Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એપ્રિલમાં સળંગ બે રજા મૂકી તો છ દિવસનું મિનિ વેકેશન:2027માં મકર સંક્રાંતિથી દિવાળી સુધી 18 રજા, જુઓ રાજ્ય સરકાર-બેંકની રજાઓનું લિસ્ટ અને લોંગ વીકએન્ડ

    12 hours ago

    ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ષ 2027 દરમિયાન રાજ્ય સરકારની કચેરીઓમાં પાળવાની જાહેર રજાઓનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ વર્ષ દરમિયાન કુલ 18 જાહેર રજાઓ જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત કર્મચારીઓ માટે વૈકલ્પિક રજાઓની યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગે જાહેર કરેલા જાહેરનામામાં મકરસંક્રાંતિ, પ્રજાસત્તાક દિવસ, મહાશિવરાત્રિ, રમઝાન ઈદ, ધૂળેટી, ગુડ ફ્રાઈડે, ચેટીચાંદ, ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ, રામનવમી, મહાવીર જન્મકલ્યાણક, બકરી ઈદ, મોહરમ, રક્ષાબંધન, જન્માષ્ટમી, સંવત્સરી, ગાંધી જયંતિ, દિવાળી અને નૂતન વર્ષ સહિતની રજાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વૈકલ્પિક રજાઓની યાદી પણ જાહેર જાહેરનામામાં જાહેર રજાઓ ઉપરાંત કર્મચારીઓ માટે વૈકલ્પિક રજાઓની યાદી પણ આપવામાં આવી છે. તેમાં ભગવાન પરશુરામ જયંતિ, સ્વાતંત્ર્ય દિન, પારસી નૂતન વર્ષ, ઈદ-એ-મિલાદ, દશેરા, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ સહિતના તહેવારોનો સમાવેશ થાય છે. મુસ્લિમ તહેવારોની રજાઓ ચંદ્રદર્શનને આધીન રહેશે જાહેરનામા મુજબ બીજા અને ચોથા શનિવારે અથવા રવિવારે આવતી જાહેર રજાઓના બદલામાં અલગથી અન્ય દિવસે રજા આપવામાં આવશે નહીં. મુસ્લિમ તહેવારોની રજાઓ ચંદ્રદર્શનને આધીન રહેશે. આ જાહેરનામું ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્ય સરકારની કચેરીઓ માટે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સળંગ બે રજા મૂકે તો એક વખત છ દિવસનું મિનિ વેકેશન સરકારી કર્મચારીઓ જાહેરનામામાં જાહેર થયેલી રજાની સાથે જો વર્ષમાં એક સપ્તાહમાં સળંગ બે રજા મૂકો તો એક વખત છ દિવસનું મિનિ વેકેશન મળશે જ્યારે બે વખત પાંચ દિવસનું મિનિ વેકેશન મળશે. એટલું જ નહીં આખા વર્ષમાં એક સપ્તાહમાં એક રજા મૂકે તો સળંગ ચાર દિવસની 3 વખત રજા મળી શકે. અને એક સપ્તાહમાં એક રજા મૂકે તો સળંગ ત્રણ દિવસની 8 વખત રજા મળી શકે છે.
    Click here to Read More
    Previous Article
    યુથ ઓલિમ્પિક્સ- 15 વર્ષની તન્વી પાત્રી ફાઇનલમાં પહોંચી:ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બની શકે; ચીનની ખેલાડી સામે મુકાબલો
    Next Article
    શીણાવાડમાં રૂ. 17 લાખના ખર્ચે પંચાયત ભવન બન્યું:ધારાસભ્ય ભીખુસિંહજી પરમાર સહિતના મહેમાનોની હાજરીમાં લોકાર્પણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment