Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વર્ષ 2027ની પ્રથમ ડિજિટલ જનગણનાનો પ્રથમ તબક્કો 20 એપ્રિલથી:પાટણમાં ફિલ્ડ ટ્રેનર્સની તાલીમ શરૂ; નાગરિકો સ્વ-ગણતરી પણ કરી શકશે

    4 days ago

    ભારત સરકારે 2027માં દેશવ્યાપી વસ્તી ગણતરી હાથ ધરવાની મંજૂરી આપી છે. આ દેશની પ્રથમ ડિજિટલ જનગણના હશે, જે બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો, ઘરયાદી અને મકાનોની ગણતરી (House Listing Operation – HLO), 20 એપ્રિલથી 19 મે, 2026 દરમિયાન હાથ ધરાશે. આ તબક્કામાં ગણતરીદારો દ્વારા મુખ્યત્વે આવાસની સ્થિતિ, કુટુંબને ઉપલબ્ધ સુવિધાઓ અને અસ્કયામતો સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવશે. આ માટે ગણતરીદારો સ્માર્ટફોનમાં નિર્ધારિત મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરશે. પાટણ જિલ્લામાં આ કામગીરીના સુચારુ અમલ માટે તૈયારીઓ તેજ બની છે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ચાર્જ અધિકારીઓ (મામલતદારો અને ચીફ ઓફિસરો)ની તાલીમ પૂર્ણ થયા બાદ, હાલમાં ફિલ્ડ ટ્રેનર્સ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ તાલીમ નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, પાટણ ખાતેના નવા કોન્ફરન્સ હોલમાં 16, 17 અને 18 માર્ચ, 2026 દરમિયાન યોજાઈ રહી છે. માસ્ટર ટ્રેનર તરીકે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના આસિસ્ટન્ટ પ્રોફેસર આનંદ પટેલ અને સ્ટેટ નોડલ ઓફિસર લોકેન્દ્રસિંહ ફિલ્ડ ટ્રેનર્સને તાલીમ આપી રહ્યા છે. આ જનગણનામાં નાગરિકોને સ્વ-ગણતરી (Self-Enumeration) કરવાની સુવિધા પણ મળશે. નાગરિકો 5 એપ્રિલ, 2026 થી 19 એપ્રિલ, 2026 દરમિયાન નિર્ધારિત વેબ પોર્ટલ મારફતે પોતાની વિગતો ઓનલાઈન નોંધાવી શકશે. આ જનગણના પ્રક્રિયા દેશના આયોજન, વિકાસ અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેથી, તમામ નાગરિકોને આ પ્રક્રિયામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીની નવી જેલ CCTV કેમેરાથી સજ્જ બનશે:IG ગિરીશ પંડ્યાએ કહ્યું - કેદીઓ પર ત્રીજી આંખથી સતત નજર રખાશે
    Next Article
    સુરતમાં 'કન્યાદાન' સાથે અપાયું 'સ્વાસ્થ્યદાન':હાથમાં મહેંદી ને લગ્નની લાલચૂડીઓ સાથે પિતાવીહોણી 101 નવવધૂઓ હોસ્પિટલ પહોંચતા કુતૂહલ, પ્રભુતામાં પગલાં પાડનાર દીકરીઓએ સર્વાઈકલ રસી અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment