Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લિસનિંગ બાર; જાપાનની 100 વર્ષ જૂની પરંપરા હવે બિઝનેસ:મંદિરમાં ધ્યાન કરવા જેવા માહોલની માગ વધી, જ્યાં સંગીત માણસને સ્પર્શી શકે

    1 day ago

    નાઇટક્લબનો સુવર્ણ યુગ આથમવાની સાથે જ દુનિયાભરમાં એક બિલકુલ અલગ પ્રકારનો બિઝનેસ જડ જમાવી રહ્યો છે. હાઇ-ફાઇ સ્પીકર પર વાગતા વિનાઇલ રેકોર્ડ હવે ડીજેની તેજ ધૂનોની જગ્યા લઈ રહ્યા છે. સાથે જ ડાન્સ ફ્લોરની જગ્યાએ શાંતિથી સંગીત સાંભળતા લોકોનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. લંડનના ક્લર્કનવેલ વિસ્તારમાં 2024માં ખુલેલા બાર ‘સ્પેસ ટૉક’એ તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. લાકડાના સ્પેસશીપ જેવા દેખાતા આ બારને ખોલતા પહેલા માલિકે આર્કિટેક્ટ, ડિઝાઇનર અને સાઉન્ડ એન્જિનિયર સુધીની ટીમ ઊભી કરી, જેથી વાતાવરણ એકદમ જીવંત બને. સ્પેસ ટૉક એકમાત્ર ઉદાહરણ નથી. તે જાપાનની સદીઓ જૂની પરંપરા ‘ઓંગાકુ કિસ્સા’ એટલે કે મ્યુઝિક કેફેથી પ્રેરિત તે ગણ્યાગાંઠ્યા સ્થળોમાં શામેલ છે, જેને હવે દુનિયા ‘લિસનિંગ બાર’ કે ‘હાઈ-ફાઈ બાર’ના નામથી ઓળખે છે. જાપાનમાં પહેલો ઓંગાકુ કિસ્સા 1920ના દાયકામાં ખુલ્યો હતો, જ્યાં લોકો ચા-કોફી પીતા ગ્રામોફોન પર ક્લાસિકલ, ટેંગો કે સ્વિંગ સંગીત સાંભળતા હતા. બીજા વિશ્વ યુદ્ધ પછી જાઝ કિસ્સાનો યુગ આવ્યો, જ્યારે મોંઘા આયાતી રેકોર્ડ અને ઑડિયો ઉપકરણો રાખનારા આ કેફે સંગીત-પ્રેમીઓ માટે માઇલ્સ ડેવિસ અને જ્હોન કોલ્ટ્રેન જેવા કલાકારોને સાંભળવાનું એકમાત્ર સાધન હતા. હવે આ જ મોડેલ પશ્ચિમી દેશો, દક્ષિણ અમેરિકા અને આફ્રિકામાં એક નવા વ્યવસાયિક અવતાર તરીકે સામે આવી રહ્યું છે. આમાંથી મોટાભાગના સ્થળો છેલ્લા એક દાયકામાં ખુલ્યા છે. ટોક્યોમાં પોતાનો લિસનિંગ બાર ચલાવતા કાવાસાકી તોશિયા તેની સરખામણી ‘મંદિરમાં ધ્યાન લગાવવા’ સાથે કરે છે, જોકે પશ્ચિમી સંસ્કરણોમાં જાપાન જેટલી સખત શાંતિની શરત હોતી નથી. ન્યૂયોર્કના બાર ‘ઓલ બ્લૂઝ’માં મહેમાનોને ફક્ત એટલી વિનંતી કરવામાં આવે છે કે ‘સંગીતને બોલવા દો’, જ્યારે સ્પેસ ટોકે ફોટો-વીડિયો પર પ્રતિબંધ મૂક્યો છે. ટોક્યોના મ્યુઝિક કેફે પર બનેલી એક ડોક્યુમેન્ટરીના નિર્દેશક નિક ડ્વાયરના મતે, ઓંગાકુ કિસ્સા કલ્ચરનો અસલી જાદુ એ છે કે તે એક એવું વાતાવરણ બનાવે છે જ્યાં સંગીત માણસને ઊંડાણપૂર્વક સ્પર્શી શકે. તેમનું કહેવું છે કે નવા યુગના વેન્યુ માલિકોએ આ ફોર્મ્યુલાને પોતાના હિસાબે ઢાળ્યો છે, જેનાથી તે લંડન અને ન્યૂયોર્કથી લઈને બાર્સેલોના સુધી દરેક જગ્યાના મિજાજમાં ફિટ બેસે છે. એકંદરે, જાપાનની એક જૂની, ધીમી પરંપરા હવે દુનિયાભરના શહેરોમાં એક નક્કર અને નફાકારક નાઇટલાઇફ બિઝનેસ મોડેલનું સ્વરૂપ લઈ રહી છે- જ્યાં ઘોંઘાટ નહીં, શાંતિ અને સાઉન્ડ ક્વોલિટીમાં રોકાણ થઈ રહ્યું છે. લંડનના લિસનિંગ બાર ‘જાજુ’ના સહ-સ્થાપક જિમ હેનમરનું કહેવું છે કે જે રેકોર્ડને તમે 30 વાર સાંભળ્યો હોય, તે પણ આ માહોલમાં બિલકુલ નવી ધૂન જેવો અનુભવાય છે. નવા બિઝનેસ ટ્રેન્ડના આ ત્રણ મોટા કારણો ગણાવાઈ રહ્યા છે 1. જાપાનનો વધતો ક્રેઝ- 2025માં રેકોર્ડ 4.3 કરોડ વિદેશી પ્રવાસીઓ જાપાન પહોંચ્યા. વિડિયો ગેમથી લઈને ફેશન સુધી જાપાન લાંબા સમયથી દુનિયા માટે ટ્રેન્ડસેટર રહ્યું છે. 2. ઘટતી નાઇટક્લબ કલ્ચર વચ્ચે લિસનિંગ બાર એક સ્ટાઇલિશ અને આરામદાયક વિકલ્પ આપી રહ્યા છે- ન મોડી રાત સુધી જાગવાની મજબૂરી અને ન બીજા દિવસના હેંગઓવરનો ડર. 3. અત્યંત ખાનગી અને ક્યુરેટેડ અનુભવ - લંડનના લિસનિંગ બાર ‘જાજુ’ના સહ-સ્થાપક જિમ હેનમર આ ધંધામાં ઉતરતા પહેલાં ખાનગી અને ક્યુરેટેડ અનુભવવાળા જાઝ જોવા જાપાન ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    MLA ચૈતર વસાવાની જામીન અરજી ફગાવાઈ:નર્મદા કોર્ટના હુકમ પર સ્ટેની અરજી પણ હાઇકોર્ટે નકારી, કહ્યું- અગાઉ શરતી જામીન મળ્યા છતા ક્રાઇમમાં સંડોવાયા
    Next Article
    ઉકળતા ગોળની કડાઈમાં પડી જતા યુવકનું મોત:1 મિનિટમાં શરીરની ચામડી ઉતરી ગઈ, બચાવો...બચાવો બૂમો પાડતા તડપતો રહ્યો; કમાવવા લખીમપુરથી મહારાષ્ટ્ર ગયો હતો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment