Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતની શાળામાં વિકસિત ભારત 2047 પર ચિત્ર-વક્તૃત્વ સ્પર્ધા:શાળા ક્રમાંક 38, રૂસ્તમપુરા ખાતે વિદ્યાર્થીઓએ રજૂ કર્યા વિચારો

    8 hours ago

    શ્રીમતી ભીખીબેન બી. દારૂવાળા પ્રાથમિક શાળા ક્રમાંક-38, રૂસ્તમપુરા ખાતે 19 સપ્ટેમ્બર 2026, શનિવારના રોજ "વિકસિત ભારત 2047" અંતર્ગત ચિત્ર પ્રદર્શન અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કલાત્મક અભિવ્યક્તિ, વક્તૃત્વ કૌશલ્ય, આત્મવિશ્વાસ અને વિકસિત ભારતના નિર્માણ અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમમાં શાળાના એસ.એમ.સી. કમિટીના સભ્યો, વાલીઓ તેમજ વોર્ડ નંબર-20ના ઉપપ્રમુખ પલ્લવીબેન જુનેજા અને મહામંત્રી રાકેશભાઈ બંશી સહિતના મહેમાનો હાજર રહ્યા હતા. મહેમાનોએ વિદ્યાર્થીઓએ બનાવેલા વિવિધ ચિત્રો જોઈને તેમની સર્જનાત્મકતાની પ્રશંસા કરી હતી. વક્તૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ "વિકસિત ભારત 2047" વિષય પર પોતાના વિચારો આત્મવિશ્વાસ સાથે રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ ભારતના ઉજ્જવળ ભવિષ્ય, શિક્ષણ, સ્વચ્છતા, ટેક્નોલોજી, પર્યાવરણ સંરક્ષણ અને દેશના વિકાસમાં યુવાનોની ભૂમિકા વિશે સુંદર રજૂઆતો કરી હતી. મહેમાનો અને વાલીઓએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આખો કાર્યક્રમ શાળાના શિક્ષકોના માર્ગદર્શન અને સહયોગથી વ્યવસ્થિત રીતે પૂરો થયો હતો. અંતે, બધા મહેમાનો, એસ.એમ.સી. સભ્યો, વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર માનવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે જ્ઞાન, સર્જનાત્મકતા અને દેશપ્રેમની ભાવનાને પ્રેરણા આપનારો સફળ પ્રસંગ બની રહ્યો.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં પત્નીની હત્યા કરી ફરાર પતિ વાપીથી ઝડપાયો:પોલીસે રાજેશ ઉર્ફે રાજુ કાંજીયાના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા
    Next Article
    વલ્લભી વિદ્યાવિહારમાં 'વિકસિત ભારત 2047' પર ચિત્ર-વકૃત્વ સ્પર્ધા:217 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, દીપ અને મયંક પ્રજાપતિએ પ્રથમ સ્થાન મેળવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment