Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ધોળા દિવસે 9.88 લાખની લૂંટ:ત્રણ અજાણ્યા બુકાનીધારી શખ્સોએ કારથી બાઇકને ટક્કર મારી છરી બતાવી માણેકવાડાના યુવકને લૂંટ્યો

    2 सप्ताह पहले

    મોરબીના સરતાનપર રોડ પર સોમવારે બપોરના સમયે લૂંટની ઘટના બની હતી. બાઇક પર જઈ રહેલા એક યુવાનને કારથી ટક્કર મારી, છરી બતાવીને 9.88 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. આ ઘટનામાં યુવાનને ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. લૂંટનો ભોગ બનેલા યુવાનનું નામ ફારુક રજાકભાઈ સુમરા (ઉંમર 26) છે, જે મોરબી તાલુકાના માણેકવાડા ગામનો રહેવાસી છે. ફારુક છેલ્લા પાંચ વર્ષથી મની ટ્રાન્સફરના કલેક્શનનું કમિશન પર કામ કરે છે. તે લાલપર, ઢુવા, માટેલ અને સરતાનપર રોડ પરના જુદા જુદા કલેક્શન સેન્ટરો પરથી રોકડા રૂપિયા લઈને પોતાના બાઇક પર જઈ રહ્યો હતો. ફારુક સુમરા સરતાનપર રોડ પર આવેલા મોટા સિરામિકથી સેન્સો ચોકડી તરફ જઈ રહ્યો હતો ત્યારે GJ 27 K 1126 નંબરની સ્વિફ્ટ કારમાં આવેલા ત્રણ અજાણ્યા બુકાનીધારી શખ્સોએ તેના બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. ત્યારબાદ કારમાંથી ઉતરેલા એક શખ્સે ફારુકને છરી બતાવી તેની પાસેથી થેલામાં રાખેલા 9.88 લાખ રૂપિયાની લૂંટ કરી હતી. લૂંટ કર્યા બાદ ત્રણેય શખ્સો કાર લઈને ફરાર થઈ ગયા હતા. જોકે, ભોગ બનેલા યુવાને લૂંટારુઓની કારની એક બાજુની નંબર પ્લેટ ખેંચી લીધી હતી. મોરબી તાલુકા પોલીસે ઈજાગ્રસ્ત યુવાનની ફરિયાદ નોંધી નંબર પ્લેટના આધારે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે અને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠામાં જનગણના 2027 સ્વ-ગણતરી શરૂ, કલેક્ટરે ફોર્મ ભર્યું:31 મે સુધી ઓનલાઇન ફોર્મ ભરી રાષ્ટ્રહિતના કાર્યમાં જોડાવા અપીલ
    Next Article
    Dwarka Crime | જામનગર હાઈવે પરથી મળી આવ્યો અજાણ્યા પુરૂષનો મૃતદેહ | Dwarka Police | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment