Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં જનગણના 2027 સ્વ-ગણતરી શરૂ, કલેક્ટરે ફોર્મ ભર્યું:31 મે સુધી ઓનલાઇન ફોર્મ ભરી રાષ્ટ્રહિતના કાર્યમાં જોડાવા અપીલ

    2 सप्ताह पहले

    બનાસકાંઠા જિલ્લામાં જનગણના 2027 અંતર્ગત સ્વ-ગણતરી (સેલ્ફ એન્યુમરેશન) પ્રક્રિયાનો પ્રારંભ 17 મેથી થઈ ગયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને આગામી 31 મે સુધીમાં પોતાની જરૂરી વિગતો ઓનલાઇન ભરીને આ રાષ્ટ્રીય પ્રક્રિયામાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે. આ પહેલના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલે પાલનપુર કલેકટર કચેરી ખાતેથી વસ્તી ગણતરીનું સેલ્ફ એન્યુમરેશન ફોર્મ ભર્યું હતું. તેમણે se.census.gov.in પોર્ટલ પર પોતાની વિગતો સબમિટ કરીને જિલ્લાવાસીઓને વધુમાં વધુ ફોર્મ ભરવા અને રાષ્ટ્રહિતના આ કાર્યમાં જોડાવા આહવાન કર્યું હતું. કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, "વસ્તી ગણતરીનો આ પ્રથમ તબક્કો સ્વ-ગણતરીનો છે, જે 17 મેથી 31 મે સુધી ચાલશે. મેં પોર્ટલ પર મારું રજીસ્ટ્રેશન જાતે કર્યું છે. સૌ નાગરિકોને વિનંતી છે કે આ સમયગાળા દરમિયાન વસ્તીગણતરી માટેનું રજીસ્ટ્રેશન અવશ્ય પૂર્ણ કરી રાષ્ટ્રહિતના આ કામમાં સહભાગી બને." બીજી તરફ, બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેએ પણ જિલ્લા પંચાયત, પાલનપુર ખાતેથી પોતાનું સેલ્ફ એન્યુમરેશન ફોર્મ ભર્યું હતું અને જિલ્લાવાસીઓને આ પ્રક્રિયામાં જોડાવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "જનગણના 2027 અંતર્ગત 17 થી 31 મે સુધી સ્વ-ગણતરી ચાલુ છે. આ ઓનલાઇન પ્રક્રિયા અત્યંત સરળ છે. નાગરિકો ડિજિટલ પોર્ટલનો ઉપયોગ કરી પોતાની માહિતી ભરીને રજીસ્ટ્રેશન અવશ્ય કરાવે." વસ્તી ગણતરીનું મહત્વ અને ડિજિટલ પ્લેટફોર્મ વસ્તી ગણતરી એ એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્ય છે, જેના દ્વારા વસ્તી, સામાજિક, આર્થિક અને આવાસ સંબંધિત સચોટ માહિતી એકત્રિત કરવામાં આવે છે. આ ડેટાના આધારે જ ભવિષ્યમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન તથા અમલીકરણ કરવામાં આવે છે. સ્વ-ગણતરીની આ નવી પહેલ નાગરિકોને એક સરળ, સુરક્ષિત અને અનુકૂળ ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે છે, જેનાથી લોકો ગમે ત્યાંથી પોતાની માહિતી ઓનલાઇન સબમિટ કરી શકે છે. નાગરિકો [https://se.census.gov.in/](https://se.census.gov.in/) વેબસાઇટ પરથી જરૂરી માર્ગદર્શન મેળવીને પોતાની સ્વ-ગણતરી પૂર્ણ કરી શકે છે. વહીવટી તંત્રએ સમયસર અને સચોટ માહિતી આપીને સક્રિય નાગરિક તરીકે ફરજ નિભાવવા લોકોને ખાસ જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સાવલીના વાંકાનેર ગામે સગીરાનો એસિડ પી આપઘાત:પિતાએ જમવાનું બનાવવા બાબતે ઠપકો આપ્યો ને દીકરીએ એસિડ ગટગટાવ્યું
    Next Article
    મોરબીમાં ધોળા દિવસે 9.88 લાખની લૂંટ:ત્રણ અજાણ્યા બુકાનીધારી શખ્સોએ કારથી બાઇકને ટક્કર મારી છરી બતાવી માણેકવાડાના યુવકને લૂંટ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment