Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોરળતાવમાં ઉછીના આપેલા રુપિયા પરત માંગતા રત્નકલાકારને ધમકી:મિત્રએ ઘરે જઈ પત્ની સામે જાનથી મારી નાખવાની ધમકી આપી, બે શખસ સામે પોલીસ ફરિયાદ

    6 hours ago

    ભાવનગરના બોરતળાવ મફતનગર વિસ્તારમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા રાકેશભાઈ દિનેશભાઈ રાઠોડે પોતાના જૂના મિત્ર રોહિત જલારામભાઈ દુધરેજીયાને ₹ 5,000 ઉછીના આપ્યા હતા. રાકેશભાઈએ પોતાના જ નાણાં પરત માંગતા રોહિતે આ વાતની મનમાં દાઝ રાખી હતી અને ઉછીના રૂપિયા આપવાને બદલે ઝઘડાનું સ્વરૂપ આપ્યું હતું. ઘરે આવીને આપી ધમકી 29 સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે રાકેશભાઈ ઘરે હાજર ન હતા, ત્યારે રોહિત અને તેનો ભાઈ વિપુલ છરી તથા ધોકો લઈને તેમના ઘરે ધસી આવ્યા હતા. બંને ભાઈઓએ ઘરનું બારણું ખખડાવી રાકેશભાઈની પત્નીને અપશબ્દો કહ્યા હતા. તેમજ 'રાકેશ મળશે તો તેને છરીના ઘા મારી ટાંટિયા ભાંગી નાખીશું' તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. પોલીસે ગુનો દાખલ કર્યો આ સમગ્ર બનાવ અંગે રાકેશભાઈ રાઠોડે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે રોહિત દુધરેજીયા અને વિપુલ દુધરેજીયા વિરુદ્ધ BNS એક્ટની કલમ 352, 351(3) અને 54 મુજબ ગુનો દાખલ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પંજાબમાં અમિત શાહને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:લખ્યું- BJPની જાલંધર રેલીમાં સ્ટેજની નીચે IED મૂકવામાં આવ્યો; પોલીસ-સુરક્ષા એજન્સીઓ હાઈ અલર્ટ પર
    Next Article
    કદવાલ દરબારગઢમાં સ્વર્ગસ્થ ઠાકોર સાહેબ જીતેન્દ્રસિંહજીના જન્મદિવસ નિમિત્તે સુંદરકાંડ:કુંવર જય પ્રતાપસિંહજી અને રાજ પરિવાર દ્વારા આયોજન, કાકણપુરના મહારાજે 2027મો પાઠ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment