Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2027ની જાહેર રજાઓનું કેલેન્ડર જાહેર:દિવાળી-છઠ્ઠ પૂજાએ 12 સ્પેશિયલ ટ્રેનો દોડશે, અદાણી CNG ફરી મોંઘું થતાં વાહનચાલકોને મોંઘવારીનો ડબલ ઝટકો

    7 hours ago

    વિદેશમાં નિકાસ વધારવા સરકારનો માસ્ટરપ્લાન નાના ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સનાં ઉત્પાદનોને વિદેશી બજાર સુધી પહોંચાડવા સરકારે ‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ની સ્થાપનાને મંજૂરી આપી છે. નિકાસ માટે માર્ગદર્શન, માર્કેટિંગ અને નાણાકીય સહયોગ પૂરો પાડશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્ય સરકાર-બેંકની રજાઓનું લિસ્ટ જાહેર ગુજરાત સરકારે વર્ષ 2027 માટે 18 જાહેર રજાઓનું લિસ્ટ જાહેર કર્યું છે. કર્મચારીઓ બે વધારાની રજા મૂકી એક વખત 6 દિવસ અને બે વખત 5 દિવસનું મિનિ વેકેશન માણી શકશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દિવાળી અને છઠ પૂજાને લઈને રેલવે તંત્રની તૈયારી દિવાળી અને છઠ પૂજાને લઈને રેલવે તંત્રની તૈયારી.. મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ડિવિઝન દ્વારા 12 સ્પેશિયલ ટ્રેનો શરૂ કરાઇ.. વેઇટિંગનું લિસ્ટ 200મે પાર પહોચ્યુ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાણી-ગટરની સુવિધા વધારવા ₹4,832 કરોડ ખર્ચાયા શહેરોમાં AMRUT 2.0 મિશન હેઠળ ₹4,832 કરોડના ખર્ચે 497 કામ પૂર્ણ થયાં છે. 2.72 લાખ ઘરોને નળ જોડાણ, 1.03 લાખ ઘરોને ગટર કનેક્શન અને 78 તળાવોનો જીર્ણોદ્ધાર કરાયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અદાણી CNGના ભાવમાં 13 દિવસમાં બીજીવાર વધારો દિવાળી પહેલા અદાણી CNGના ભાવમાં 13 દિવસમાં બીજીવાર ₹2.30નો વધારો થયો છે. હવે CNGનો નવો ભાવ ₹100.77 પ્રતિ કિલો થયો છે, જેની સીધી અસર રિક્ષાચાલકો અને સામાન્ય વાહનચાલકોને પડશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચારધામની યાત્રાએ ગયેલા પરિવારના ત્રણનાં મોત ઉત્તરકાશીમાં ચારધામ યાત્રા દરમિયાન સુરતના પટેલ પરિવારની કાર ખીણમાં ખાબકતાં દંપતી અને પુત્રી સહિત ત્રણનાં મોત થયાં, પુત્ર ઈજાગ્રસ્ત અન્ય હજુ લાપતા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વડોદરામાં કારમાં આગ બાદ ભયંકર બ્લાસ્ટ વડોદરાના નવાયાર્ડમાં પાર્ક કરેલી હોન્ડા સિટી કારમાં આગ બાદ CNG બોટલમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. ધડાકાથી કારના પતરાં 200 મીટર દૂર સુધી ફંગોળાયાં, જેમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગોપાલ નમકીનના જૂના વેરહાઉસમાં આગ ઈશ્વરિયા રોડ પર ગોપાલ નમકીનના જૂના વેરહાઉસમાં આગ લાગી હતી. રાજકોટ અને મેટોડા ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રામનાથપરામાં પાડોશીઓ વચ્ચે ધોકાથી મારામારી રામનાથપરામાં કચરાની ડોલ રાખવા બાબતે થયેલી તકરારમાં પાડોશી યુવક અને ત્રણ મહિલાઓએ વિજ્યાબેનને ધોકાથી માર માર્યાનો આક્ષેપ છે. પોલીસે કલમ 151 હેઠળ કાર્યવાહી કરી હોવાનો આક્ષેપ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 17 કરોડનું એક્વેરિયમ અઢી વર્ષથી બંધ સુરતનું ₹17 કરોડના ખર્ચે બનેલું સુભાષચંદ્ર બોઝ એક્વેરિયમ અઢી વર્ષથી બંધ છે, છતાં માછલીઓની જાળવણી પાછળ દર વર્ષે ₹1.06 કરોડનો ખર્ચ થઈ રહ્યો છે. સ્ટ્રક્ચર રિપોર્ટ નબળો આવતાં તાળાં લાગ્યાં, આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    કોચ સાથેના વિવાદ બાદ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી રિટાયરમેન્ટ લીધું:પોર્ટુગલ માટે 23 વર્ષ રમ્યા, દુનિયામાં સૌથી વધુ ગોલ કર્યા; દેશને ત્રણ મેજર ટ્રોફી જિતાડી
    Next Article
    ગીર સોમનાથમાં ખાદ્યચીજોના 22 શંકાસ્પદ નમૂના લેવાયા:નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે ખોરાક-ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી;સ્વચ્છતા જાગૃતિ કેમ્પ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment