Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ એસટી વિભાગને દિવાળીમાં 33 લાખથી વધુની કમાણી:160થી વધુ વધારાની બસો દોડાવી, 10 હજારથી વધુ મુસાફરોને વતન પહોંચાડ્યા

    7 hours ago

    દિવાળીના તહેવારોમાં ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં રહેતા શ્રમિકો, કારીગરો સહિતના લોકો મોટી સંખ્યામાં વતન ગયા હતા. મુસાફરોની સંખ્યા વધતાં ભરૂચ એસટી વિભાગે અલગ-અલગ રૂટ પર 160થી વધુ વધારાની બસો દોડાવી હતી. આ બસોમાં 10 હજારથી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી. જેથી વિભાગને 33 લાખ રૂપિયાથી વધુની આવક થઈ છે. ખાનગી વાહનોના ઊંચા ભાડાને પગલે STમાં મુસાફરોની સંખ્યા વધી દાહોદ અને પંચમહાલ જિલ્લાના શ્રમિકો તેમજ સૌરાષ્ટ્ર તરફ જતા રત્નકલાકારોની સંખ્યા વધુ હતી. દાહોદ-પંચમહાલ અને સૌરાષ્ટ્રના રૂટ પર મુસાફરોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. ખાનગી વાહનોના ઊંચા ભાડા અને મુસાફરીની મુશ્કેલીઓને કારણે ઘણા લોકોએ એસટી બસમાં મુસાફરી કરી હતી. ભરૂચ એસટી ડેપો મેનેજર વિશાલ ક્ષત્રીવાલાએ જણાવ્યું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને વધારાની બસોનું આયોજન કરાયું હતું. 160થી વધુ બસોમાં 10 હજારથી વધુ મુસાફરોએ મુસાફરી કરી અને વિભાગને 33 લાખ રૂપિયાથી વધુની આવક થઈ હતી. તેમણે મુસાફરોનો એસટી નિગમની બસો પર વિશ્વાસ બદલ આભાર માન્યો હતો. આગામી સમયમાં મુસાફરોની સંખ્યા અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વધારાની બસોનું આયોજન કરાશે.
    Click here to Read More
    Previous Article
    ગોધરા કાંડની આગ અકસ્માત નહોતો, કાવતરું હતું:પૂર્વ CBI અધિકારીએ કહ્યું- લાલુ યાદવ મને આ કેસમાં ફસાવવા માંગતા હતા
    Next Article
    ગુજરાતમાં પરિવર્તનનું વાવાઝોડું ફૂંકાશે ને' 2027માં કોંગ્રેસ આવશે:રાજકોટમાં પ્રદેશ અધ્યક્ષે કહ્યું - GEN Z પેઢીની દેશમાં આઝાદીની લડત, ચૂંટણીમાં ભણેલા યુવાનોને ટિકિટ અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment