાઈ શાસ્ત્રી અને જીગરભાઈ નાયક, પ્રદેશ કારોબારી સભ્ય માધુભાઈ કથિરીયા સહિત નવસારી જિલ્લા ભાજપના અનેક વરિષ્ઠ કાર્યકર્તાઓ અને અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે નવસારી જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી રાજેશભાઈ રાઠોડે ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો, અને આ સાથે બેઠક સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    અતુલ પ્રખંડમાં અખંડ ભારત પર્વ સ્મૃતિ કાર્યક્રમ:વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાષ્ટ્રપ્રેમનો સંદેશ અપાયો
    Next Article
    ભાસ્કર ખાસ:206 મહિલા સામે માત્ર 1 પુરુષ નસબંધી કરાવે છે 10 વર્ષમાં કુંટુંબ નિયોજન પાછળ 875 કરોડ ખર્ચ!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment