Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીની નવી જેલ CCTV કેમેરાથી સજ્જ બનશે:IG ગિરીશ પંડ્યાએ કહ્યું - કેદીઓ પર ત્રીજી આંખથી સતત નજર રખાશે

    4 days ago

    રાજકોટ રેન્જ જેલ આઈજી ગિરીશ પંડ્યાએ સોમવારે મોરબી સબ જેલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, મોરબીમાં બનનારી નવી જેલ સંપૂર્ણપણે સીસીટીવી કેમેરાથી સજ્જ હશે, જેનાથી કેદીઓ પર સતત નજર રાખી શકાશે. આઈજી પંડ્યાએ સવારે મોરબી સબ જેલની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી અને ચેકિંગ કામગીરી હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન જેલમાંથી કોઈ પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવી ન હતી. ત્યારબાદ તેમણે જેલના અધિકારીઓ અને સ્ટાફ સાથે બેઠક યોજી હતી, જેમાં મોરબી જિલ્લાના એસપી મુકેશ કુમાર પટેલ અને ડીવાયએસપી જે.એમ. આલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આઈજી પંડ્યાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને પત્રકારોને વધુ માહિતી આપતા જણાવ્યું કે, હાલમાં 50 ટકા કેદીઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. ભવિષ્યમાં આ સંખ્યા વધારવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તેમણે સ્વીકાર્યું કે, વર્તમાન જેલમાં ક્ષમતા કરતાં વધુ કેદીઓ છે અને મંજૂર મહેકમ કરતાં 20 ટકા સ્ટાફ ઓછો છે. મોરબી જિલ્લા માટે નવી જેલ મંજૂર કરવામાં આવી છે અને તેનું કામ ઝડપથી પૂર્ણ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ નવી જેલમાં કેદીઓની દરેક ગતિવિધિ પર સીસીટીવી કેમેરાની 'ત્રીજી આંખ' દ્વારા સતત નજર રાખવામાં આવશે, જેથી સુરક્ષા અને વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકાય.
    Click here to Read More
    Previous Article
    બિહારમાં NDAએ બધી 5 રાજ્યસભા બેઠકો જીતી:મહાગઠબંધનના 4 ધારાસભ્યો ન પહોંચ્યા, ભાજપને ફાયદો; મત વિવાદથી હરિયાણામાં ગણતરી અટકી
    Next Article
    વર્ષ 2027ની પ્રથમ ડિજિટલ જનગણનાનો પ્રથમ તબક્કો 20 એપ્રિલથી:પાટણમાં ફિલ્ડ ટ્રેનર્સની તાલીમ શરૂ; નાગરિકો સ્વ-ગણતરી પણ કરી શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment