Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માનકુવામાં 'વિકસિત ભારત-2047' સ્પર્ધાના વિજેતાઓનું સન્માન:કચ્છના 2 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો, રાજ્યમંત્રી છાંગા રહ્યા હાજર

    9 hours ago

    રાજ્યભરમાં ચાલી રહેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને વક્તૃત્વ કૌશલ્યને પ્રોત્સાહન આપવા યોજાયેલી જિલ્લાકક્ષાની વકતૃત્વ, ચિત્ર અને રંગોળી સ્પર્ધાના વિજેતાઓનો સન્માન સમારોહ માનકુવા ખાતે યોજાયો હતો. ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. માનકુવા સ્થિત પુરૂષોત્તમ વિદ્યાલય અને શ્રી એમ.કે.એમ. વિદ્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ સાકાર કરવામાં યુવા પેઢીની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. વિદ્યાર્થીઓએ અભ્યાસની સાથે પોતાની અંદર રહેલી વિવિધ પ્રતિભા અને કૌશલ્યને ઓળખી તેને વિકસાવી દેશના વિકાસમાં યોગદાન આપવું જોઈએ. કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કચ્છમાં યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં બે લાખથી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. ચિત્ર સ્પર્ધામાં 1.65 લાખથી વધુ, વકતૃત્વમાં 33 હજારથી વધુ અને રંગોળી સ્પર્ધામાં પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ વ્યાપક સહભાગિતાથી કચ્છ જિલ્લો રાજ્યમાં મોખરે રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પણ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમની પ્રતિભાને સતત નિખારવા અને વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય ભાગીદાર બનવા આહવાન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન પુરૂષોત્તમ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા ચિત્રોનું પ્રદર્શન તેમજ શ્રી એમ.કે.એમ. વિદ્યાલય ખાતે તૈયાર કરાયેલી રંગોળીઓનું મહાનુભાવોએ નિરીક્ષણ કર્યું હતું. વિદ્યાર્થીઓની કલાત્મક અભિવ્યક્તિ અને સર્જનાત્મકતાને ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવી હતી. સમારોહમાં જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, શિક્ષણ વિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સરકારી વાહન ખરીદીમાં હવે અધિકારીઓને હોદ્દા પ્રમાણે જ મોડલ મળશે:મંત્રીઓથી કલેક્ટર સુધી વાહનોની કેટેગરી નક્કી, GeM પરથી ખરીદી ફરજિયાત; નવી નીતિથી મનસ્વી ખરીદીમાં અંકુશ
    Next Article
    લાલપુરમાં બાઈકની ટક્કરે 65 વર્ષીય મહિલાનું મોત:રિલાયન્સ પેટ્રોલ પંપ સામે અકસ્માત, દેવીબેન સરસિયાનું સારવાર દરમિયાન નિધન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment