Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જનગણના 2027 માટે રાજકોટ મહાપાલિકા સજ્જ:રાજકોટનાં ત્રણેય ઝોનમાં 4200 જેટલા કર્મચારીઓની ત્રણ દિવસની તાલીમ શરૂ, ઓનલાઇન સ્વ-ગણતરી કરવા અપીલ

    1 week ago

    દેશમાં આગામી સમયમાં યોજાનારી જનગણના 2027 (Census 2027) ની વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે રાજકોટ મહાપાલિકા દ્વારા વ્યાપક સ્તરે કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. રાજકોટ મહાપાલિકાના ચૂંટણી અધિકારી પ્રણય પંચાલ દ્વારા જનગણના સંદર્ભે મહત્વની વિગતો અને આયોજનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શહેરમાં જનગણનાની કામગીરી સુચારુ અને ચોકસાઈપૂર્વક સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા માળખાગત તૈયારીઓ આખરી કરી લેવામાં આવી છે, જેના ભાગરૂપે કર્મચારીઓની તાલીમ અને નાગરિકો માટે ઓનલાઇન (સ્વ-ગણતરી)ની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. 4200 થી 4500 કર્મચારીઓની ફોજની તાલીમ શરૂ ચૂંટણી અધિકારી પ્રણય પંચાલના જણાવ્યા અનુસાર, રાજકોટ મહાપાલિકા વિસ્તારમાં જનગણના 2027 ની વ્યાપક કામગીરીને પહોંચી વળવા મોટા માનવબળની જરૂરિયાત ઊભી થઈ છે. આ સમગ્ર પ્રક્રિયા અંતર્ગત અંદાજિત 4200 થી 4500 જેટલા ગણતરીદારો (એન્યુમરેટર્સ) અને સુપરવાઈઝરોની નિમણૂક કરવામાં આવી રહી છે. આ સ્ટાફ પૈકી મહાપાલિકાના પોતાના અંદાજિત 1050 થી 1100 જેટલા કર્મચારીઓનો સમાવેશ આ કામગીરીમાં કરવામાં આવ્યો છે. બાકીના સ્ટાફની વ્યવસ્થા અન્ય સરકારી કે સંલગ્ન વિભાગોમાંથી કરવામાં આવી છે, જેથી કરીને શહેરના તમામ વોર્ડ અને વિસ્તારોને વ્યાપક રીતે આવરી શકાય. ત્રણેય ઝોનમાં વોર્ડ વાઇઝ તાલીમનો પ્રારંભ જનગણના જેવી સંવેદનશીલ અને ચોકસાઈ માંગી લેતી કામગીરીમાં સ્ટાફની સજ્જતા અનિવાર્ય હોવાથી મનપા દ્વારા તાલીમ કાર્યક્રમ શરૂ કરી દેવાયો છે. પ્રણય પંચાલે જણાવ્યા મુજબ, રાજકોટના ત્રણેય ઝોન (સેન્ટ્રલ ઝોન, વેસ્ટઝોન અને ઇસ્ટઝોન)માં પ્રમુખસ્વામી ઓડિટોરિયમ, અટલબિહારી બાજપેઈ ઓડિટોરિયમ તેમજ અરવિંદ મણિયાર હોલમાં ઝોન વાઇઝ અને અલગ-અલગ વોર્ડ મુજબ તાલીમ વર્ગોનું આયોજન આજથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ તાલીમ વ્યવસ્થા વિશે વિગતો આપતા તેમણે ઉમેર્યું હતું કે, તાલીમ દરમિયાન ભીડ ન થાય અને પ્રત્યેક કર્મચારી સચોટ માહિતી મેળવી શકે તે માટે 50-50 કર્મચારીઓની નાની બેચ તૈયાર કરવામાં આવી છે. જેમાં તમામ બેચની તાલીમ સમાંતર (પેરેલલ) રીતે જુદા-જુદા સેન્ટરો પર ચલાવવામાં આવી રહી છે. આ કર્મચારીઓને તાલીમ આપવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જનગણના કાર્યાલય, ગાંધીનગર તરફથી જે માસ્ટર ટ્રેનર્સ અને ફિલ્ડ ટ્રેનર્સ તૈયાર કરવામાં આવ્યા છે, તેઓ દ્વારા આ તાલીમ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકામાં નોડલ અને આસિસ્ટન્ટ નોડલ તરીકે જે અધિકારીઓ અને સ્ટાફની નિયુક્તિ કરવામાં આવી છે, તેઓ સીધા આ ગણતરીદાર અને સુપરવાઈઝરની તાલીમ પ્રક્રિયાનું મોનિટરિંગ અને સંચાલન કરી રહ્યા છે. 34 પ્રશ્નોની યાદી અને ફિલ્ડ વર્કની વિસ્તૃત સમજ તાલીમ દરમિયાન કર્મચારીઓને કઈ બાબતો શીખવામાં આવશે તે અંગે સ્પષ્ટતા કરતા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, જનગણના 2027 ની કામગીરી માટે કુલ 34 પ્રશ્નોની એક વિસ્તૃત યાદી તૈયાર કરવામાં આવી છે. આ પ્રશ્નોના જવાબો ફિલ્ડ પર જઈને નાગરિકો પાસેથી કઈ રીતે મેળવવા, તેની તકનીકી સમજ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત જનગણના હેઠળ 'ઘર' કોને ગણવું, પ્રિમાઇસીસ (પરિસર) ની વ્યાખ્યા શું છે, અને આખા પ્રિમાઇસીસની ગણતરી કઈ પદ્ધતિથી કરવી તેની વિગતવાર સમજણ અપાઈ રહી છે. ટૂંકમાં કહીએ તો, ફિલ્ડ પર કામ કરતી વખતે પારિવારિક વ્યાખ્યા, ઘરની વ્યાખ્યા અને વાસ્તવિક સ્થિતિનું આકલન કઈ રીતે કરવું તે તમામ પ્રકારની ફિલ્ડ-વર્ક કામગીરીનો સમાવેશ આ સઘન તાલીમમાં કરી દેવામાં આવ્યો છે. ઓનલાઇન સ્વ-ગણતરી (સેલ્ફ-એન્યુમરેશન)નો પ્રારંભ વધુમાં તેમણે જણાવ્યું કે, હાલનાગરિકોને ઓનલાઇન સ્વ-ગણતરીની સુવિધા પણ આપવામાં આવી છે. 17 મેથી લોકો માટે સ્વ-ગણતરી (Self-Enumeration)ની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. આ ઓનલાઇન પ્રક્રિયા આગામી 31 મે સુધી ચાલુ રહેશે. આ ડિજિટલ માધ્યમ ખૂબ જ સરળ છે અને નાગરિકો પોતાના ઘરે બેઠા જ પોતાના પરિવારની વિગતો ઓનલાઇન પોર્ટલ પર નોંધી શકશે. રાજકોટનાં તમામ રહીશોને અપીલ કરતા તેમણે જણાવ્યું છે કે, તેઓ આ સ્વ-ગણતરીની પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લે અને પોતે જ પોતાના પરિવારની સાચી વિગતો પોર્ટલ પર સબમિટ કરે. આ માટે સરકારે વિશેષ પોર્ટલ se.census.gov.in કાર્યરત કર્યું છે. આ પોર્ટલ પર જઈને નાગરિકો કુટુંબના વડાનું નામ, ઘરના સભ્યોની સંખ્યા, ઘરને લગતી અગત્યની ભૌતિક માહિતી તેમજ નિયત કરવામાં આવેલા અન્ય પ્રશ્નોના જવાબો ઓનલાઇન ભરી શકશે. આ ઓનલાઇન વ્યવસ્થા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ફિલ્ડ વર્કને સરળ બનાવવાનો છે. ત્યારે વધુમાં વધુ નાગરિકો ઓનલાઈન પોતાની અને પરિવારની વિગતો સબમિટ કરે તેવી અપીલ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. જો નાગરિકો 17 મે થી 31 મે દરમિયાન પોતાની માહિતી ઓનલાઇન પોર્ટલ પર સબમિટ કરી દેશે, તો તેમને વિશેષ ઓળખ નંબર એટલે કે SEI ID (Self-Enumeration ID) પ્રાપ્ત થશે. ત્યારબાદ જ્યારે મહાનગરપાલિકાના ગણતરીદારો કે એન્યુમરેટર્સ તેમના ઘરે રૂબરૂ મુલાકાત માટે આવશે, ત્યારે નાગરિકોએ માત્ર આ SEI ID જ તેમને આપવાનો રહેશે. આ આઈડી આપતાની સાથે જ સિસ્ટમમાં તેમની તમામ વિગતો આપોઆપ ચકાસાઈ જશે, જેના કારણે નાગરિકોનો પણ સમય બચશે અને વહીવટી તંત્રની કામગીરી ખૂબ જ સરળ તેમજ ઝડપી બની જશે.
    Click here to Read More
    Previous Article
    અતુલ સ્ટેશન નજીક મળેલી હાથ-પગ બાંધેલી લાશનો ભેદ ઉકેલાયો:કંપનીમાં મજૂરી કરતા વૃદ્ધા માયાદેવીની ઓળખ થઈ, હત્યા કરનાર આરોપીને 24 કલાકમાં પોલીસે દબોચી લીધો
    Next Article
    ગુજરાતમાં વસ્તી ગણતરી માટે સ્વ-નોંધણીનો ઉત્સાહ:પ્રથમ દિવસે 30,234 પરિવાર જોડાયા, જાણો ઓનલાઇન પ્રોસેસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment