Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં વસ્તી ગણતરી-2027ની કામગીરી અંગે જિલ્લા કક્ષાની તાલીમ યોજાઈ:10થી 24 જાન્યુઆરી દરમિયાન ઓનલાઇન સ્વ-ગણતરી; 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી ઘરે-ઘરે જઈ માહિતી મેળવાશે

    1 day ago

    મહીસાગર જિલ્લામાં વસ્તી ગણતરી-2027ની તૈયારીઓના ભાગરૂપે બીજા તબક્કાની કામગીરી માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાની તાલીમ યોજાઈ હતી. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ તાલીમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમમાં ગણતરી બ્લોક, સબ-ગણતરી બ્લોકની રચના તેમજ ગણતરીદારો અને સુપરવાઇઝરોની જવાબદારીઓ અંગે સમજ અપાઈ હતી. 10થી 24 જાન્યુઆરી 2027 દરમિયાન ઓનલાઇન સ્વ-ગણતરી થશે વસ્તી ગણતરીના બીજા તબક્કામાં 10થી 24 જાન્યુઆરી, 2027 દરમિયાન સ્વ-ગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં નાગરિકો ઓનલાઇન પોતાના પરિવારની વિગતો નોંધાવી શકશે. ત્યારબાદ 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન ગણતરીદારો ઘરે-ઘરે જઈને માહિતી એકત્રિત કરશે. સ્વ-ગણતરી કરાવનારા નાગરિકોએ પોતાને મળેલો SE ID ગણતરીદારને આપવાનો રહેશે, તેમજ કોઈ વ્યક્તિની નોંધ રહી ન જાય કે 2 વાર નોંધણી ન થાય તેનું ધ્યાન રાખવા સૂચના અપાઈ હતી. 40 પ્રશ્નોની સમજ અને પ્રથમ વખત ડિજિટલ માધ્યમનો ઉપયોગ તાલીમમાં નાગરિકોને પૂછાનારા કુલ 40 પ્રશ્નો અંગે સમજ આપવામાં આવી હતી, જેમાં ધર્મ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સહિતની વિગતો નોંધવાની પદ્ધતિ સમજાવાઈ હતી. વસ્તી ગણતરી-2027માં પ્રથમ વખત ડિજિટલ માધ્યમથી માહિતી એકત્રિત કરાશે, જેના માટે મોબાઇલ એપ્લિકેશન, ડિજિટલ ઉપકરણો અને ઓનલાઇન ડેટા એન્ટ્રીની સુવિધા રહેશે, તેમજ નાગરિકોની વ્યક્તિગત માહિતી કાયદા હેઠળ સુરક્ષિત રહેશે. કોઈ પરિવાર ગણતરીમાંથી બાકાત ન રહે તે જોવા સૂચના અપાઈ આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લાના તમામ મામલતદારો, ચાર્જ અધિકારીઓ, ચીફ ઓફિસરો, ટેકનિકલ આસિસ્ટન્ટ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ તમામ વિભાગોને સંકલન સાધીને સમયમર્યાદામાં કામગીરી પૂરી કરવા અને જિલ્લામાં કોઈ પણ પરિવાર ગણતરીમાંથી બાકાત ન રહે તેની ખાતરી કરવા જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    'ગન માસ્ટર જી9'ના પ્રમોશન માટે 'શિરાઝ એ હિંદ' પહોંચ્યા ઇમરાન-જેનેલિયા:ચાહકોની ભીડ ઉમટી, સુરક્ષાને ધ્યાને લઈ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
    Next Article
    સોમનાથમાં આવતીકાલથી પાંચ દિવસીય લોકમેળો શરૂ:100 વિઘાના ગ્રાઉન્ડમાં ત્રણ વર્ષ બાદ ફરી રાઇડ્સ શરૂ થશે; સુનામી, મિક્સરકાર અને જલપરી શો પહેલીવાર રજુ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment