Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના શહેરીજનો માટે મહત્વના સમાચાર:આવતીકાલે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે, કાલથી જ ડિજિટલ જનગણના-2027ની કામગીરી, 4700નો સ્ટાફ ઘરે-ઘરે જઈ વિગતો મેળવશે

    12 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોના હિતમાં અને વહીવટી પારદર્શિતા વધારવા માટે બે મોટી જાહેરાતો કરવામાં આવી છે. જેમાં આવતીકાલે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. તો કાલથી જ ડિજિટલ જનગણના-2027ની કામગીરીનો પ્રારંભ પણ કરવામાં આવનાર છે. જે અંતર્ગત કુલ 4700નો સ્ટાફ ઘરે-ઘરે જઈ વિગતો મેળવશે. મ્યુનિસિપલ કમિશનરના નેતૃત્વમાં આ બંને પ્રક્રિયા રાજકોટના ભાવિ આયોજન માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે. ત્યારે મ્યુ. કમિશનર દ્વારા રાજકોટની જનતાને સાચી માહિતી આપી જરૂરી સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. રાજકોટમાં 4700થી વધુ સ્ટાફ સાથે ડિજિટલ સર્વેક્ષણ ભારત સરકાર દ્વારા વર્ષ 2027 ની જનગણનાની મહત્વની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાને સોંપવામાં આવી છે. આ રાષ્ટ્રીય કાર્યને સફળ બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનર તુષાર ડી. સુમેરાને 'પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર' તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની સાથે નાયબ કમિશનર એચ.આર.પટેલ 'સિટી સેન્સસ ઓફિસર' અને ચૂંટણી શાખાના મેનેજર પ્રણય ડી.પંચાલ 'સેન્સસ ઓફિસર' તરીકે સમગ્ર અભિયાનનું સંચાલન કરશે. આજે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ કામગીરીનું માળખું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ શહેરના 1 થી 18 વોર્ડ ઉપરાંત આઉટર ગ્રોથ વિસ્તારના ગામો જેવા કે બેડી, રોણકી અને મનહરપુર-2 ને પણ આવરી લેવામાં આવ્યા છે. વર્ષ 2011 ના સીમાંકન મુજબ અંદાજિત 3535 બ્લોકમાં આ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. ડિજિટલ ડેટા અને તાલીમબદ્ધ સ્ટાફ આ વખતે જનગણનાની વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે ડિજિટલી હાથ ધરવામાં આવશે. આ માટે અંદાજે 4700 જેટલા ગણતરીદારો અને સુપરવાઈઝરોની ફોજ ઉતારવામાં આવશે. જેમાં સરકારી શાળાઓ, હાઈસ્કૂલ અને કોલેજોના પ્રાધ્યાપકો તેમજ વિવિધ સરકારી કચેરીઓના કર્મચારીઓ જોડાશે. માસ્ટર ટ્રેનર તરીકે નિરજ એમ.વ્યાસ અને ફિલ્ડ ટ્રેઈનર તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના CRC અને મુખ્ય શિક્ષકો દ્વારા સઘન તાલીમ આપવામાં આવશે. કામગીરીનો સમયગાળો * 01/04/2026 થી 05/04/2026: 150 થી 200 મકાનોના આધારે નવા બ્લોક બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થશે. * 20/04/2026 થી 19/05/2026: સ્ટાફ દ્વારા ઘરે-ઘરે જઈને 'હાઉસ લિસ્ટિંગ' (મકાનોની યાદી) તૈયાર કરવાની કામગીરી કરવામાં આવશે. કમિશનર દ્વારા રાજકોટની જનતાને વિનંતી કરવામાં આવી છે કે જ્યારે ગણતરીદારો આવે ત્યારે તેમને સાચી માહિતી આપી સહયોગ પૂરો પાડે, જેથી શહેરના વિકાસનું સચોટ આયોજન થઈ શકે. મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ: તમારા મતાધિકારની વિગતો ચકાસી લો લોકશાહીના પર્વમાં ભાગ લેવા માટે સૌથી જરૂરી એવું પગલું એટલે કે મતદાર યાદીમાં નામની ખાતરી. રાજકોટ મહાનગરપાલિકાના તમામ 18 વોર્ડની આખરી મતદાર યાદી તા. 01/04/2026 ના રોજ સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે. યાદી 01/01/2026 ની લાયકાતની તારીખના સંદર્ભમાં તૈયાર કરવામાં આવી છે. આ યાદી રાજકોટમાં સમાવિષ્ટ વિધાનસભા મતવિસ્તારોની યાદી (17/02/2026ના રોજ પ્રસિદ્ધ થઈ હતી) તેના આધારે બનાવવામાં આવી છે. જેમાં 67-વાંકાનેર (આંશિક), 68-રાજકોટ-પૂર્વ, 69-રાજકોટ-પશ્ચિમ, 70-રાજકોટ- દક્ષિણ અને 71-રાજકોટ-ગ્રામ્ય (આંશિક)નો સમાવેશ કરવામાં આવ્યો છે. તમારું નામ ક્યાં ચેક કરશો? રાજકોટના નાગરિકો પોતાની વિગતો જોવા માટે નીચેના સ્થળોની મુલાકાત લઈ શકે છે: * મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી: ચૂંટણી શાખા, રૂમ નંબર-11, ત્રીજો માળ, ડો.આંબેડકર ભવન, ઢેબર રોડ. * વોર્ડ ઓફિસ: દરેક વોર્ડ નંબર 1 થી 18 ની મુખ્ય વોર્ડ ઓફિસ ખાતે આ યાદી જનતાના અવલોકન માટે ઉપલબ્ધ છે. મનપા તંત્રની સંપૂર્ણ સજ્જતા સેન્ટ્રલ ઝોન કચેરીની બેઠકમાં નોડલ ઓફિસર દિગમ શાહ અને નોડલ ટીમ (સંજય કુમાર અને નિશાંત કુમાર) ની ઉપસ્થિતિમાં આ બંને પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી હતી. એક તરફ જનગણના માટે 4700 થી વધુનો સ્ટાફ કાર્યરત થશે, બીજીતરફ મતદાર યાદી માધ્યમથી પારદર્શક ચૂંટણી પ્રક્રિયાનો પાયો નખાયો છે. રાજકોટ મહાનગરપાલિકાએ તમામ નાગરિકોને અનુરોધ કર્યો છે કે તેઓ આ બંને પ્રક્રિયાઓમાં સક્રિયતા દાખવે. મતદાર યાદીમાં તમારું નામ તપાસવું અને જનગણનામાં સાચી વિગતો આપવી એ એક જવાબદાર નાગરિકની ફરજ છે, જે આવતીકાલના વિકસિત રાજકોટનું નિર્માણ કરશે.
    Click here to Read More
    Previous Article
    ‘PM ગુજરાતમાં છે તે જાહેરાત કરે કે મંજૂરી નહિ અપાઈ’:પોરબંદરમાં લિકર શોપની તૈયારી, કોંગ્રેસે કહ્યું- આ ગોડસેના વિચારધારા વાળાનું કામ
    Next Article
    રાજકોટમાં ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થશે:મનપા દ્વારા માત્ર રૂ. 2 લાખમાં આધુનિક સુવિધા સાથેનાં 1057 આવાસ અપાશે, 7 એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment