Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલ્લભી વિદ્યાવિહારમાં 'વિકસિત ભારત 2047' પર ચિત્ર-વકૃત્વ સ્પર્ધા:217 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, દીપ અને મયંક પ્રજાપતિએ પ્રથમ સ્થાન મેળવ્યું

    8 hours ago

    વલ્લભી વિદ્યાવિહાર ઉચ્ચતર માધ્યમિક શાળા અને પ્રાથમિક વિભાગમાં 'સેવા સંકલ્પ સપ્તાહ 2026' અને 'વિકસિત ભારત 2047' અંતર્ગત ચિત્ર અને વકૃત્વ સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં લગભગ 217 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ 15 જેટલા વિષયો પર સુંદર ચિત્રો દોર્યા હતા, જેનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. ચિત્ર સ્પર્ધાના નિર્ણાયક તરીકે નિધિબેન ગોહિલ અને કૈલાસબેન ઠાકોરે 217 ચિત્રોમાંથી શ્રેષ્ઠ ચિત્રોની પસંદગી કરવાની જવાબદારી સંભાળી હતી. આ જ વિષયો પર દરેક વર્ગમાંથી બે ઉત્તમ વિદ્યાર્થીઓને પાંચ મિનિટ માટે વક્તવ્ય આપવાનું કહેવામાં આવ્યું. જેમાં ધોરણ 11ના વિદ્યાર્થી દીપ અને ધોરણ 10ના વિદ્યાર્થી મયંક પ્રજાપતિને પ્રથમ ક્રમ મળ્યો. વકૃત્વ સ્પર્ધાના નિર્ણાયક તરીકે મદદનીશ શિક્ષક ઉમંગ શુક્લ અને મેહુલભાઈ ઠક્કરે પોતાની કામગીરી નિભાવી. શાળાના આચાર્ય નિમેષભાઈ જાનીએ સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોના ઉત્સાહને બિરદાવ્યો. કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા હીનાબેને કર્યું હતું. પ્રાથમિક વિભાગ (ધોરણ 7-8), માધ્યમિક વિભાગ (ધોરણ 9-10) અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ (ધોરણ 11-12)ના વિદ્યાર્થીઓને ચોપડા, પાઉચ, પેન જેવી ઉપયોગી વસ્તુઓ આપીને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે જ્યારે તેઓ યુવાન થશે ત્યારે ભારત સાચા અર્થમાં 'સોને કી ચીડિયા' હશે. તેમણે નાગરિક ધર્મ અને 'નેશન ફર્સ્ટ'ના શપથ પણ લીધા. આ સાથે કાર્યક્રમ સંપન્ન થયો.
    Click here to Read More
    Previous Article
    સુરતની શાળામાં વિકસિત ભારત 2047 પર ચિત્ર-વક્તૃત્વ સ્પર્ધા:શાળા ક્રમાંક 38, રૂસ્તમપુરા ખાતે વિદ્યાર્થીઓએ રજૂ કર્યા વિચારો
    Next Article
    તારું આધારકાર્ડ બતાવ કહી ખિસ્સામાંથી પાકીટ કાઢી લીધા:રાજકોટમાં વૃધ્ધ અને યુવકને છરી બતાવી ધમકી આપી લૂંટ ચલાવનારની પોલીસ કરી ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment