Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં પરિવર્તનનું વાવાઝોડું ફૂંકાશે ને' 2027માં કોંગ્રેસ આવશે:રાજકોટમાં પ્રદેશ અધ્યક્ષે કહ્યું - GEN Z પેઢીની દેશમાં આઝાદીની લડત, ચૂંટણીમાં ભણેલા યુવાનોને ટિકિટ અપાશે

    6 घंटे पहले

    ગુજરાત વિધાનસભા 2027ની ચૂંટણીને લઈને કોંગ્રેસ એકશનમાં આવી છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ રાજકોટમાં મીડિયાને સંબોધતા કહ્યું કે, 2027માં ગુજરાતમાં પરિવર્તનનો પવન નહીં પરંતુ પરિવર્તનનું વાવાઝોડું ફુકાવાનું છે. અંગ્રેજો સામે યુવાનોએ ઝંપલાવી દેશને આઝાદી અપાવી હતી. આજની GEN Z પેઢી ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં નવી આઝાદીની લડત લડી રહી છે. યુવાનોએ પોતાનું મન બનાવી લીધું છે. પરિવર્તન લાવવાનું તેમણે નિશ્ચિત કરી દીધું છે. અગાઉ પણ કોંગ્રેસ પક્ષ દ્વારા યુવાનોને પ્રતિનિધિત્વ કરવાની તક આપવામાં આવી હતી.ચૂંટણી સમયે દરેક સમાજ પોતાના વ્યક્તિને પ્રતિનિધિત્વ મળે તે બાબતે લોબિંગ કરતો હોય છે ત્યારે 2027ની ચૂંટણીમાં પણ કોંગ્રેસ પક્ષ દ્વારા ભણેલા ગણેલા યુવાનોને ચૂંટણી લડવાની તક આપવામાં આવશે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ચાવડાએ જણાવ્યું કે, રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના વિચાર વિભાગ દ્વારા દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુજીની જન્મજયંતિ નિમિત્તે "આધુનિક ભારતના નિર્માણમાં નેહરુજીનું યોગદાન" વિષય પર એક ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદીના સમયે જ્યારે દેશમાં અનાજ, ભોજન અને વહીવટની ગંભીર સમસ્યાઓ હતી ત્યારે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સહિતના નેતાઓ સાથે મળીને નેહરુજીએ દેશને સુખરૂપ આગળ ધપાવ્યો અને શિક્ષણ, વિજ્ઞાન તેમજ ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં આધુનિક ભારતનો પાયો નાખ્યો. લાભપાંચમના પવિત્ર દિવસે નવા વર્ષની શરૂઆતમાં, ગુજરાતના ખેડૂતોની મુશ્કેલીઓ, આર્થિક પાયમાલી, પીવાના પાણી અને ઘાસચારાની અછત, યુવાનો માટે રોજગારનો સંઘર્ષ તથા કાયદો-વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. નવા વર્ષમાં ગુજરાતના ખેડૂતો, યુવાનો, મહિલાઓ, કામદારો અને નાના વેપારીઓ સહિત તમામ વર્ગના લોકોના પ્રશ્નો અને હકના અધિકારો માટે કોંગ્રેસ પક્ષ સંઘર્ષ કરશે અને તેમના અવાજને બુલંદ કરશે તેવો સંકલ્પ લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું, કોંગ્રેસ પાર્ટીએ હંમેશાં યુવાનોને આગળ કરવાનું અને તક આપવાનું કામ કર્યું છે. જેમ કે ભૂતકાળમાં મતાધિકાર આપવો અને સૌથી યુવા વડાપ્રધાન આપવા. વર્તમાન સમયમાં દેશ અને ગુજરાતમાં પરિવર્તનની લડાઈ શરૂ થઈ ચૂકી છે. જેમાં આઝાદીની લડાઈની જેમ આજના યુવાનો (Gen-Z જનરેશન) સર્વસ્વ બલિદાન આપીને મેદાનમાં ઉતર્યા છે. આગામી 2027 માં ગુજરાતમાં પરિવર્તનની આગોતરી આશા બંધાઈ ચૂકી છે અને કોંગ્રેસ પાર્ટી યુવાનોને ધારાસભ્ય, સાંસદ કે વહીવટી પદોમાં પૂરતી તકો આપશે. ગુજરાતમાં ભાજપ સરકાર સામે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના આક્ષેપ સાથે વહીવટી તંત્ર પર નેતાઓની પકડ ન હોવાનું અને ભાજપમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. ભાજપના મોટા નેતાઓને સાઈડલાઈન કરવા અને અક્ષમ લોકોને આગળ વધારવાના કારણે વિવાદો ઉકેલવા માટે વડાપ્રધાન મોદીએ ખુદ ગુજરાતમાં આવવું પડે છે. જે દર્શાવે છે કે ભાજપની નેતૃત્વ પરની પકડ ઘટી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણીઓ આવે ત્યારે ઉમેદવારો માટે લોબિંગ થાય છે, પરંતુ લોકશાહીમાં પ્રજા સર્વોપરી છે અને પ્રજાએ જ પોતાના પ્રતિનિધિ તથા આવનારી સરકાર નક્કી કરવાની હોય છે. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં પીવાનું શુદ્ધ પાણી, મોંઘું શિક્ષણ, દવાખાનાની વ્યવસ્થા, રોજગાર અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ કથળેલી છે તથા દારૂ-ડ્રગ્સના કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે અને ખેડૂતોએ આત્મહત્યા કરવી પડી રહી છે. ગુજરાતની જનતા હવે દેશને નવી દિશા બતાવવા જઈ રહી છે કારણકે પ્રજાના ટેક્સના પૈસાનું વહીવટ કરતી સત્તા જ્યારે માત્ર મુઠ્ઠીભર લોકો માટે કામ કરે અને સામાન્ય લોકોને ભૂલી જાય, ત્યારે તેમને સત્તા પર રહેવાનો અધિકાર નથી તેવો સંદેશો આગામી ચૂંટણીમાં જનતા આપવા જઈ રહી છે. આવનારા દિવસોમાં આ જ અસંતોષ અને પવન ગુજરાતમાં વાવાઝોડાના સ્વરૂપમાં પરિવર્તન લઈને આવશે. જ્યાં જનતા વ્યક્તિ કરતાં શાસન અને આવનારી પેઢી માટે સારો વહીવટ કરી શકે તેવા સારા લોકોને આગળ લાવશે અને કોંગ્રેસ પાર્ટી પણ ભણેલા યુવાનો તથા સમાજ માટે કામ કરવા તત્પર લોકોને તક આપશે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ એસટી વિભાગને દિવાળીમાં 33 લાખથી વધુની કમાણી:160થી વધુ વધારાની બસો દોડાવી, 10 હજારથી વધુ મુસાફરોને વતન પહોંચાડ્યા
    Next Article
    રાજ્યમાં આગામી 7 દિવસ હવામાન સૂકું રહેશે:લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નહીં, સૌથી ઓછું તાપમાન વડોદરામાં નોંધાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment