Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કદવાલ દરબારગઢમાં સ્વર્ગસ્થ ઠાકોર સાહેબ જીતેન્દ્રસિંહજીના જન્મદિવસ નિમિત્તે સુંદરકાંડ:કુંવર જય પ્રતાપસિંહજી અને રાજ પરિવાર દ્વારા આયોજન, કાકણપુરના મહારાજે 2027મો પાઠ કર્યો

    6 hours ago

    કદવાલ ગામ, જે 42 ગામોનું સ્ટેટ ગણાય છે, ત્યાંના દરબારગઢમાં સ્વર્ગસ્થ ઠાકોર સાહેબ શ્રી જીતેન્દ્રસિંહજી મોટા દાદાના જન્મદિવસ નિમિત્તે સુંદરકાંડનું આયોજન કરાયું હતું. આ પાઠ કદવાલ કુંવર સાહેબ શ્રી જય પ્રતાપસિંહજી અને તેમના રાજ પરિવાર દ્વારા રાખવામાં આવ્યો હતો. કાકણપુર નિવાસી મહારાજ શ્રી અને તેમના ભક્ત મંડળ દ્વારા સુંદરકાંડનો પાઠ કરાયો હતો. મહારાજે જણાવ્યું કે આ તેમનો 2027મો સુંદરકાંડ પાઠ છે. તેમણે રાજ પરિવારની સુખાકારી માટે પણ આશીર્વાદ આપ્યા હતા. મહારાજના કહેવા મુજબ, કાકણપુરનું આ મંડળ ઘણા વર્ષોથી ગૌ સેવા માટે દાન એકત્ર કરે છે. અત્યાર સુધીમાં તેમણે કદવાલ નજીક આવેલા બાકરોલ મુકામે આવેલી શ્રીરામ ગૌશાળાને લગભગ ચાર કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ ઉપરાંત, તેઓ નર્મદા પરિક્રમા કરતા ભાઈઓ અને બહેનોને પણ આ દાનમાંથી મદદ કરે છે.
    Click here to Read More
    Previous Article
    બોરળતાવમાં ઉછીના આપેલા રુપિયા પરત માંગતા રત્નકલાકારને ધમકી:મિત્રએ ઘરે જઈ પત્ની સામે જાનથી મારી નાખવાની ધમકી આપી, બે શખસ સામે પોલીસ ફરિયાદ
    Next Article
    ભારતે એશિયાડમાં આજે ચોથો ગોલ્ડ જીત્યો:તીરંદાજીમાં 3 અને શૂટિંગમાં એક ગોલ્ડ મેડલ જીત્યો; અત્યાર સુધી 10 સુવર્ણ પદક આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment