Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી વાહન ખરીદીમાં હવે અધિકારીઓને હોદ્દા પ્રમાણે જ મોડલ મળશે:મંત્રીઓથી કલેક્ટર સુધી વાહનોની કેટેગરી નક્કી, GeM પરથી ખરીદી ફરજિયાત; નવી નીતિથી મનસ્વી ખરીદીમાં અંકુશ

    10 hours ago

    ગુજરાત સરકારે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટેની વાહન ખરીદી નીતિમાં મહત્વનો સુધારો કર્યો છે. બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા 3 ઓક્ટોબર, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા આદેશમાં અધિકારીના પદ અને કામગીરી પ્રમાણે કયા પ્રકારનું વાહન ખરીદી શકાય તેની નવી કેટેગરી નક્કી કરવામાં આવી છે. આ નીતિ મુજબ હવે સરકારી વાહન ખરીદતી વખતે મનપસંદ મોડલ પસંદ કરવાની છૂટ નહીં રહે અને નિર્ધારિત કેટેગરીમાં દર્શાવેલા વાહનોમાંથી જ ખરીદી કરવાની રહેશે. મંત્રી-મુખ્ય સચિવ માટે Innova, VVIP માટે Elantra કેટેગરી-Aમાં મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ અને મુખ્ય સચિવનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમના માટે Toyota Innova Crystaના 2.7 ZX-7 સીટર પેટ્રોલ, 2.4 ZX AT-7 સીટર ડીઝલ અને 2.4 ZX MT-7 સીટર ડીઝલ મોડલ તેમજ Toyota Innova Hycross Hybrid મોડલ માન્ય કરાયા છે. કેટેગરી-A1 (VVIP State Guests) માટે પણ ઉપરોક્ત Innova Crysta મોડલ ઉપરાંત Hyundai Elantra VTVT SXનો સમાવેશ કરવામાં આવ્યો છે. ACS, PS, MD-CEO અને બોર્ડના ચેરમેન માટે અલગ કેટેગરી કેટેગરી-Bમાં વિવિધ બંધારણીય સંસ્થાઓ, બોર્ડ, કોર્પોરેશન અને કમિશનના ચેરમેન, ACS/PS/Secretary, બોર્ડ-કોર્પોરેશનના MD/CEO, સચિવ કક્ષાના વડા તથા ગુજરાત જાહેર સેવા આયોગના સભ્યનો સમાવેશ થાય છે. આ અધિકારીઓ માટે Innova Crysta 2.7 VX MT-7 સીટર પેટ્રોલ, 2.4 VX MT-7 સીટર ડીઝલ, Hyundai Elantra VTVT SX અને Toyota Innova Hycross Hybrid જેવા મોડલ મંજૂર કરાયા છે. કલેક્ટર, DDO, SP અને જિલ્લા કક્ષાના અધિકારીઓ માટે SUVની પસંદગી HOD અને સમકક્ષ અધિકારીઓ માટે Cretaથી XUV સુધી વિકલ્પ કેટેગરી-Dમાં HOD Director અથવા સમકક્ષ પોસ્ટના HOD/CEO/MDનો સમાવેશ થાય છે. આ કેટેગરીમાં Maruti Suzuki Ciaz SHVS Petrol Alpha MT, Hyundai Creta 1.5 S Diesel, Mahindra XUV 300 W6 Petrol, Maruti XL6 Smart Hybrid Alpha અને Tata Tigor EV XE જેવા વાહનો મંજૂર કરાયા છે. સરકારી કચેરીના સ્ટાફ માટે સામાન્ય વાહનો કેટેગરી-Eમાં સરકારી કચેરીના સ્ટાફ માટે Maruti Suzuki Ertiga SHVS LXI Petrol, Maruti Suzuki Dzire VXI Petrol, Mahindra Bolero B4 Diesel, Honda Amaze VMT Petrol BS-VI, Tata Nexon XMA (P) અને Tata Tigor EV XEનો સમાવેશ કરાયો છે. ફિલ્ડ અને એન્ફોર્સમેન્ટ અધિકારીઓ માટે ખાસ વાહનો કેટેગરી-F ફિલ્ડ ઈન્સ્પેક્શન અને એન્ફોર્સમેન્ટ વાહનો માટે છે. તેમાં Mahindra Scorpio N Z4 4X4, Mahindra Thar Roxx MX5, Mahindra Bolero Neo N10 (O), Kia Carens Clavis HTE (O), Maruti Suzuki Ertiga ZXI Plus, Toyota Rumion V તેમજ Mahindra XUV400 EL Pro અને Tata Nexon EV Creative જેવા ઈ-વાહનોનો સમાવેશ થાય છે. હોમ, ફોરેસ્ટ અને રેવન્યુ જેવા વિભાગોના ફિલ્ડ અધિકારીઓ માટે અલગ જોગવાઈ કેટેગરી-F1માં ઓન-રોડ ડ્યૂટી કરતા અધિકારીઓ માટે ખાસ જોગવાઈ છે. આ કેટેગરી માત્ર Home Department, Forest Environment Department, Industries Mines Department, Narmada/Water Resources/Water Supply Kalpasar Department, Panchayats Rural Housing Department, Ports Transport Department, Roads Buildings Department અને Revenue Department માટે લાગુ પડશે. આ કેટેગરીમાં ઉપરની F કેટેગરીના વાહનો ઉપરાંત Tata Yodha Pickup, Isuzu V-Cross 4WD Z, Mahindra Bolero Pick-Up 4WD અને Mahindra Bolero Camper Gold RX 4WD જેવા વાહનો મંજૂર કરવામાં આવ્યા છે. GeM પરથી જ ખરીદી કરવી પડશે નવી નીતિમાં વાહન ખરીદીની પ્રક્રિયા પણ સ્પષ્ટ કરવામાં આવી છે. તમામ પ્રકારના વાહનોની ખરીદી Government e-Marketplace (GeM) પરથી જ કરવાની રહેશે. વાહન ખરીદીના હુકમની નકલ બંદરો અને વાહન વ્યવહાર વિભાગને મોકલવાની રહેશે.જો GeM પર સંબંધિત મોડલ ઉપલબ્ધ ન હોય તો પણ મનસ્વી રીતે અન્ય વાહન ખરીદી શકાશે નહીં. નીતિમાં દર્શાવેલી પ્રક્રિયા મુજબ વિભાગે જરૂરી કાર્યવાહી કરવાની રહેશે. વાહન ખરીદી નીતિમાં સમાવિષ્ટ વાહનના OEM એટલે કે Original Equipment Manufacturer પાસેથી GeM પર ઉપલબ્ધ મોડલની ઉપલબ્ધતા અંગે Undertaking લેવાની રહેશે. વાહન GeM પર ઉપલબ્ધ ન હોય તો તેના માટે પણ નીતિમાં નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવું પડશે. જૂનું વાહન રિપેર થઈ શકે તો નવું વાહન નહીં નવી નીતિમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે કે વાહન રિપેર કરીને ઉપયોગમાં લઈ શકાય તેમ હોય તો માત્ર નવું વાહન ખરીદવા માટે વાહન ખરીદી કરી શકાશે નહીં. નવા વાહનની જરૂરિયાત અંગે યોગ્ય કારણો અને આધાર રજૂ કર્યા બાદ જ ખરીદીની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે. પેટ્રોલ-ડીઝલ વાહનોની સાથે ઈ-વાહનોને પણ પ્રોત્સાહન સરકારે નીતિમાં ઈ-વાહનોનો પણ સમાવેશ કર્યો છે. ખાસ કરીને કેટેગરી-D અને Eમાં Tata Tigor EV, જ્યારે ફિલ્ડ વાહનોમાં Mahindra XUV400 અને Tata Nexon EVનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કેટેગરી-D અને Eમાં Tata Tigor EVને વિકલ્પ તરીકે પસંદ કરી શકાશે. સરકારના હરાજી સંબંધિત નિયમોનું પણ પાલન કરવાનું રહેશે સરકારી વાહનોને નિવૃત્ત/ડિસ્પોઝ કરવા અંગે સરકાર દ્વારા સમયાંતરે બહાર પાડવામાં આવતા નિયમો અને માર્ગદર્શિકાનું પાલન કરવાનું પણ તમામ વિભાગોને જણાવાયું છે. નવી નીતિથી હવે સરકારી વાહન ખરીદીમાં અધિકારીના હોદ્દા પ્રમાણે વાહનની કેટેગરી અને મોડલ અગાઉથી નક્કી રહેશે. સાથે જ GeM પરથી ખરીદી, OEM Undertaking અને જૂનું વાહન ઉપયોગી હોય ત્યાં સુધી નવું વાહન ન ખરીદવા જેવી જોગવાઈઓથી સરકારી વાહન ખરીદીમાં મનસ્વી નિર્ણય પર નિયંત્રણ મૂકવાનો પ્રયાસ કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    ભુજમાં વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરીની મુલાકાત લીધી:અધિકારીઓ સાથે વાત કરી વહીવટ સમજ્યો, સ્વચ્છતા માટે આવેદનપત્ર આપ્યું
    Next Article
    માનકુવામાં 'વિકસિત ભારત-2047' સ્પર્ધાના વિજેતાઓનું સન્માન:કચ્છના 2 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો, રાજ્યમંત્રી છાંગા રહ્યા હાજર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment