Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તારું આધારકાર્ડ બતાવ કહી ખિસ્સામાંથી પાકીટ કાઢી લીધા:રાજકોટમાં વૃધ્ધ અને યુવકને છરી બતાવી ધમકી આપી લૂંટ ચલાવનારની પોલીસ કરી ધરપકડ

    8 hours ago

    રાજકોટ શહેરમાં ધોળા દિવસે વૃધ્ધ અને યુવકને એક શખસે આંતરી ધાક-ધમકી આપી છરીની અણીએ લૂંટ ચલાવી ફરાર થઈ ગયાની ફરિયાદ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપી મહેન્દ્રસિંહ ચાવડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ ઉપલેટાના કોલકી ગામના વતની હાલ શહેરના કોઠારીયા મેઈન રોડ પર કેદારનાથ સોસાયટીના ગેઈટ પાસે રહેતા રાજેશપરી સેવાપરી ગોસ્વામીએ આજીડેમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 12 સપ્ટેમ્બરના રોજ તે ઘરેથી ગેસનો બાટલો લઈ પોતાના ગામ ભરાવવા જવા ઘરેથી રિક્ષામાં બેસી ગોંડલ ચોકડી પાસે ઉતરી બસની રાહ જોતા હતા ત્યારે એક અજાણ્યો શખસ વૃધ્ધ પાસે આવી કહ્યું કે તું મારી સાથે થોડા વર્ષો પહેલા કારખાનામાં કામ કરતો હતો અને મારા પૈસા લઈ જતો રહેલ તે જ છોને હું તને ઘણા સમયથી ગોતુ છુ તેથી વૃધ્ધે ના કહેતા શખસે તારૂ આધારકાર્ડ બતાવ અને તારા ખિસ્સામાં હોય તેટલા પૈસા આપી દે નહીંતર છરીના ઘોદા મારી દઈશ કહી વૃધ્ધના ખિસ્સામાંથી પાકીટ કાઢી તેમાં રહેલ રૂ.1500 કાઢી નાશી ગયો હતો. આ જ રીતે જંગલેશ્વર મેઈન રોડ પર રહેતા રમેશકુમાર ચંદ્રદેવ કુસવાહને આંતરી તેને ધમકી આપી તેની પાસેથી રૂ.2500 કઢાવી લીધાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન આજીડેમ પોલીસે ચોક્કસ બાતમીના આધારે મોચીનગરમાં રહેતા મહેન્દ્રસિંહ રમેશસિંહ ચાવડાને ઝડપી પાડી તેની પાસેથી રૂપિયા 4000 રોકડા તેમજ એક એક્સેસ મળી કુલ રૂ.29,000નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આર્થિક ભીંસના કારણે લૂંટના ગુનાને અંજામ આપ્યો હોવાનું આરોપીએ રટણ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વલ્લભી વિદ્યાવિહારમાં 'વિકસિત ભારત 2047' પર ચિત્ર-વકૃત્વ સ્પર્ધા:217 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, દીપ અને મયંક પ્રજાપતિએ પ્રથમ સ્થાન મેળવ્યું
    Next Article
    ઓમ મુરુગા ઇંગ્લિશ સ્કૂલમાં ગણેશ ચતુર્થીની ઉજવણી:વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભક્તિભાવપૂર્વક ગણેશજીની સ્થાપના કરી, પરંપરાગત પોશાકમાં ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment