Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં વસ્તી ગણતરી માટે સ્વ-નોંધણીનો ઉત્સાહ:પ્રથમ દિવસે 30,234 પરિવાર જોડાયા, જાણો ઓનલાઇન પ્રોસેસ

    1 सप्ताह पहले

    જનગણના 2027ના પ્રથમ તબક્કા અંતર્ગત શરૂ કરાયેલી સ્વ-ગણતરી (Self Enumeration) પ્રક્રિયાને ગુજરાતમાં સારો પ્રતિસાદ મળ્યો છે. 17 મેના રોજ શરૂ થયેલી પ્રક્રિયાના પ્રથમ જ દિવસે રાત્રે 8:30 વાગ્યા સુધીમાં રાજ્યભરના 30,234 પરિવારો દ્વારા સ્વ-નોંધણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સરકાર દ્વારા 17 મેથી 31 મે સુધી નાગરિકો માટે પોર્ટલ ખુલ્લું રાખવામાં આવ્યું છે, જેથી ગણતરીદાર ઘર-ઘર પહોંચે તે પહેલાં લોકો પોતે જ માહિતી ભરી શકે. ઓનલાઇન પ્રક્રિયામાં 15-20 મિનિટ જ લાગશે સ્વ-ગણતરી માટે નાગરિકોએ અધિકૃત પોર્ટલ se.census.gov.in પર જઈને પરિવારની વિગતો, રહેણાંક સ્થળની માહિતી અને પ્રશ્નાવલી ભરવાની રહેશે. સમગ્ર પ્રક્રિયામાં અંદાજે 15થી 20 મિનિટનો સમય લાગે છે. સફળ નોંધણી બાદ 11 અંકનો SE ID આપવામાં આવે છે, જે બાદમાં ગણતરીદારની મુલાકાત વખતે દર્શાવવો પડશે. શિક્ષક સંગઠનો અને વિવિધ વર્ગોમાંથી પણ વધુમાં વધુ લોકો સ્વ-નોંધણી કરે તેવી અપીલ કરવામાં આવી રહી છે. તેમનું માનવું છે કે લોકો પોતે માહિતી ભરી દેશે તો ગણતરી કામગીરીમાં જોડાયેલા શિક્ષકો અને કર્મચારીઓનો સમય તથા માનવશક્તિ બંનેનો બચાવ થશે. અધિકારીઓએ નાગરિકોને ફક્ત અધિકૃત પોર્ટલનો જ ઉપયોગ કરવા, OTP કોઈ સાથે શેર ન કરવા અને અંતિમ સબમિટ પહેલાં તમામ વિગતો ચકાસવાની સલાહ આપી છે. રાજ્યમાં પ્રથમ દિવસે મળેલા પ્રતિસાદ બાદ આગામી દિવસોમાં આ આંકડો વધુ ઝડપથી વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 1 જૂનથી ડોર ડુ ડોર વસ્તી ગણતરી રાજ્યમાં 15 વર્ષ બાદ યોજાઈ રહેલી વસતી ગણતરીના પ્રથમ તબક્કાનો 1 જૂનથી પ્રારંભ થશે. 1 જૂનથી 30 જૂન દરમિયાન તમામ ઘરોની ગણતરી કરાશે. કર્મચારીઓ દ્વારા 33 સવાલોના જવાબ મેળવાશે. લોકો જાતે પણ 17 મેથી 31 મે દરિયાન ઓનલાઈન પોતાની માહિતી અપલોડ કરી શકશે. 1.10 લાખ કર્મચારીઓ વસતી ગણતરીની કામગીરીમાં જોડાશે રાજ્યના તમામ જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગામડાઓમાં વસતી ગણતરી યોજાશે. આ વસતી ગણતરીમાં 1,10,598 હાઉસલિસ્ટિંગ બ્લોક્સ (HLBs), 1,09,038 ગણતરીદારો તેમજ 18,254 સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ગણતરીદારો, સુપરવાઇઝર અને અન્ય વસતી ગણના અધિકારીઓને ત્રણ તબક્કામાં તાલીમ આપવામાં આવી રહી છે. આ ચાર સવાલ પ્રથમવાર પૂછાશે વસતી ગણતરીની કામગીરી દરમિયાન ઘરના મુખ્ય વ્યકિતને કર્મચારી દ્વારા અલગ અલગ 33 સવાલો પૂછવામાં આવશે. જેમાં ચાર બાબત એવી છે કે, આ વસતી ગણતરીમાં પ્રથમવાર સમાવેશ કરવામાં આવ્યો છે. તમે ઈન્ટરનેટ, સ્માર્ટ ફોન, બોટલ્ડ વોટલ વાપરો છો?, તમે કયુ ધાન્ય વધારે ખાવ છો? તેની પ્રથમવાર માહિતી મેળવાશે. મૂંઝવણ દૂર કરવા માટે ટોલ ફ્રી નંબર જાહેર કરાયો વસતી ગણતરી કામગીરીને લઈ લોકોને કોઈ બાબતે મૂંઝવણ હોય તો તેઓ ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ટોલ-ફ્રી નંબર 1855 અથવા વેબસાઇટ www.censusindia.gov.in પર સંપર્ક કરી શકશે. શિક્ષકો અને પ્રોફેસરોને વસતી ગણતરીની કામગીરીમાંથી બાકાત રાખવાની માગ રાજ્યમાં આગામી જૂન માસથી શરૂ થનારી વસતી ગણતરીની પ્રક્રિયાને લઈને શિક્ષક અને પ્રાધ્યાપક સંગઠનોમાં ચિંતા વ્યાપી છે. શાળાઓ અને કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત દરમિયાન જ મોટા પ્રમાણમાં શિક્ષકો અને અધ્યાપકોને વસતી ગણતરીની કામગીરીમાં જોડવામાં આવશે તો તેની સીધી અસર શિક્ષણકાર્ય પર પડશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મુદ્દે વિવિધ શૈક્ષિક સંગઠનોએ સરકાર અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆતો શરૂ કરી છે. વસતી ગણતરી નિયામક સુજલ માયાત્રાએ આ મુદ્દે જણાવ્યું હતું કે શિક્ષકોને કામગીરીમાં જોડવાનો વિષય રાજ્ય સરકારના અધિકારક્ષેત્રનો છે અને અંતિમ નિર્ણય રાજ્ય સરકાર કરશે.
    Click here to Read More
    Previous Article
    જનગણના 2027 માટે રાજકોટ મહાપાલિકા સજ્જ:રાજકોટનાં ત્રણેય ઝોનમાં 4200 જેટલા કર્મચારીઓની ત્રણ દિવસની તાલીમ શરૂ, ઓનલાઇન સ્વ-ગણતરી કરવા અપીલ
    Next Article
    7 Teams, 3 Spots: All IPL 2026 Playoffs Scenarios Explained

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment