Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિમેટોકોન 2026 અંતર્ગત ISHBT એવોર્ડ સમારોહ યોજાયો:હિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન ક્ષેત્રના નિષ્ણાતોનું સન્માન, બ્લડ કેન્સરના નિવારણ અંગે પણ ચર્ચા થઈ

    4 days ago

    અમદાવાદમાં હિમેટોકોન 2026 અંતર્ગત ઇન્ડિયન સોસાયટી ઓફ હિમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝન (ISHBT) દ્વારા એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. 13 નવેમ્બરના રોજ ક્લબ-07 સ્થિત ધ ફોરમ હોટેલ એન્ડ કન્વેન્શન ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપનાર નિષ્ણાતો અને તબીબોની કામગીરીને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ISHBTની 67મી વાર્ષિક કોન્ફરન્સ હિમેટોકોન 2026 અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ના પ્રમુખ ડૉ. અનિલ નાયક પણ ઉપસ્થિત રહ્યા હતા. એવોર્ડ સમારોહમાં તબીબી ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. નવી ટેકનોલોજી છે એનજીએસ (NGS) એના વિશે ચર્ચા બ્લડ કેન્સરના નિવારણ અંગે ડૉ.પરિમલ શારડાએ જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સમાં 40 કરતાં વધુ દેશો ઇન્વોલ્વ થયા છે અને મોર ધેન 200 ફેકલ્ટીઝ એન્ડ ડેલિગેટ્સ ઇન્ટરનેશનલ આવ્યા છે એઝ વેલ એઝ મોર ધેન 2000 નેશનલ ફેકલ્ટીઝ આવ્યા છે. આ ડેલિગેટ્સે આ કોન્ફરન્સમાં લોકોના લોહીના રોગોના નિષ્ણાતો પણે એનો પોતાનો અભિપ્રાય આપ્યો છે અને લોહીના રોગોનું નિદાન કરવા માટેની જે નવી ટેકનોલોજી છે એનજીએસ (NGS) એના વિશે ચર્ચા થઈ છે. પેશન્ટના ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ રિલેટેડમાં બધા લોકોને હેલ્પ કરશે 'કદાચ ટ્રીટમેન્ટ ડાયગ્નોસ થઈ ગયા પછી એની ટ્રીટમેન્ટ માટે જે નવી કાર્ટી (CAR-T) થેરાપી છે કે જે જીન થેરાપી છે તેના વિશે પણ આ રોગોમાં આ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવેલી છે. આ કોન્ફરન્સમાં દેશ વિદેશમાંથી પણ ઘણા બધા ઇન્ટરનેશનલ અને નેશનલ સ્પીકરો પણ આવ્યા છે જેમની એક્સપર્ટાઇઝ આ ફિલ્ડમાં છે એમને પોતાનું નોલેજ શેર કર્યું છે, જે આગળ જતાં પેશન્ટના ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ રિલેટેડમાં બધા લોકોને હેલ્પ કરશે.'
    Click here to Read More
    Previous Article
    14 નવેમ્બરનું ટેરો રાશિફળ:મકર રાશિ માટે રોકાણ કરવું શુભ, કુંભ રાશિના જાતકોને ભાગ્યનો પૂરો સાથ મળશે
    Next Article
    લાખોના વિદેશી દારૂ સાથે પાંચ ઝડપાયા:સાબલપુર ચોકડી પાસેથી ફોર્ચ્યુનર કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, 21.23 લાખના મુદ્દામાલ સાથે 5 આરોપીઓની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment