Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમિત શાહે લોકોને કહ્યું- 'એક પત્ર લખજો, કામ થઈ જશે':સાબરમતી વિધાનસભાના લોકો સાથે લોકદરબાર યોજી પ્રશ્નો જાણ્યા, અમદાવાદમાં 101 ઓક્સિજન પાર્ક ખુલ્લા મૂકાશે

    11 hours ago

    કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે 27 જૂનના રોજ રાત્રે રાણીપમાં સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સાબરમતી, રાણીપ, નવાવાડજ અને ડિ કેબીન વિસ્તારની સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીઓ સાથેના લોકદરબાર કાર્યક્રમમાં પહોંચ્યા હતા. લોકદરબાર કાર્યક્રમમાં સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઓએ ટ્રાફિકની સમસ્યા, મોટા રોડ બનાવવા, ઓડીટોરિયમ હોલ અને કોમ્યુનિટી હોલ બનાવવા તેમજ જે કામો ચાલી રહ્યા છે તેને જલ્દી પૂરા કરવા માટે રજૂઆત કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા તેમના કાર્યાલયનું સરનામું બે વખત બોલ્યા હતા અને કહ્યું હતું કે કાર્યાલય પર એક નનામો પત્ર પણ લખશો તો નિશ્ચિત તમારી નોંધ લેવાઈ જશે અને કામ થશે. ત્રણ પેઢી બદલાઈ ગઈ પણ રાણીપવાળા બદલાયા નથી- અમિત શાહ કેન્દ્રીય ગૃહ મંત્રીએ સોસાયટીના ચેરમેન સેક્રેટરી સહિતના નાગરિકો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે 1997થી 2027 એટલે કે 30 વર્ષ થયાં છે. 3 પેઢી બદલાઈ છે પણ રાણીપવાળા બદલાયા નથી. ભલભલાને સ્વીકારે એવા નથી. રાણીપની જનતાએ ભાજપને પકડી રાખ્યો છે જેના માટે સૌ નેતાઓ વતી આભાર માનું છું. વિકાસના કામો સતત ચાલતી પ્રક્રિયા છે. અમુક કામ ગમે તેટલી ઇચ્છા હોય છતાં થતાં નથી. સાબરમતી ચંદ્રભાગા નાળા સાબરમતી 2003માં વચન આપ્યું અને 2023 થયું છતાં રસ્તો નીકળ્યો નહોતો. ફરિયાદ કરી નથી. ધીરજપૂર્વક મે કામ કર્યું અને હવે કામ થઈ ગયું. ખૂબ સુંદર આયોજન થવાનું છે. પશ્ચિમનું સૌથી આકર્ષણનું કેન્દ્ર રાણીપ બનશે. લોક દરબાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો છું અને તમારા પ્રશ્નો અને સમસ્યા સાંભળવા આવ્યો છું પરંતુ તમે સમસ્યા ઓછી કરી આભાર વધારે કર્યો છે. મારું કાર્યાલય સતત ચાલે છે. અમદાવાદમાં સાયન્સ સિટી રોડ ઉપર કાર્યાલય આવેલું છે જે કાર્યાલય પર એક નનામો પત્ર પણ લખશો તો નિશ્ચિત નોંધ લેવાઈ જશે અને કામ થશે. નાગરિકોની સમસ્યાના પત્રો જાતે હું પત્ર વાંચું છું. વધુ 10 દિવસમાં સૂચનાઓ જે તે વિભાગ સુધી પહોંચાડી દઉં છું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનેકવિધ કામો કહ્યા છે અને એમને યાદ કરાવવા પડ્યા નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનનો ખૂબ જ આભાર માનું છું. તળાવો તૈયાર કરવા, ઓક્સિજન બનાવવા, રેલવે સાથે કરાવવું દરેક બ્રિજ નીચે મૂકવાનો નહીં રમવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સીધી જવાબદારી કોર્પોરેશન નથી એવા તમામ કામો મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને તેમની ટીમનો આભાર માનું છું. 'તમે ગણાવ્યા તે તમામ કામ 2029 સુધીમાં પૂરા થઈ જશે' લોકસભામાં ચૂંટાયો ત્યારે કહ્યું હતું કે, સૌથી વિકસિત લોકસભા બનશે જે ગુજરાત સરકારના સહયોગ વિના શક્ય નથી. ઘણી યોજનાઓ કહેવા અંગે સંકોચ થાય પરંતુ એના નિરાકરણ કરવાનું કામ ભુપેન્દ્રભાઈએ કર્યું છે. જે કામો તમે ગણાવ્યા છે તે તમામ કામો 2029 સુધીમાં પૂરા થઈ જશે. ઓડિટોરિયમ હોલ, બગીચા, ઓક્સિજન પાર્ક, નવા તળાવો બનાવવા, આઇકોનિક રોડ બનાવવા અને આર્થિક ગતિવિધિ વધે એવા કામો કરવામાં આપણે સૌથી આગળ રહ્યા છીએ. એક જમાનામાં ફેરિયાઓ અને લારીવાળાઓને ડર રહેતો હતો કે હમણાં હપ્તો લઈ જશે કે લારી લઈ જશે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લારીઓવાળાને 10 હજાર રૂપિયાની લોન તેમના આપી છે. હજારો લારીવાળાઓને લોન આપવામાં આવેલી છે અને તેમનું જીવન સારી રીતે જીવી શકે એવો પ્રયાસ કર્યો છે. અનેક કામો થયાં છે. લાઇબ્રેરીમાં જવાવાળા લોકોમાં 34 ટકાનો વધારો થયો છે. મેં નક્કી કર્યું છે એક પણ ગામ એવું કે જ્યાં લાઇબ્રેરી ન હોય. 161 ગામમાં લાઇબ્રેરી બનાવવાની તૈયારી થઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી પાસે ઘણું શીખવાનું છે- મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજનો કાર્યક્રમ વિશિષ્ટ કાર્યક્રમ છે. લોક પ્રતિનિધિ મળે એમાં નવી વાત નથી. દેશનું સુકાન સંભાળે અને પ્રજા વચ્ચે આવી વાત કરે અને ઉકેલ લાવે એવું પ્રતિનિધિત્વ આપણને મળ્યું છે. કોર્પોરેશનમાં કોર્પોરેટર પાસે કામ ના થાય તો ધારાસભ્ય જોડે કામ થઈ જતું હોય છે પરંતુ જો ધારાસભ્ય જોડે કામ ના થાય ત્યારે અમિત ભાઈ જોડે વાત જાય એટલે કામ થઈ જ જાય. કેન્દ્રીય ગૃહ મંત્રી પાસેથી ઘણું શીખવાનું છે. આજના લોક દરબારમાં કોર્પોરેશન અને સરકાર બન્ને છે એટલે નાગરિકોના તમામ પ્રશ્નોનો ઉકેલ આવશે. વધુ વૃક્ષો વાવવા સોસાયટીના લોકો અને યુવાનોને અપીલ કરી કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે કહ્યું હતું કે વૃક્ષારોપણને લઈને કહ્યું હતું કે, સૌ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઓને હું વિનંતી કરું છું કે ત્રીજી પેઢી કેવી રીતે જીવે એની ચિંતા કરવાની છે.ગરમી 48 ડિગ્રી થઈ છે ત્યારે જો 52 થશે તો જીવવા જેવું નહીં રહે. બાળકો કેવી રીતે રહી શકશે ? વૃક્ષારોપણ અને સોલાર રુફટોપ એકમાત્ર રસ્તો છે. અમે તમામ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઓને પત્રો લખ્યા છે. વૃક્ષો વાવી અને તેને વધારીએ એ કામ આપણે કરવાનું છે. યુવાનોને આ કામગીરી સોંપવી જોઈએ. ગ્રીન ગાંધીનગર લોકસભાનું અભિયાન ઉપાડવું જોઈએ. હું દરેક સોસાયટીએ પરકોરેટિંગ વેલ બનાવી જોઈએ.આજે મેં મ્યુનિસિપલ કોર્પોરેશનને સૂચના આપી છે કે જેટલા પરકોલેટિંગ કુવા બન્યા છે તેની સફાઈ કરવાનું કહ્યું છે. ચોમાસુ આવ્યું પણ વરસાદ આવ્યો નથી. જેથી તાત્કાલિક સફાઈ કરવા માટે મેં કહ્યું છે. ગાંધીનગર લોકસભા વિસ્તારને દેશની સર્વશ્રેષ્ઠ અને મોડલ ‘હરિયાળી લોકસભા’ બનાવવા અને આગામી પેઢીને સ્વચ્છ પર્યાવરણ આપવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે વર્ષ 2026-27 દરમિયાન વિશાળ સ્તરે વૃક્ષારોપણ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને અમદાવાદ ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં 308 સ્થળો પર મહાવૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે આ મહાઅભિયાન અંતર્ગત આગામી તા. 12 જુલાઈ, 2026ના રોજ તંત્ર અને લોકભાગીદારીના સહયોગથી ગાંધીનગર લોકસભા મતવિસ્તારની કુલ 308 નિયત જગ્યાઓ પર મોટા પાયે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. આ અંતર્ગત વન વિભાગ દ્વારા 60 લાખથી વધુ વૃક્ષો વાવીને 82 વન કવચ બનાવવાનું સુદૃઢ આયોજન કરાયું છે. એએમસી દ્વારા (ગાંધીનગર લોકસભાના વિસ્તારમાં) 31.43 લાખ, અમદાવાદ જિલ્લામાં નવ લાખ, જીએમસી દ્વારા 6.27 લાખ, ગાંધીનગર જિલ્લા દ્વારા 12.5 લાખ, ઔડા દ્વારા ચાર લાખ, ગુડા દ્વારા 1.67 લાખ, GIDC દ્વારા એક લાખ, વગેરે મળીને કુલ એક કરોડ 26 લાખથી વધારે વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જે ગત વર્ષ કરતાં બે ગણો વધારે છે. આ અંતર્ગત 121 જેટલી સામાજિક -સ્વૈચ્છિક સંસ્થાઓ, બેન્કો, ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા 28.50 લાખ જેટલા વૃક્ષો વાવવા-ઉછેરવાની જવાબદારી સ્વીકારવામાં આવી છે. આ મહાઅભિયાનમાં 2.33 લાખથી વધારે વોલેન્ટિયર્સ સહભાગી થશે. અમદાવાદ શહેરમાં 101 ઓક્સિજન પાર્ક ખુલ્લા મૂકાશે બેઠકમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે ટૂંક સમયમાં 101 જેટલા ઓક્સિજન પાર્ક ખુલ્લા મૂકવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ આ તમામ ઓક્સિજન પાર્કની વિગતો, ફોટો, વીડિયો અને જીપીએસ લોકેશન સાથે વેબસાઈટ ઉપર લિંક કરવા સૂચન કર્યું છે, જેથી નાગરિકોને માત્ર એક ક્લિક પર ઓનલાઈન ઈન્ડેક્સ દ્વારા તમામ માહિતી મળી શકે. આ ઓક્સિજન પાર્કમાં વોકિંગ ટ્રેક, લાઈટ, સાઈનેજીસ, પાર્કિંગ અને બાળકોના રમવાના વિસ્તારનું આધુનિક આયોજન કરવામાં આવ્યું છે, જેનો ત્વરિત અમલ કરવામાં આવશે. અભિયાનને વધુ વ્યાપક બનાવવા વહીવટી તંત્રે કરેલા માઇક્રો-પ્લાનિંગ મુજબ, 50થી વધુ વૃક્ષો વાવી શકાય તેવી રહેણાક સોસાયટીઓ અને તમામ GIDC વિસ્તારોમાં પ્રદૂષણમુક્ત વાતાવરણ આપવા સઘન વાવેતર કરાશે. આ ઉપરાંત, રસ્તાના મીડિયન, ડમ્પ સાઇટ્સ, ખાલી સરકારી પ્લોટ્સ અને રેલ્વે ટ્રેકની આસપાસ ખુલ્લી જગ્યાઓમાં વાવેતર કરીને ગ્રીન કવર વધારવામાં આવશે. આ ઝુંબેશમાં મિયાવાકી પદ્ધતિ, ડેન્સ પ્લાન્ટેશન જેવી અધતન વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ થશે અને વન વિભાગ દ્વારા 60 લાખ રોપાઓ વાવી 83 'વન કવચ' બનાવાશે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર હાઈવે પર ભયાનક અકસ્માત પછીના રૂંવાડા ઊભા કરતો VIDEO!:કાર સળગતી રહીને યુવક અંદર મોબાઈલ શોધતો રહ્યો!, અકસ્માતગ્રસ્ત EV કારમાં ભાજપ કોર્પોરેટરનો ભત્રીજો-ભત્રીજી હતા
    Next Article
    વડોદરાના આદિત શાહે થાઇલેન્ડમાં ડંકો વગાડ્યો:ઇન્ટરનેશનલ સુપરબાઇક ચેમ્પિયનશિપમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું, કહ્યું-'દર વર્ષે રેસિંગમાં 6થી 7 હાડકા તૂટી જાય છે’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment