Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના આદિત શાહે થાઇલેન્ડમાં ડંકો વગાડ્યો:ઇન્ટરનેશનલ સુપરબાઇક ચેમ્પિયનશિપમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું, કહ્યું-'દર વર્ષે રેસિંગમાં 6થી 7 હાડકા તૂટી જાય છે’

    9 hours ago

    મોતના કૂવા સમાન ગતિ અને જોખમોથી ભરેલી બાઈક રેસિંગની દુનિયામાં વડોદરાના એક યુવાને વૈશ્વિક ફલક પર ભારતનું નામ રોશન કર્યું છે. વડોદરા શહેરના 24 વર્ષીય આંતરરાષ્ટ્રીય બાઈક રેસર આદિત શાહે ગત 21 જૂનના રોજ થાઇલેન્ડના બુરીરામ શહેરના ચાંગ ઇન્ટરનેશનલ સર્કિટ ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત ‘નેક્સ્ટર BRIC સુપરબાઇક ચેમ્પિયનશિપ 2026’ ના રાઉન્ડ વનમાં બીજું સ્થાન મેળવીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. શક્તિશાળી 600 cc યામાહા સુપરબાઇક પર સવાર થઈને આદિતે વિશ્વભરના દિગ્ગજ રેસરો સામે અસાધારણ ગતિ, અદભુત ચોકસાઇ અને રેસક્રાફ્ટનું પ્રદર્શન કરી દેશને ગૌરવ અપાવ્યું છે. વિશ્વના અનેક દેશોના રાઇડર્સ વચ્ચે મેળવ્યો સેકન્ડ નંબર વિજેતા બન્યા બાદ બાઈક રેસર આદિત શાહે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, "આ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે થાઇલેન્ડ, મલેશિયા, જાપાન, યુએસ (US), જર્મની અને સ્પેન સહિતના વિશ્વના અગ્રણી દેશોમાંથી પ્રોફેશનલ રાઇડર્સ આવ્યા હતા, જેમાંથી મેં બીજો નંબર મેળવ્યો છે. વાસ્તવમાં ટ્રેક પર રેસ કરવી એ મુશ્કેલ નથી, રેસ તો માત્ર આપણી મહેનતનું રિઝલ્ટ છે, પરંતુ તેની પાછળના મહિનાઓની મહેનત સૌથી મહત્વપૂર્ણ છે. આ ગેમમાં તમારી ફિઝિકલ ફિટનેસ, બોડી બેલેન્સ અને માનસિક એકાગ્રતાની આકરી કસોટી થતી હોય છે." મિકેનિકલ એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન જાગ્યો રેસિંગનો શોખ પોતાની સફર વિશે વાત કરતા આદિતે જણાવ્યું કે, તેણે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ દરમિયાન તે વડોદરા શહેરમાં એક ટ્રેક પર ગાડી ચલાવવા ગયો હતો, જ્યાં તેણે બે લોકોને વ્યાવસાયિક રીતે રેસિંગ કરતા જોયા હતા. બસ, આ દ્રશ્ય જોઈને તેના મનમાં પણ રેસિંગનો રોમાંચ જાગ્યો. ત્યારબાદ તેણે સખત પ્રેક્ટિસ શરૂ કરી અને નેશનલ કક્ષાએ કાઠું કાઢ્યું. નેશનલ બાદ તેણે ઇન્ટરનેશનલ લેવલે શરૂઆતમાં 400 cc બાઈકથી સફર શરૂ કરી અને આજે પોતાની મહેનતના જોરે તે 600 ccની સુપરબાઇક કેટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. “દર વર્ષે મારા 6થી 7 હાડકા તૂટે છે પણ ડર કરતાં રેસિંગની મજા અલગ છે” રેસિંગના જોખમો અને ઈન્જરી (ઈજાઓ) અંગે આદિતે એક ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે, "આ રમત માટે મેન્ટલ સ્ટ્રેન્થ (માનસિક મજબૂતી) ખૂબ જ જરૂરી છે. ટ્રેક પર અકસ્માત થવાનું અને જીવનું જોખમ હંમેશા રહે છે. પ્રેક્ટિસ અને રેસિંગ દરમિયાન દર વર્ષે મારા શરીરના સરેરાશ 6થી 7 હાડકા તૂટે છે! ગયા વર્ષે પણ હું થાઈલેન્ડની કોમ્પિટિશનમાં ભાગ લેવાનો હતો પરંતુ, છેલ્લી ઘડીએ ઈન્જર્ડ થવાના કારણે મિસ થઈ ગયું હતું." કોરોના કાળ બાદ વર્ષ 2022થી રેસિંગની વિધિવત તૈયારી કરનાર આદિત શાહનો હવે આગામી મુખ્ય ગોલ ‘એશિયા રોડ રેસિંગ’ (Asia Road Racing)માં પાર્ટિસિપેટ કરીને દેશ માટે ગોલ્ડ મેડલ જીતવાનો છે.
    Click here to Read More
    Previous Article
    અમિત શાહે લોકોને કહ્યું- 'એક પત્ર લખજો, કામ થઈ જશે':સાબરમતી વિધાનસભાના લોકો સાથે લોકદરબાર યોજી પ્રશ્નો જાણ્યા, અમદાવાદમાં 101 ઓક્સિજન પાર્ક ખુલ્લા મૂકાશે
    Next Article
    Colombia vs Portugal Live Streaming: Likely Lineups; How To Watch Ronaldo In Action In World Cup Match?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment