Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થશે:મનપા દ્વારા માત્ર રૂ. 2 લાખમાં આધુનિક સુવિધા સાથેનાં 1057 આવાસ અપાશે, 7 એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

    11 hours ago

    રાજકોટ શહેરના શ્રમિક અને મધ્યમ વર્ગના પરિવારો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ મહત્વના અને આનંદના સમાચાર આપવામાં આવ્યા છે. પોતાના ઘરનું ઘર હોવું એ દરેક સામાન્ય માનવીનું એક મોટું સ્વપ્ન હોય છે, અને આ સ્વપ્નને સાકાર કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા કમર કસવામાં આવી છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં તૈયાર કરવામાં આવેલા વિવિધ કેટેગરીના કુલ 1080 આવાસો માટે આગામી તા. 07/04/2026 થી ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે આવાસની કિંમત માત્ર રૂ. 2 લાખ રાખવામાં આવી છે, જેથી મોંઘવારીના સમયમાં સામાન્ય માણસ પણ ઘરનું ઘર મેળવી શકશે. વિવિધ કેટેગરી અને આવાસની કિંમતો મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાને ત્રણ મુખ્ય શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે, જેથી સમાજના દરેક સ્તરના લોકો તેની ક્ષમતા મુજબ અરજી કરી શકે છે. * EWS કેટેગરી (Economically Weaker Section): આ યોજનામાં સૌથી મોટો હિસ્સો EWS આવાસોનો છે, જેની સંખ્યા 1057 છે. આ આવાસની કિંમત માત્ર રૂ. 02 લાખ છે. જે પરિવારોની વાર્ષિક આવક રૂ. 03 લાખ સુધીની છે, તેઓ આ માટે અરજી કરી શકે છે. ખાસ વાત એ છે કે આ માટે ફોર્મ ફી શૂન્ય છે અને ડિપોઝિટની રકમ રૂ. 5000 રાખવામાં આવી છે. * LIG કેટેગરી (Low Income Group): જે પરિવારોની વાર્ષિક આવક રૂ. 03 લાખ થી રૂ. 06 લાખની વચ્ચે છે, તેમના માટે 06 આવાસો ઉપલબ્ધ છે. આ આવાસની કિંમત રૂ. 12 લાખ નક્કી કરવામાં આવી છે. આ માટે ફોર્મ ફી રૂ. 50 અને ડિપોઝિટ રૂ. 20000 ભરવાની રહેશે. * MIG કેટેગરી (Middle Income Group): મધ્યમ આવક ધરાવતા પરિવારો જેમની વાર્ષિક આવક રૂ. 06 લાખ થી રૂ. 7.5 લાખ છે, તેમના માટે 17 આવાસો છે. આ આવાસની કિંમત રૂ. 18 લાખ છે, જેમાં ફોર્મ ફી રૂ. 100 અને ડિપોઝિટ રૂ. 20000 રહેશે. આવાસમાં મળનારી સુવિધાઓ EWS કેટેગરીના આવાસો માત્ર રૂ. 2 લાખ જેવી નજીવી કિંમતમાં મળતા હોવા છતાં, આ આવાસોમાં પાયાની તમામ આધુનિક સુવિધાઓનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસ વિસ્તારોમાં પાકા સીસી રોડ, સ્ટ્રીટ લાઈટ, પીવાના શુદ્ધ પાણીની પાઇપલાઇન અને અધ્યતન ડ્રેનેજ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત, બાળકો માટે રમતનું મેદાન અને ગ્રીન બેલ્ટ જેવી સુવિધાઓ પણ આયોજન હેઠળ છે, જેથી સામાન્ય પરિવારના બાળકોને પણ ઉત્તમ વાતાવરણ મળી રહેશે. અન્ય કેટેગરીના આવાસોમાં પણ જીવન જરૂરી તમામ સુવિધાઓ આપવામાં આવશે. કેવી રીતે અને ક્યારે અરજી કરવી? રાજકોટ મહાનગરપાલિકાએ સમગ્ર પ્રક્રિયાને અત્યંત પારદર્શક અને સરળ બનાવવા માટે ઓનલાઇન માધ્યમ પસંદ કર્યું છે. ઈચ્છુક નાગરિકો તારીખ 7 એપ્રિલના રોજ બપોરે 1 વાગ્યાથી લઈને 6મેં ના રોજ સાંજે 05 વાગ્યા સુધી મનપાની અધિકૃત વેબસાઇટ www.rmc.gov.in પર જઈને ફોર્મ ભરી શકશે. એક મહિનાના સમયગાળા દરમિયાન અરજદારોએ પોતાની ડિપોઝિટની રકમ પણ ઓનલાઇન જ જમા કરાવવાની રહેશે. જરૂરી દસ્તાવેજો અને અપલોડ કરવાની સૂચના અરજદારોએ ફોર્મ ભરતી વખતે કેટલાક મહત્વના દસ્તાવેજો ડિજિટલ ફોર્મેટમાં સાથે રાખવા પડશે. આ તમામ દસ્તાવેજો JPG અથવા PDF ફોર્મેટમાં અને 01 MB થી ઓછી સાઈઝમાં હોવા જોઈએ. * અરજદારનો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી. * આધાર કાર્ડ (અરજદાર અને તેમના પતિ/પત્ની અથવા વાલીના). * તારીખ 01/04/2023 પછીનું વાર્ષિક આવકનું પ્રમાણપત્ર અથવા વર્ષ 2024-25 નું ITR. * રહેઠાણના પુરાવા તરીકે તારીખ 01/04/2025 પછીનું લાઈટબિલ, વેરાબિલ અથવા ભાડા કરાર. * ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ અને બેંકની વિગતો (કેન્સલ્ડ ચેક/પાસબુક). * જો લાગુ પડતું હોય તો જાતિનું પ્રમાણપત્ર, દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (40% થી વધુ) અથવા માજી સૈનિક હોવા અંગેના પુરાવા. આવાસ યોજના વિભાગ દ્વારા ખાસ તાકીદ કરવામાં આવી છે કે અરજદારે 'સ્વ-પ્રમાણિત જાહેરનામું' (Self-attested Declaration) ડાઉનલોડ કરી, તેના દરેક પાના પર સહી કરી અને ફરી અપલોડ કરવાનું રહેશે. જો આ દસ્તાવેજ અધૂરો હશે અથવા અપલોડ કરવામાં નહીં આવ્યો હોય, તો અરજી ફોર્મ સીધું જ રદ કરવામાં આવશે. તો જાતિના પ્રમાણપત્ર જેવી વિગતોમાં અરજદારનું જ પ્રમાણપત્ર હોવું અનિવાર્ય છે. રાજકોટ મહાનગરપાલિકાની આ યોજનાથી હજારો પરિવારોને આર્થિક બોજ વગર પાકું મકાન મળશે. ખાસ કરીને શ્રમિકો માટે રૂ. 02 લાખમાં ઘરનું ઘર મળવું એ તેમની જીવનભરની મૂડી સમાન છે. મનપાના આવાસ યોજના વિભાગે લોકોને અપીલ કરી છે કે છેલ્લી ઘડીની ભીડ ટાળવા માટે વહેલી તકે ઓનલાઇન ફોર્મ ભરી દેવા. આ પ્રક્રિયા સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઈઝડ ડ્રો દ્વારા કરવામાં આવશે, જેથી દરેક નાગરિકને સમાન તક પ્રાપ્ત થશે. રાજકોટ મહાપાલિકા દ્વારા PMAY 2.0 અંતર્ગત 3170 આવાસોનું નિર્માણ કરાશે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બજેટ વર્ષ 2026-27 અંતર્ગત શહેરના આર્થિક રીતે નબળા વર્ગના અને ઘરવિહોણા પરિવારો માટે "પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0" હેઠળ EWS-1 અને EWS-2 પ્રકારના કુલ 3170 આવાસોના નિર્માણ માટેની ટેન્ડર પ્રક્રિયા આજે 31 માર્ચનાં રોજ પૂર્ણ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના જણાવ્યા મુજબ, આ ટેન્ડર 01-04-2026ના રોજ મહાનગરપાલિકાની વેબસાઈટ પર પ્રસિદ્ધ થશે, જેમાં આધુનિક માળખાકીય સુવિધાઓ જેવી કે શુદ્ધ પાણી, ગટર લાઈન, સ્ટ્રીટલાઈટ, પાર્કિંગ અને બાળકો માટે રમતગમતના સ્થળોનો સમાવેશ કરવામાં આવશે. રાજ્ય સરકારના 24-03-2025ના ઠરાવ મુજબ અમલી બનેલી યોજનામાં AHP, ARH, BLC અને ISS જેવા વિવિધ ઘટકો દ્વારા લાભાર્થીઓને પોષણક્ષમ ભાવે ગુણવત્તાસભર રહેઠાણ ઉપલબ્ધ કરાવી 'સર્વ માટે આવાસ'ના સંકલ્પને સાકાર કરવાનો પ્રયાસ કરવામાં આવનાર છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના શહેરીજનો માટે મહત્વના સમાચાર:આવતીકાલે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે, કાલથી જ ડિજિટલ જનગણના-2027ની કામગીરી, 4700નો સ્ટાફ ઘરે-ઘરે જઈ વિગતો મેળવશે
    Next Article
    વડોદરામાં જામશે 'સંતુર મોમ'નો જંગ:વિજેતા માતાને મળશે 40 હજારનો હીરાજડિત ક્રાઉન, સેવાસીમાં યોજાશે ભવ્ય રેમ્પ વોક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment