Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાવલીના વાંકાનેર ગામે સગીરાનો એસિડ પી આપઘાત:પિતાએ જમવાનું બનાવવા બાબતે ઠપકો આપ્યો ને દીકરીએ એસિડ ગટગટાવ્યું

    2 weeks ago

    વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હદય દ્રાવક ઘટના બની છે. નજીવી બાબતે પોતાનએ ઠપકો આપતા 15 વર્ષીય સગીરાએ ઘરે એસિડ પીને આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. સગીરાએ એસિડ ગટગટાવીને આપધાત કર્યો સાવલી તાલુકાના રાહતનગર વાંકાનેર ગામે આ ઘટના બની છે. જાણવા મળ્યા મુજબ, 15 વર્ષીય સગીરાએ પોતાના ઘરે એસિડ ગટગટાવી દીધું હતું. તેની તાત્કાલિક સારવાર માટે સાવલી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાંથી તેને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન આજે તેનું મોત થયું છે. પિતાએ જમવાનું બનાવવા બાબતે ઠપકો આપ્યો હતો આ મામલે ભાદરવા પોલીસે અકસ્માતે મોતનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ એક શ્રમિક પરિવાર છે જે ખુબજ ગરીબ છે. માતા પિતા મજૂરી કરી ગુજરાન ચલાવે છે અને દીકરીને જમવાનું બનાવવા બાબતે કહેતા પરત ફરતા ન બનાવ્યુ હોવાથી ઠપકો આપ્યો હતો. દરમ્યાન આ સગીરાએ એસિડ પી લીધું હતો. આ ઘટના આવેશમાં આવી સગીરાએ આ પગલું ભર્યું જેનાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
    Click here to Read More
    Previous Article
    પરિણીત BF સાથે રહેવા સેલ્સ ગર્લે 1.66 કરોડના દાગીના ચોર્યા:ઉત્તર ભારતની હોટેલોમાં સાથે મોજ કરી, હર્ષિદા નાહવા ગઈ ને બોયફ્રેન્ડે દાવ કરી નાખ્યો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા
    Next Article
    બનાસકાંઠામાં જનગણના 2027 સ્વ-ગણતરી શરૂ, કલેક્ટરે ફોર્મ ભર્યું:31 મે સુધી ઓનલાઇન ફોર્મ ભરી રાષ્ટ્રહિતના કાર્યમાં જોડાવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment